________________
સાચી વાત છે. જયાં પ્રેમ હોય છે, ત્યાં ભારેમાં ભારે ચીજ પણ હલકી ફૂલ લાગે છે. પ્રેમ અદ્દભુત ચીજ છે. તે કઠોરને પણ મધુર, અસતું ને પણ સતુ અને અંધકારને પણ પ્રકાશમય બનાવી દે છે.
અંતરમેં લાગી નહિ... પઢ પઢ પઢ પત્થર ભયા, લિખ લિખ લિખ ભયા ઇંટ; અંતરમાં લાગી નહિ, નૈક પ્રેમ કી છીંટ.
- પાનપદાસ
પ્રેમ અને મોહ : પરમાર્થમાં તત્પર રહે તે પ્રેમ. સ્વાર્થમાં જ મસ્ત રહે તે મોહ. પ્રેમ પાવક : પ્રેમ પંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને; માંહિ પડ્યા તે મહાસુખ મહાલે, દેખનારા દાઝે જોને.
- પ્રીતમદાસ પ્રેમ-મોહ: જડ પદાર્થોનો રાગ તે મોહ. પરમાત્મા પ્રત્યેનો રાગ તે પ્રેમ. કિસવિધ છૂટ્યા પ્રાણ? ‘નિકટ ન દીસે પારધિ, લગ્યા ન દીસે બાણ; હું તને પૂછું હે સખી ! કિસ વિધ છૂટ્યા પ્રાણ ?' જલ થોડા નેહા ઘણા, લગ્યા નેહ કા બાણ; ‘તૂ પી ! તૂ પી ! તૂ પિયે” ઇસવિધ છૂટ્યા પ્રાણ .
એક હરણીએ પોતાની સખીને પૂછયું : “સખી ! તારો પ્રિયતમ કેમ કરતાં મરી ગયો? બાજુમાં શિકારી દેખાતો નથી.
| આકાશગંગા • ૧૫૪ +
બાણ લાગ્યું હોય તેમ પણ જણાતું નથી. કારણ કે શરીર પર ક્યાંય ઘા દેખાતો નથી, લોહીના ડાઘ પણ જણાતા નથી, તો ઓ સખી ! તારો પ્રિયતમ શી રીતે મૃત્યુ પામ્યો ?”
“પ્રિય સખી ! વાત એમ છે કે જંગલમાં રખડતાં-રખેડતાં અમને ખૂબ જ તરસ લાગી. ખૂબ ફરતાં-ફરતાં એક સ્થળે થોડુંક પાણી મળી આવ્યું. પણ ખાબોચીયામાં રહેલા તેટલા પાણીથી એકની જ તરસ છીપે તેમ હતી. મેં કહ્યું : પ્રિયતમ ! તમે પી લો. મને ચાલશે. પણ તેમણે મને કહ્યું : ‘પ્રિયે ! પહેલાં તું પી. તારે જ પીવું પડશે.' હું ન માની અને આમ રકઝક કરતાં તરસથી વ્યાકુલ થયેલા મારા પ્રિયતમ મૃત્યુ પામ્યા !”
આવો પ્રેમ જયારે પ્રભુ માટે પ્રગટે ત્યારે ‘સુલતા’, ‘મયણા' કે “રેવતી’ બની શકાય. જ મને પ્રેમનો ફૂવારો બનાવ :
હે પ્રભો ! તું મને પ્રેમનો ફૂવારો બનાવ. જેથી જયાં વેર છે ત્યાં વ્હાલ વહાવી શકું. જયાં આક્રમણ છે, ત્યાં પ્રતિક્રમણ કરી શકું. જ્યાં ઝગડાના બાવળ ઊગ્યા છે, ત્યાં ક્ષમાના કલ્પતરુ વાવી શકું. જયાં ભૂલો છે ત્યાં ફૂલો ઉગાડી શકું. જયાં અંધારા છે ત્યાં અજવાળા રેલાવી શકું. જ્યાં ઉદાસીનતા છે ત્યાં પ્રસન્નતા પાથરી શકે !
શાંતિનો રાજમાર્ગ : ૧. તારી નહિ, બીજાની ઇચ્છા પૂરી કરવા પ્રયત્ન કર. ૨. ઘણાથી નહિ, થોડાથી સંતુષ્ટ થા. ૩. મોટો નહિ, નાનો બનીને બધાની સાથે વસ. ૪. અને પ્રભુ-ચરણોમાં પ્રાર્થના કર :
હે પ્રભુ ! તારી ઇચ્છા મારા દ્વારા પૂર્ણ બનો !” આ શાંતિનો રાજમાર્ગ છે.
આકાશગંગા • ૧૫૫ -