Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 135
________________ * બળદ : ખેડૂત ઃ ‘અરે બળદો ! હું આ ખેતી માત્ર મારા માટે જ નથી કરતો. એનો મોટો ભાગ તમારે જ ખાવાનો હોય છે.' બળદ : ‘એટલું સારું છે કે માણસ ઘાસ ખાઇ શકતો નથી. નહિ તો પશુઓની ઉદરપૂર્તિ પણ મુશ્કેલ બની જાત.’ * ગાય : ‘ગાય માતા ! હું તને ઘેર લાવી સેવા કરીશ.' ‘રહેવા દે. મારા વાછરડાનું સુખ છીનવી લેવાનું રહેવા દે. તું મારી નહિ, દૂધ-દેવની સેવા કરીશ.' * આકાશ : ફાનસઃ ‘હે આકાશ ! હું કાળા ધુમાડાથી તને કાળું બનાવી દઇશ.’ ‘અનંત અરૂપીને કાળું કોણ બનાવી શક્યું છે ? પણ બેટા ! ખ્યાલ રાખજે તું સ્વયં કાળી ન બની જાય.’ * પતંગ : પતંગ : આ દોરી મને ઊંચે જવા દેતી નથી. નહિ તો સૂર્યચંદ્રની મુલાકાત લઇ આવું. ફટ... દોરી તૂટી અને પતંગ નીચે કાદવમાં જે તમને ઊંચે લઇ જનારું છે, તેને બંધન ન માનો. * નાળિયેર : દ્રાક્ષ : નાળિયેર ભાઇ ! સાંભળો. આ વિશ્વમાં જેટલા ફળો છે એમાં કાંઇને કાંઇ ફેંકવા લાયક હોય જ છે. જેમ કે કેરીના ગોટલા-છોતરા, કેળાની છાલ, સફરજનમાં પણ થોડાક બી... પણ હું જ આ જગતમાં એવું ફળ છું કે જેનો એક પણ ભાગ ફેંકવો પડતો નથી. બાળક-બુઢા બધા આનંદથી મારો આસ્વાદ માણી શકે છે અને ઓ નાળિયેર ! તારું તે કાંઇ જીવન છે ? – આકાશગંગા ૦ ૨૬૦ - ઉપર કેવી બાવા જેવી જટા છે. અંદર કેવી હાડકા જેવી કઠણ કાચલી છે ? અને અંદર થોડુંક જ કામ આવે તેવું હોય છે. તારા જેવાનું વિશ્વમાં અસ્તિત્વ જ ન હોય તો કેટલું સારું ?' ઊંચી ખાનદાનીવાળો નાળિયેર બોલ્યો : બહેન દ્રાક્ષ ! તને શી ખબર છે ? સાચી વાત સમજ તો ખરી. હું આસન, વાસન (વસ) અને પ્રાશનમાં કામ આવું છું. મારી જટાથી સુંદર આસન બને છે, દોરડા બને છે. મારી ખોપરીથી પ્યાલા આદિ બને છે અને હું ખાવામાં અને પીવામાં - બંનેમાં કામ લાગું છું. મારા તેલની કેટલીયે સુંદર મીઠાઇઓ બને છે. માણસોના વાળને મારું તેલ સુગંધી બનાવે છે. મારી મહત્તાનું મૂલ્યાંકન તું ક્યાંથી કરી શકે ? આખરે તો તું દારૂની જનેતા છે ને ? તારામાં ઉન્મત્ત બકવાસ સિવાય શું હોઇ શકે ? * ચંદન : ‘ચંદન!તારી સુગંધટાઢ-તડકો કે પવનથી ઊડી કેમ જતી નથી.' ‘કારણ કે મેં તારી જેમ અત્તરના પુમડા કાનમાં ખોસ્યા નથી. મારી સુગંધ સહજ છે.' * પાંદડું : પાંદડું : ‘પપ્પા !’ ફળની જેમ મને પણ બહાર ફરવા દો ને ?’ વૃક્ષ : ‘પોતાની યોગ્યતા જોયા વિના દેખાદેખીથી બીજાના રવાડે ચડવું ઠીક નથી. ફળનું મૂલ્ય છે. તારું કોઇ મૂલ્ય નહિ થાય. કચરા ટોપલીમાં ફેંકાઇ જઇશ. અહીં રહે તેમાં જ તારી શોભા છે.' * તળાવ : ‘તળાવ ! તું કેવો હતભાગી છે ? થોડી અનુકૂળતાથી ભરાઇ જાય છે ને થોડી પ્રતિકૂળતાથી સૂકાઇ જાય છે. હાય રે ! કેવું તારું જીવન !' આકાશગંગા - ૨૬૧ -

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161