Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 157
________________ * રાખો : → યુદ્ધમાં દૃઢ સંકલ્પ. પરાજયમાં વિદ્રોહ, વિજયમાં ઔદાર્ય. શાંતિમાં સદ્ભાવના. * * વૃદ્ધિના છ પ્રકાર : આત્મવૃદ્ધિ, મિત્રવૃદ્ધિ, મિત્ર મિત્રવૃદ્ધિ, શત્રુક્ષય, શત્રુમિત્ર ક્ષય, શત્રુ મિત્રમિત્ર ક્ષય. (મિત્ર : જ્ઞાન, દર્શન, ચારિત્ર) (શત્રુ : રાગ, દ્વેષ, મોહ) * મોક્ષ શા માટે ? ***** ૫૧. પ્રકીર્ણક ‘શા માટે કમાવ છો ?' ખાવા માટે. ‘શા માટે ખાવ છો ?’ જીવવા માટે. ‘શા માટે જીવો છો ?' ધર્મ કરવા માટે. શા માટે ધર્મ કરો છો ?’ મોક્ષ માટે. આકાશગંગા * ૦૦૦ - ચર્ચિલ - ચાણકય ‘શા માટે મોક્ષ મેળવવો છે ?’ કારણ કે મોક્ષની પ્રાપ્તિથી જ જીવની મૂળભૂત પાંચ ઇચ્છાઓ સફળ થાય છે. ‘કઇ પાંચ ઇચ્છાઓ ?' ૧. ૨. ૩. સુખની ૪. સત્તાની ૫. સ્વતંત્રતાની સંસારમાં રહીને આ પાંચ ઇચ્છાઓ કદી પરિપૂર્ણ બની શકે તેમ નથી. સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જીવન, સંપૂર્ણ સુખ, સંપૂર્ણ સત્તા અને સંપૂર્ણ સ્વતંત્રતા માત્ર મોક્ષમાં જ છે.’ * ત્રણ પ્રકારના જીવો : ૧. . જીવવાની જાણવાની સંજ્ઞાપ્રધાનઃ આહારાદિ સંજ્ઞામાં જ મસ્ત, કીડી વગેરે અસંશી જીવો. ૨. પ્રજ્ઞાપ્રધાન : બુદ્ધિ પ્રમાણે ચાલનારા. સંજ્ઞી પંચેન્દ્રિય (મિથ્યાર્દષ્ટિ). ૩. આજ્ઞાપ્રધાન : પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનાર સમ્યગ્દષ્ટિ જીવો. * ભવ્ય - અભવ્ય - જાતિભવ્ય : ભવ્ય : સધવા સ્ત્રી જેવો. મોક્ષની શક્યતા ખરી. અભવ્યઃ વંધ્યા સ્ત્રી જેવો. મોક્ષની કદી જ શક્યતા નહિ. જાતિભવ્ય : બાલવિધવા સતી સ્ત્રી જેવો. મોક્ષની યોગ્યતા ખરી, પણ શક્યતા નહિ. આકાશગંગા o ૦૦૦

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161