Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 125
________________ આદર્શ જૈન સ્રીરત્ના ભાગ ૨ જો ( ૧૧૨ ) મૃત્યુ પામનારને તે ક્યાંથી પ્રાપ્ત થાય ? યત્નપૂર્વક જીવનનુ રક્ષણ કરવુ જોઇએ, કારણ કે જીવતા મનુષ્ય બધી વસ્તુઓ મેળવી શકે છે. ( જીવતા નર ભદ્રા પામે.) હે સ્વામિન્! તમે મૃત્યુ પામ્યે છતે કલાવતી કયાંથી મળશે ? વળી, આ રાજ્યને શત્રુઓ મૂળમાંથી ઉખેડી નાખશે. મૃત્યુ પામવાની ઇચ્છાના ત્યાગ કરો, ધીરજ ધારણ કરો અને શાકને ત્યજી ઢો. તેમજ ગર્ભવતી કલાવતીની પ્રાપ્તિ માટે પ્રયાસ કરો, હજી કઈ લાંબા સમય વ્યતીત થયેા નથી એટલે તે જીવતી મળી આવશે. આ પ્રમાણેની હસ્ત-છેદનરૂપી કદના કંઈ મૃત્યુ પમાડનારી બનતી નથી, તે દેવી કલાવતીની શોધખાળ માટે સજ્જ થાઓ ! ફોગટ મૃત્યુ પામવાથી શા લાભ ? ઉતાવળે જીવનનો ત્યાગ કરવા તે પશુક્રિયા છે, મૂર્ખાનું આચરણ છે; એ કંઈ પુરુષાર્થ નથી, ’ ઉપર પ્રમાણેના મંત્રી વસુભૂતિના વચને વિચારીને કલાવતીની શોધખોળ માટે સમસ્ત પૌરજન, સૈન્ય અને વાહનાની સાથે પર્વત અને વનપ્રદેશમાં તપાસ કરવાને માટે મહારાજા શંખ જલ્દી ચાલી નીકળ્યે. હજારા રથ, પાયદળ, હસ્તી અને અધદ્વારા તલ અને તૃણુ ( ફેતરા ) પ્રમાણુ જગ્યા જોવરાવ્યા છતાં કોઈપણ સ્થળે કલાવતી પ્રાપ્ત થઇ શકી નહીં. ખરેખર જરૂરિયાતને સમયે વસ્તુની પ્રાપ્તિ દુર્લભ બને છે. વનદેવીના પ્રભાવથી સુંદર ગિરિમાળા, મનાહર વૃક્ષા અને જળપૂર્ણ નદીને કારણે તે વન અપૂર્વ દૃશ્યવાળું બનેલુ હોઇને કષાયવાળા પ્રાણીઓના અંતઃકરણમાં તે વન, વન તરીકે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162