________________
૧૯. ભક્તિ | (દર્શન, પૂજન, નમસ્કાર ઇત્યાદિ) - પરમાત્મા : નાસ્તિક માટે પરમાત્મા ઝીરો (0) છે. આસ્તિક માટે પરમાત્મા પૂર્ણવિરામ (.) છે. શૂન્ય અંદરથી પોલું છે. પૂર્ણવિરામ નક્કર છે. જ પાંચ કલ્યાણકથી પાંચ આશ્રવ જાય : ૧. ચ્યવન : મિથ્યાત્વ જાય. ૨. જન્મ : અવિરતિ જાય. ૩. દીક્ષા : પ્રમાદે જાય. ૪. કેવળ જ્ઞાન : કષાય જાય.
૫. મોક્ષ : યોગ જાય. જ પ્રભુ જન્મ વખતે આનંદ શા માટે ? પ્રભુ વીરના જન્મ વખતે આનંદનું કારણ બતાવતાં સૌએ કહ્યું : ઋજુવાલુકા નદી : મારા કિનારે કેવળજ્ઞાન થશે. કમળો : મારા પર પ્રભુના પગલા પડશે. મેરુ પર્વત : મને પ્રભુના ચરણનો સ્પર્શ થશે. વૃક્ષો : અમને નમસ્કાર કરવા મળશે. વાયુ : અમે અનુકૂળ બનીશું. પંખી ; અમે પ્રદક્ષિણા આપીશું. સૂર્ય-ચંદ્ર : અમે મૂળ વિમાને પ્રભુના દર્શન કરવા આવીશું. સૌધર્મેન્દ્રઃ હું પાંચ રૂપ કરી બળદ બની પ્રભુનો અભિષેક કરીશ. ચમરેન્દ્રઃ હું મચ્છર બનીને પ્રભુ ચરણનું શરણું સ્વીકારીશ. પૃથ્વી : અમારામાં વર્ષોથી દટાયેલા નિધાનોનો દાન માટે સદુપયોગ થશે.
માનવો : ધર્મતીર્થની સ્થાપના થશે.
પશુ-પંખીઓ : અમે પણ ધર્મદેશના સાંભળી શકીશું, સમજી શકીશું. ત્રિકાલાતીત બની પ્રભુ ભકિત કરો : ત્રણેય કાળથી મુક્ત થઇ ઇશ્વરને ભજો . ભૂતકાળને યાદ કરશો તો શોકાદિમાં ખૂંપી જશો. વર્તમાનને યાદ કરશો તો મોહ-માયામાં ફસાઇ જશો.
ભવિષ્યકાળને યાદ કરશો તો ચિંતાના કાદવમાં ખૂંપી જશો. જ ભક્તિ માપવા માટે :
દૂધની ઘનતા માપવા લેક્ટોમીટર, વીજળીનું દબાણ માપવા વોલ્ટમીટર, હવાનું દબાણ માટે બેરોમીટર, ગરમી માપવા માટે થર્મોમીટર, તેમ પ્રભુભક્તિ માપવા માટે ચિત્ત પ્રસન્નતા. To Live (જીવન) થી To Love (પ્રેમ) સુધી : જીવન શા માટે ? જીવવા માટે. જીવવું શા માટે ? કંઇક કરવા માટે. કંઇક કરવું શા માટે ? સત્કર્મ કરવા માટે. સત્કર્મ શા માટે ? જીવો સાથે પ્રેમ કરવા માટે. જીવોનો પ્રેમ શા માટે ? ભગવાન સાથે પ્રેમ કરવા માટે. Live (શિવ) અને Love (લવ)માં ફરક કેટલો ? અને 0 નો જ માત્ર ફરક. એ અહંનું, સ્વાર્થનું પ્રતીક છે. 0 એ શૂન્યનું – અહં રહિતતાનું પ્રતીક છે. તો વિશ્વનું વાસ્તવિક સત્ય આ જ છે કે આઇ-I (અહં)ને o - ઓ (શૂન્ય)માં પરિવર્તિત કરી દો. સ્વાર્થી મટીને પ્રભુપ્રેમી બનો.
ન આકાશગંગા • ૬૯ F
આકાશગંગા • ૬૮