Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 131
________________ આદ જૈન સ્ત્રીરત્નો ભાગ ૨ જે ( ૧૧૮ ) બેસારીને તેવા પ્રકારના વચનોથી શાંત્વન–આશ્વાસન આપવા લાગી. જ્યારે દઢ પ્રતિજ્ઞાવાળા પિપટે કઈ પણ પ્રકારને આહાર ગ્રહણ કર્યો નહીં ત્યારે ચતુર વિન્મતીએ પણ તેની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે –“હે પિપટ! મારા અનુચિત વર્તનથી તે જે મૃત્યુ પામવાનો નિર્ણય કર્યો છે, તે હું પણ તારી સાથે જ મૃત્યુ પામીશ, આપણે બંનેની એક જ ગતિ થાઓ.” આ પ્રમાણે કહાન, ભેજન તથા પાણીને ત્યાગ કરેલી વિદ્યન્મતી સમયને અનુરૂપ સમસ્ત ક્રિયાઓ કરવા લાગી. વિદ્યન્મતી સર્વ લક્ષણોથી યુક્ત, મનેહર, વરને લાયક યુવાવસ્થામાં આવેલી, સુંદર શરીરવાલી અત્યંત વિચક્ષણ મંત્રી કન્યા હતી-અવિવાહિત હતી. નાગરિકજનો દુઃખથી વ્યાકુળ બચે છતે, બંધુઓ વિલાપ કર્યો છતે અને સેંકડો વિચક્ષણ પુરુષોએ હજાર ઉપાય કર્યા તે પણ હરણના જેવી નેત્રવાળી વિન્મતીના મૃત્યુ પામવાના નિર્ણયને દૂર કરવાને કઈ શક્તિમાન થઈ શકયું નહીં. ખરેખર ભાવભાવને દૂર કરી શકાતે નથી. પછી ત્રણ દિવસ બાદ, મૃત્યુ પામેલા પિપટને સાથે લઈને વિન્મતીએ અગ્નિમાં પ્રવેશ કરીને પિતાના દેહને ભસ્મીભૂત કરી નાખે. વિદ્યુન્મતી મૃત્યુ પામીને દશાર્ણ રાજાની લાવતી નામની પુત્રી થઈ અને તે પિપટ મૃત્યુ પામીને તું શંખ રાજારૂપે જન્મે છે. પાંખના છેદવાથી બંધાયેલા દુષ્કર્મ રૂપી ફળ કલાવતીએ હસ્ત છેદવાના બહાનાથી, તારા દ્વારા પ્રાપ્ત કર્યું (પૂર્વભવમાં તેણે તારી બે પાખે છેદી હતી, તો આ ભવમાં તે તેની બંને ભુજાઓ કપાવી.)” આ પ્રમાણે કેવળી ભગવંત કહી રહ્યા હતા ત્યારે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162