________________
ભૂખ રાંડ : ભૂખ રાંડ ભૂંડી, આંખ જાય ઊંડી; પગ થાય પાણી, આંસુ લાવે તાણી. પરિમિત ભોજીને છ ગુણો :
આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને લોકોના આક્ષેપ વિનાનું જીવન (આ ‘ખાઉધરો' છે – એવો આક્ષેપ મિતાહારીને સહવો પડતો નથી.) - આ છ ગુણો પરિમિત ભોજન કરનારને પ્રાપ્ત થાય છે. કોને ક્યારે ભૂખ લાગે ? છે નારક જીવોને અંતર્મુહૂર્તમાં ભૂખ લાગે છે. છે પૃથ્વી આદિ સ્થાવર જીવો દરેક સમયે આહાર લે છે. cછે વિકસેન્દ્રિયને અંતર્મુહૂર્તમાં ભૂખ લાગે છે. છે તિર્યંચ પંચેન્દ્રિયને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી
બે દિવસે ભૂખ લાગે છે. ce મનુષ્યને જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ
દિવસે ભૂખ લાગે છે. (અવસર્પિણીના પહેલા આરામાં યુગલિકોને ત્રણ દિવસે, બીજા આરામાં બે દિવસે, ત્રીજા આરામાં એક દિવસે, ચોથા આરામાં એક દિવસમાં એક વાર, પાંચમા આરામાં દિવસમાં બે વાર ભૂખ લાગે છે અને છઠ્ઠી આરામાં તો કોઇ મર્યાદા જ નથી.)
દશ હજાર વર્ષના આયુષ્યવાળાદેવને એક દિવસે, પલ્યોપમના આયુષ્યવાળા દેવને બે દિવસથી નવ દિવસ સુધીમાં, એક સાગરોપમ આયુષ્યવાળા દેવને એક હજાર વર્ષે અને તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળા દેવને તેત્રીસ હજાર વર્ષે ભૂખ લાગે છે.
- પન્નવણા પદ-૨૮ | આકાશગંગા • ૨૨ F
જ અજ્ઞાન, આવશ્યકતા, સાધના :
છે સ્વાદ માટે ખાવું ‘અજ્ઞાન' છે. cછે જીવવા માટે ખાવું ‘આવશ્યકતા' છે. છે સંયમરક્ષા માટે ખાવું ‘સાધના’ છે. નારકોને ૪ પ્રકારનો આહાર : ૧. અંગાર સમાન : થોડી વાર સુધી બાળનાર. ૨. મુર્ખર સમાન : ઘણા સમય સુધી બાળનાર. ૩. શીતલ : શર્દી પેદા કરનાર. ૪. હિમશીતલ : બરફ જેવો અત્યંત ઠંડો. તિર્યંચોનો ચાર પ્રકારનો આહાર : ૧. કંક સમાનઃ સુભક્ષ્ય અને સુખકારી પરિણામ લાવનાર. ૨. બિલ સમાન : દરમાં ઉંદર જાય તેમ (૨સ-સ્વાદ
વગર) સીધો પેટમાં જાય તે. ૩. માતંગ માંસ સમાનઃ ચંડાળના માંસની જેમ ધૃણા પેદા
કરાવનાર. ૪. પુત્ર માંસ સમાન : પુત્રના માંસની જેમ અત્યંત
દુઃખપૂર્વક ખવાય તે. જે મનુષ્યોનો ચાર પ્રકારનો આહાર : ૧. અશન : રોટલી, શાક, દાળ, ભાત આદિ. ૨. પાન : પાણી વગેરે. ૩. ખાદિમ : ફળ, મેવો વગેરે. ૪. સ્વાદિમ : પાન, સોપારી વગેરે મુખવાસ. દેવોનો ચાર પ્રકારનો આહાર : ૧. સારા વર્ણવાળો. ૨. સારી ગંધવાળો.
| આકાશગંગા • ૨૩ -