Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 131
________________ ૭. એક પ્રદેશમાં અનંત કાર્મણ વર્ગણા. ૮. એક વર્ગણામાં અનંત પરમાણુ. ૯. એક પરમાણુમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શના અનંત પર્યાયો. ૧૦. એક પર્યાયમાં કેવળજ્ઞાનના અનંત પર્યાયો. સિદ્ધગિરિ પર આદિનાથ કેટલીવાર આવ્યા ? સરેરાશ દર દશ હજાર અને દશ વર્ષે ભગવાન પધારતા હતા. બધું મળીને સિદ્ધાચલ પર ૬૯ કોટાકોટિ ૮૫ ક્રોડ લાખ, ૪૪ ક્રોડ હજાર વાર આવ્યા. પૂર્વની રીત : ૮૪ લાખને ૮૪ લાખ ગુણવાથી એક પૂર્વની સંખ્યા : ૭૦૫૬૦OOOOOOOOO. આ સંખ્યાને ૯૯થી ગુણવાથી ૬૯૮૫૪૪OOOOOOOOOO સંખ્યા થશે. મીઠા લાગે છે : છે પરિશ્રમ પછીની ઊંઘ. Cછે તોફાની દરિયા પછીનું બંદર. cછે યુદ્ધ પછીની શાંતિ. છે- જીવન પછીનું સમાધિભર્યું મૃત્યુ. આળસ અને એકાકીપણું : છે તમે આળસુ છો ? એકલા રહેશો નહિ. છે તમે એકલા છો ? આળસુ રહેશો નહિ. જ જવું સહેલું છે : છે વિજ્ઞાનના નામે આધુનિક ફેશન તરફ. છે પરિવર્તનના નામે પરંપરાના દ્રોહ તરફ, છે સંતુલનના નામે અતિવાદિતા તરફ. છૂપાયેલા છે : & રાજામાં ફકીર. ફકીરમાં રાજા . Cછે પંડિતમાં મૂર્ખ, મૂર્ખમાં પંડિત. છે વીરમાં કાયર, કાયરમાં વીર. છે મહાત્મામાં પાપી પાપીમાં મહાત્મા . કે ચૂંટણી : ચૂંટણી પદ્ધતિ દૂષિત છે. જયાં બુદ્ધિ, જ્ઞાન, અનુભવ, વિદ્યા, આચરણ, ભાવ, સદ્દગુણ આદિ સૌની ઉપેક્ષા કરીને માત્ર સંખ્યાને જ પ્રધાનતા આપવામાં આવે છે, ત્યાં ઉત્તમ ફળ અસંભવ છે. - હનુમાન પ્રસાદ | આકાશગંગા • ૨૫૩ - છે જરા રૂપને છે આશા ધર્મને Cછે મૃત્યુ પ્રાણને Cછે અસૂયા ધર્મચર્યાને છે કામ લજજાને Cછે નીચસેવા સદાચારને છે ક્રોધ લક્ષ્મીને હરે છે. પારમાર્થિક જીવનની ત્રિસૂત્રી : ૧. સત્ય (સત્યમ્) ૨. સંયમ (શિવમ્) ૩. સેવા (સુંદરમ્) ન આકાશગંગા • ૨૫૨ -

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161