Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 140
________________ ૪. સ્નેહીઓને મારી જેમ સળગવું પડશે. ૫. મને સળગાવ્યા વિના તમારું મંગળ કામ નથી થતું ? સળગાવો. ૬. હું સળગવાની આદત છોડી શકતો નથી. ૭. મેં મારી જીંદગીમાં અંધારું જોયું નથી. ૮. જેના માટે મને સળગાવ્યો તેને (અંધકારને) મારી સામે તો લાવો. ૯. દુનિયા કહે છે કે : અંધકાર છે. વગર જોયે પણ વિશ્વાસ મૂકવો પડશે. ૧૦. અંધારાથી મારું તેજ ખમાતું નથી. ૧૧. ચિંતા ન કરશો. હું તમારું ચરિત્ર જોઉં છું, લખતો નથી. ૧૨. શયનગૃહમાં પણ મને છૂટ છે. ૧૩. મારી જેમ બીજાને ફેરવી-ફેરવીને ઘર બતાવશો નહિ. ૧૪. મારી અને મનુષ્યની કાયા માટીની છે, પણ આત્મા જયોતિર્મય છે. ૧૫. જે મારી ઉપર રહેશે તેને કાળો કરી નાખીશ. ૧૬, જે દેહમાં અને માટીમાં જયોતિ છે, તેની કિંમત ઓછી નથી. ૧૭. મારો અને માનવજીવનનો કોઈ ભરોસો નથી. ક દરજી કહે છે : ૧. સીવવા માટે મેં ફાડવાનું શીખ્યું છે. ૨. જેને ફાડતાં નથી આવડતું તેને સીવતાં ક્યાંથી આવડશે ? ૩. જે સીવી શકે છે, તેને સોંપી દો, ભલે એ ફાડે, ભલે એ કાપે. ૪. પ્રભો! મને જીવતો રાખવો હોય તો ફાડનારને જીવાડજે. ૫. સોય અને સ્ત્રી કામ નહિ કરે તો કાટ લાગી જશે. | આકાશગંગા • ૨૦૦ + ૬. જરા બેધ્યાન થતાં જ સોય અને સ્ત્રી વાંકા ચાલવા લાગે છે. ૭. ફાડવાવાળાને સીવનાર ક્યાં સુધી પહોંચી શકશે ? સોય કહે છે... ૧. સરળ વ્યક્તિમાં પણ છિદ્ર મળી જાય છે. ૨. જે ગુણવાન (દોરાવાળો) બનશે તે જ બે ભાગને જોડી શકશે. ૩. ગુણવાન (ગુણ-દોરો)ને તરત જ શોધી શકાય છે. નદી કહે છે : ૧. હું ઉંચા કુળની છું તેથી કંઇક કરી છૂટવાનો મારામાં જોશ છે. ૨. મારા પપ્પાએ મને કદી નથી કહ્યું : બેટા ! આ રસ્તેથી જજે. ૩. તુચ્છ નારીની જેમ હું પણ ક્યારેક ગુસ્સે થઇ મર્યાદા તોડી નાખું છું. ૪. યોગિનીની જેમ વિકટ વનમાં પણ હું એકલી ફરું છું. ૫. નારીની જેમ પિયર (પર્વત)થી ઘણું ધન (પાણી) મળતાં હું નાચવા માંડું છું. એકની એક દીકરીની જેમ મને મારા મા-બાપ બધું જ આપી દે છે. હું મારા પિતાની લાડકી હોવા છતાં પણ પિયરમાં રહેતી નથી. તરત જ ચાલતી પકડું છું. ૮. મારા પતિદેવ (સાગર) મારા વિના બધાય ને ખારા લાગે છે. ૯, વહેમી પતિની જેમ મારા પતિએ કદી નથી કહ્યું : તેં વાર કેમ લગાડી ? આકાશગંગા • ૨૦૧F

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161