________________
. ધીરે ધીરે :
છે કંથા : જૂનું વસ્ત્ર ધીરે ધીરે પહેરાય. છે પંથા : માર્ગ ધીરે ધીરે કપાય. છે પર્વત : ડુંગર પર ધીરે ધીરે ચડાય. 2 વિદ્યા : ધીરે ધીરે ભણાય (વિદ્વાન થવાય)..
છે વિત્ત : ધીરે ધીરે પૈસાદાર થઇ શકાય. જ “ધીરજ ધીરજની વાત કરો છો... પણ કાંઇ એનીયે કાંઇ મર્યાદા ખરી કે નહિ? ધીરજથી ચાળણીમાં પાણી ભરી શકાય ?”
‘હા... ભરી શકાય. પણ પાણી બરફ બની જાય ત્યાં સુધી, તમારી ધીરજ રહેવી જોઇએ.” સ્વામી રામતીર્થે કહ્યું.
* * *
3૮. ગુણ - દોષ | - છ રાક્ષસો :
ઘુવડ, રીંછ, કૂતરો, ચક્રવાક, ગરૂડ અને ગીધ - આ છ રાક્ષસોને નષ્ટ કરી નાખો. નહિ તો તેઓ તમને નષ્ટ કરી નાખશે, એમ કોઇક શાસ્ત્રમાં લખ્યું છે.
આ વાતને બરાબર સમજીએ. ધૂવડ મોહનું પ્રતીક છે. રીંછ દ્વેષનું પ્રતીક છે. કૂતરો ઇર્ષ્યા અને ખુશામતનું પ્રતીક છે. ચક્રવાક કામનું પ્રતીક છે. ગરૂડ અભિમાનનું પ્રતીક છે. ગીધ લોભ (આસક્તિ)નું પ્રતીક છે.
આકાશગંગા • ૧૮૪ /
એટલે મોહ, દ્વેષ વગેરે છ રાક્ષસોને મારવાના છે, ઘુવડ વગેરેને નહિ, એમ સમજવાનું છે. જ રત્નોથી પણ મૂલ્યવાન :
મિત્રતા, પ્રેમ, શાંતિ, સંયમ અને સંતોષ - આ પાંચને રત્નોથી પણ અધિક મૂલ્યવાન ગણજે.
આઠ પ્રકારના પુરુષો : ૧. આસન્ન દૃષ્ટિ: કીડી, વાનર કે બાળકની જેમ નજીકનું
(તાત્કાલિક બનતું) જ જોનાર (વિચારનાર). ૨. દૂર દૃષ્ટિ : પ્રૌઢ વ્યક્તિની જેમ દૂરનું વિચારનાર. ૩. રાગ દૈષ્ટિઃ જેના પર પોતાને પ્રેમ છે તે પુત્રો, પતિ,
જમાઇ, પત્ની વગેરેને (સેંકડો દુર્ગુણો હોવા છતાંય)
જેને ખૂબ જ સારા લાગે છે. ૪. તેષ દૃષ્ટિ : ગુણોને પણ દોષરૂપે જોનાર. ૫. ગુણ દૃષ્ટિ: માત્ર ગુણને જ જોનાર, ગંધાતા કૂતરીના
ક્લેવરમાંથી પણ શ્રીકૃષ્ણની જેમ સફેદ દાંત જોનાર. દોષ દૃષ્ટિ : માત્ર દોષને જ જોનાર. જેમ કાગડા, માખી વગેરે શરીરના સુંદર ભાગ છોડી ચાંદા પર જ
બેસે તેમ ગુણો છોડી માત્ર દોષો જ જુએ તે. ૭. ગુણ-દોષ દૃષ્ટિ : કોઇ લેખક, કવિ, વક્તા કે
તપસ્વીની પ્રશંસા કરી પછી એક એવો દોષ બતાવે કે જેથી બધા જ ગુણો દબાઇ જાય. આત્મ દૃષ્ટિ: લોકો પ્રશંસા કરે છતાં પણ પોતાના દોષો જોઇને રડે. પેલો મોર જોયો છે ને? કહેવાય છે કે એના નૃત્ય વખતે જોનારા ભલે પ્રસન્ન થતા હોય, પણ તે તો પોતાના પગની કદરૂપતા જોઇ રડતો હોય છે.
| આકાશગંગા • ૧૮૫ |