Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 161
________________ ચિંતન ક ...રક્ષા માટે : 1. પ્રકૃતિ : જીવરક્ષા માટે. 2. સંસ્કૃતિ : મૂલ્ય રક્ષા માટે (અહિંસાદિ મૂલ્યો). 3. નમસ્કૃતિ : આત્મરક્ષા માટે છે. વિજ્ઞાન શક્તિની સામે ધર્મ શક્તિ : 1. યંત્ર શક્તિની સામે મંત્ર શક્તિ, 2. ઊર્જા શક્તિની સામે યોગ શક્તિ. 3. અણુ શક્તિની સામે આત્મ શક્તિ. 4. શસ્ત્ર શક્તિની સામે અહિંસા શક્તિ, 5. પરિગ્રહ શક્તિની સામે પરોપકાર શક્તિ. 6. રાજય શક્તિની સામે અનેકાંત શક્તિ. ચિંતનની વિવિધ ભૂમિકાઓ : Cછે વિચારી જ ન શકે તે મૂર્ખ છે. cછે વિચારવાની ઇચ્છા જ ન થાય તે અંધવિશ્વાસુ છે. cછે વિચારવાની હિંમત ન હોય તે ગુલામ છે. વિચારવાની ઇચ્છા કરે તે જિજ્ઞાસુ છે. cછે વિચારવાની પ્રવૃત્તિ કરે તે બુદ્ધિશાળી છે. છે (સમ્યગુ) વિચાર્યા મુજબ આચરવાની હિંમત કરે તે સત્ત્વશાળી છે. સુખનો માર્ગ : જગત આખુંય સુખ શોધી રહ્યું છે. સુખ ક્યાંથી મળે ? શાંતિથી મળે. શાંતિ ક્યાંથી મળે ? ચિત્તની સ્થિરતાથી મળે. ચિત્તની સ્થિરતા ક્યાંથી મળે ? આશાઓ છોડી દેવાથી મળે. આશા શી રીતે છૂટે ? અનાસક્તિ આવવાથી. અનાસક્તિ શી રીતે મળે ? બુદ્ધિમાંથી મોહ હટાવવાથી મળે. ચિંતનના સાત ફળ : 1. વૈરાગ્ય 2. કર્મક્ષય 3. વિશુદ્ધ જ્ઞાન 4. ચારિત્રના પરિણામ 5. સ્થિરતા 6. આયુષ્ય 7. બોધિ પ્રાપ્તિ ચારેય યુગ અહીં જ છે : 1. તમે સૂતા રહો છો ત્યારે કલિયુગ. 2. બેઠા થાવ છો ત્યારે દ્વાપર યુગ. 3. ઊભા થાવ છો ત્યારે ત્રેતા યુગ. 4. ચાલતા થાવ છો ત્યારે સત્ યુગ. ચાર માતા : 1. શબ્દ : જ્ઞાનની માતા. 2. અર્થ : પુણ્યની માતા. 3. ચિંતન : ચારિત્રની માતા. 4. ધ્યાન : ધ્યાનની માતા. (શબ્દથી અર્થ ચડિયાતો છે. અર્થથી ચિંતન ચડિયાતું છે. ચિંતનથી ધ્યાન ચડિયાતું છે. શબ્દાદિ ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે.) આત્માના મૂળભૂત પાંચ ગુણો : 1. સત્ (જીવવાની ઇચ્છા) 2. ચિત્ (જાણવાની ઇચ્છા) 3. આનંદ (સુખની ઇચ્છા) 4. ઇશિત્વ (સ્વતંત્રતાની ઇચ્છા) 5. વશિત્વ (સત્તાની ઇચ્છા)

Loading...

Page Navigation
1 ... 159 160 161