________________
આદર્શ જૈન સ્ત્રીને ભાગ ૨ જે
( ૨૦ ) એકદા રૂદ્રદત્ત નામને મહાદ્રવ્યવાન પણ મિથ્યાત્વી વણિકપુત્ર વેપારને અર્થે ચંદ્રપુર નગરથી ત્યાં આવ્યા. તે આવીને પિતાના એક મિત્ર કુબેરદત્તના મંદિરમાં રહ્યો. પિતાના જ ઘરમાં હેયની તેમ તે વર્ધમાનપુરને વિષે રહેતે. એકદા તે મંદિરના ગવાક્ષને વિષે બેઠા હતા તેવામાં તેણે સખીઓની સંગાથે જતી ઋષિદત્તાને જોઈ. દેવસુંદરી તુલ્ય રૂપવતી ઋષિદત્તાને જોઈ રૂદ્રદત્ત વિચારવા લાગ્યું. “અહો ! આ તે પાતાળકન્યા છે કે દેવસુંદરી છે? રતિ, પ્રીતિ કે લક્ષ્મી છે?” તેણે કુબેરદત્તને પૂછ્યું. આ કોની પુત્રી છે? તેણે કહ્યું “રાષભસેન શ્રાવકની પુત્રી છે. તે તેણુને મિથ્યાત્વીના કુળમાં આપતો નથી (કોઈ શ્રાવક વેરે આપવાનું કહે છે.)” તે સાંભળી રૂદ્રદત્તે જૈનમુનિ પાસે જઈને જૈન ધર્મને સારી રીતે અભ્યાસ કર્યો.
એકદા આ માયાવી શ્રાવકને નષભસેને ભેજન નિમિત્તે નિમંત્રણ કર્યું એટલે તેણે વિધિ પ્રમાણે જિનપૂજા કરીને પછી આહાર ગ્રહણ કર્યો. એ ઉપરથી તેને શ્રાવક જાણીને કાષભસેને પિતાની પુત્રી આપી. અહો ! માયા કર્યા વિના આવું દુઃશક્ય કાર્ય સિદ્ધ થતું નથી. પછી મહાવિસ્તાર સહિત તે કન્યાને પરણીને પિતાને કૃતકૃત્ય માનતે રૂદ્રદત્ત કેટલાક દિવસ પછી બહુ લક્ષ્મી ઉપાર્જન કરી, સસરાની આજ્ઞા માગી પિતાની સ્ત્રી રાષિદત્તાને સાથે લઈ પિતાને નગરે ગયે. ત્યાં તે માતપિતાને મળે. તેમને પણ તેને વધુ સહિત આવેલે. જે હર્ષ થયે. પણ અહિં આવીને અપુન્યવાન એવા તેણે ચિંતામણિ રત્ન સમાન જૈનધર્મ ત્યજી દીધે. અનુક્રમે પતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com