________________
આદર્શ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( પર ) “આવો મનુષ્યનો અવતાર પ્રાપ્ત કરી જરા પણ પ્રમાદ ન કરે. પુરુષ બાંધાને નિમિત્તે પાપ કરે છે, તે શરીરને નિમિત્ત એકલે નરકાદિ ગતિને વિષે ભેગવે છે. માણસે યત્ન કરીને પાપાચરણ કરે છે, પરંતુ પ્રસંગે ધર્મ પણ આદરતા નથી; તો આ મનુષ્ય લેકને વિષે કેવું આશ્ચર્ય કે તેઓ ક્ષીર ભજનનો ત્યાગ કરીને વિષપાન કરે છે!” ચાદિ ધર્મોપદેશ સાંભળ્યા પછી દેવતાએ મદરેખાને કહ્યું. “ચાલ, ત્યારે હવે હું તને રાજપુત્રનાં દર્શન કરાવું.” ત્યારે મદનરેખાએ કહ્યું. “પુત્ર ઉપર સ્નેહ તે પણ ભવભ્રમણને હેતુ કહ્યો છે અને વળી ગુરુ પાસે તે મેં સર્વ સંસાર અસાર છે એમ જાણ્યું છે. વળી સંસારને વિષે પરિભ્રમણ કરતા પ્રાણીઓને પતિ, પુત્ર આદિ અનેક સંબંધે ઘણીવાર થયા છે, થાય છે અને થશે. ભવમાં ભ્રમણ કરતાં આ પુત્રને મેં અનેક વાર જન્મ આપે છે અને તેણે પણ મને અનંત વાર જન્મ આપ્યું છે. વળી હું કોણ? કેવી રીતે ક્યાંથી આવ્યું? હારી માતા કોણ? હાર પિતા કેણ? એમ ભાવના ભાવતાં આ સર્વ સંસાર સ્વપ્ન તુલ્ય જણાય છે. સ્ત્રી પરભવની બેડી છે, બંધુજને બંધન છે, વિષયે વિષ સમાન છે છતાં અહા ! જનેને કે મેહ છે? કે જે વૈરીઓ છે તેમની પાસેથી મિત્રની આશા રાખે છે, માટે મહારે તો આ સાધ્વીઓના ચરણનું જ શરણ છે.” મદરેખાએ આ પ્રમાણે કહ્યું એટલે દેવતા સ્વર્ગમાં ગયે. અહિં મદનરેખાએ સાધ્વી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તેણીનું સુત્રતા એવું નામ સ્થાપન કર્યું અને તે અનુક્રમે નાના પ્રકારની તપશ્ચર્યા કરવા લાગી...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com