________________
( ૯ )
મદન ધારે છે તેમ જાણને બેલ્યા કે, “હે ભવ્ય જનો ! તમારે સર્વથા કુમાર્ગ ત્યજ, કારણ કે પરસ્ત્રીગમનાદિ કુમાર્ગનો ત્યાગ નહિં કરવાથી નરકમાં પડવું પડે છે. વળી જેમ પદારાસેવનથી પુરુષે નરકગતિ પામે છે, તેમ સ્ત્રીઓને પણ અન્ય નરસેવનથી તેવી જ ગતિમાં ભ્રમણ કરવું પડે છે. સ્ત્રી છે તે પરભવની બેડી છે, બંધુજનો બંધન છે, વિષયો વિષ સમાન છે, છતાં અહા ! જનોને કે મોહ છે કે જે વૈરીઓ છે તેમની પાસેથી મિત્રની આશા રાખે છે! હારે પુત્ર,
હારે બંધુ, મ્હારાં સગાં, હારી સ્ત્રી, એમ હારું હારું કરતાં મનુષ્ય પશુની પેઠે મૃત્યુ પામે છે. હું કોણ છું? કેવી રીતે કયાંથી આવ્યું હારી માતા કોણ? મ્હારા પિતા કેણુ? એમ ભાવના ભાવતાં આ સર્વ સંસાર સ્વપ્ન તુલ્ય જણાય છે. બિલાડી દૂધ જ જુએ છે, તત્ક્ષણ દંડપ્રહાર થવાને છે તે જતી નથીપિપટ આંબાની સાખને જુએ છે, પણ પત્થરના કકડાને દેખતો નથી; કાકપક્ષી પણ માંસને દેખે છે, પરંતુ બળવાન સિંહના મસ્તકને દેખતો નથી; તેમ આ જીવ પણ આ ભવને જ દેખે છે, પરભવને દેખતો નથી.” | મુનિને આ ઉપદેશ શ્રવણ કરી મણિપ્રભ વિદ્યાધર ઊભે થઈ રાણીની ક્ષમા માગી કહેવા લાગ્યું. “હવેથી તું
હારી બહેન છે. હું હવે ત્યારે શે ઉપકાર કરું?” રાણી મદનરેખાએ કહ્યું “ તે હારા ઉપર તીર્થવંદન કરાવીને ઉપકાર કર્યો છે તેથી તું હારે પરમ બાંધવ છે.” પછી તેણીએ મુનિને પિતાના પુત્રને વૃત્તાંત પૂ. મુનિએ કહ્યું “પૂર્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com