________________
( ૧૧ )
સતી શાળવતી જઈને બેઠી હતી.” આ સાંભળી શેઠ બોલ્યા. હે કુળાધાર ! સર્વ ભાવમાં વિચક્ષણ! તે બહુ ઠીક કર્યું કે વૃદ્ધપણાને લીધે બુદ્ધિહીન થયેલા અને તે બેધ આપે. વળી શેઠે પૂછ્યું. ત્યારે મેં પિલા સુભટનાં વખાણ કર્યા તેને તમે “બહ કાયર છે” એમ કેમ કહ્યું? વહુએ કહ્યું “તેના પ્રહાર સર્વ તેની પીઠ ઉપર હતા, તેથી જે તે ખરેખર સુભટ હેત તે તેણે સઘળા પ્રહાર અગ્રભાગ(છાતી)ને વિષે ખમ્યા હતા. ત્યારે શેઠે પૂછયું મેં જે મગના ક્ષેત્રને પરિપકવ દશાવાળું કહ્યું, ત્યારે તમે એમ કેમ કહ્યું કે જે તે પૂર્વે ખવાયું ન હોય
? તેને તે વખતે તો કોઈએ ખાધું નહોતું. વહુએ સમજણ પાડી કે “આ ક્ષેત્રવાળા કણબી લેકે દરિદ્રી જેવા હોય છે. તેઓ બમણ આપવા કરીને કણાદિક લાવે છે ને ખેડ કરે છે, હવે જ્યારે ધાન્ય નિપજાવીને ઘેર લાવે છે ત્યાં તે પેલા પૂર્વે ધાન્ય આપનારા (લેણદારે) આવીને તે લઈ જાય છે. એટલે મેં એમ કહ્યું કે, બમણું આપવું કરીને ધાન્ય લાવેલા એટલે તે કૃષિકાર પ્રથમથીજ ક્ષેત્રને ખાઈ ગયા કહેવાય.” વળી શેઠે શંકા પૂછી “ જળ ભરેલી નદી આવી ત્યારે મેં તમને મોજડી ઉતારવાનું કહ્યા છતાં તમે તે કેમ ન ઉતારી ?” તે ઉપરથી વહુએ ખુલાસો કર્યો કે, “ નદીને વિષે કાંકરા, જીવડા આદિ હોય તેના ભયને લીધે મેં તે ઉતારી નહીં, કારણ કે તેથી કાયાને કલેશ થાય.” આ પ્રમાણે પુત્રવધુનાં વચનથી બહુ સંતોષ પામેલ શ્રેષ્ઠી ઘેર આવી પહોંચ્યો. ત્યાં વહુએ ઘડામાં રહેલાં ભૂષણે બતાવ્યાં. ત્યારથી તેણે તેણુને બહુ સન્માન આપી પોતાના ઘરની સ્વામિની કરી સ્થાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com