Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 159
________________ આદ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૪ ). પૂછયું–આ શી હકીકત છે ? તે બેલી મેં તમને ઘરે જ સ્વપ્નની વાત સંભળાવી હતી. તે વખતસર સાચી નીવડી હશે. ત્યારે પંચે વિચાર કર્યો–આ વાત લંબાવીને લોકોને ડાહ્યા બનાવવાની શી જરૂર છે? એમ ધારી વાત બધી દબાવીને તેમણે મંજૂષા સહિત સાસુ-વહુને પિતાને ઘરે મોકલી. પછી રાજાએ કોટવાલને એકાંતમાં બેલાવીને કહ્યું કે-જયસુંદરીના ઘરે જઈને તેને કહે કે “તને રત્નો પ્રાપ્ત થશે તે ઉપાય કરશું; પરંતુ રાત્રિની વૃત્તાંત તારે કઈને કહે નહિ.” રાજાના આ હુકમ પ્રમાણે કેટવાલે તેમ કર્યું. પછી મંત્રીએ દાદર વિપ્રને કહ્યું કે બીજાના રત્ન પચાવી પાડતાં તું યમને યાદ આવ્યું લાગે છે, માટે તે રત્નો એને સત્વર આપી દે. એટલે ભય પામતા બ્રાહ્મણે રત્નો ધનશ્રીને સેંપી દીધાં. હવે વર્ષાકાળ વ્યતીત થતાં પુષ્કળ ધન વધારીને સુંદર પણ કનકસુંદરી સાથે નિર્વિને પિતાની નગરીમાં આવ્યું. ત્યાં જનનીના મુખથી જયસુંદરીના શીલ અને રત્નોને વૃત્તાંત સાંભળતાં સુંદર તેના પર અધિકાધિક અનુરાગ ધરવા લાગે. એમ દેવ, ગુરુની ભકિતથી રમણિય એવા ધર્મને ચિરકાળ આરાધી, પ્રાંતે સંયમ સ્વીકારી, સમાધિપૂર્વક મરણ પામીને જયસુંદરી તે દેવકના સુખનું ભાજન થઈ. ૬ શ્રી આદશ જૈન સ્ત્રીરને ; બીજો ભાગ સંપણ. ••••••••••••૦૦૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162