________________
વચન ક્ષમા ઃ મારા પ્રભુની આજ્ઞા છે કે ક્ષમા રાખવી. આજ્ઞામાં બીજો કશો વિચાર હોય જ નહિ. આવા વિચારપૂર્વક રાખવામાં આવતી ક્ષમા.
સ્વભાવ ક્ષમા : ક્ષમા એ તો મારો ધર્મ છે, સ્વભાવ છે. એને હું કઇ રીતે છોડી શકું ? શું ચંદનને કોઇ કાપે, ઘસે કે બાળે છતાં તે કદી સુગંધ રેલાવવાનું કામ છોડી દે છે ? સુવાસ ચંદનનો સ્વભાવ છે. ક્ષમા મારો સ્વભાવ છે. આવી ભાવનાથી રહેતી સહજ ક્ષમા. * આટલું સહન નહિ કરો ?
સેવાભાવી માણસનો ગુસ્સો તમે સહન કરો છો. કમાઉ દીકરાનો રોફ સહન કરો છો.
દૂઝણી ગાયની લાત સહન કરો છો.
૪.
૫.
દર્દ દૂર કરતી દવાની કડવાશ સહન કરો છો. તો ભાવિમાં અનંત લાભ આપનાર
તપ આદિ ધર્મનું થોડું કષ્ટ સહન નહિ કરો ?
થોડા કડવા વેણ સહન નહિ કરો ?
* ક્ષમાપના :
આપણો આચાર-વૈભવ છે. ચૈતન્યની પ્રતિષ્ઠા છે.
→ સમાજનું ચાલક બળ છે. પ્રકાશનો-પ્રેમનો અરૂણોદય છે. વ્યક્તિગત જીવનનું અમૃત છે.
જીવિત યજ્ઞ છે, જેમાં અહંકારની આહુતિ અપાય છે. વિષય મુક્તિ, કષાય મુક્તિ, ઋણ મુક્તિ, જીવન મુક્તિ કરાવીને છેલ્લે ભવ-મુક્તિ કરાવે છે.
આકાશગંગા = ૧૪૨
* ક્ષમાપના આપે છે :
શાંતિ, સુખ અને પ્રશાંતવાહિતા સંબંધોમાં મધુરતા, સૌમ્યતા અને સુચારૂતા. ભયથી રક્ષણ.
***
30. સંગઠન - મૈત્રી - પ્રેમ
* ત્રણ તાર...
તંબૂરામાં ત્રણ તાર હોય છે.
એક તાર બોલે છે : ડ... ... ... હું... બીજો તાર બોલે છે : ભ... ... ... ભૂં
ત્રીજો તાર બોલે છે : ટર્... નન... નન...
એકેક તાર અવાજ કરે છે ત્યારે શ્રોતાઓને આનંદ નથી આવતો, પણ જ્યારે ત્રણેય સાથે મળીને વાગે છે ત્યારે સાંભળનારા આનંદથી ઝૂમી ઊઠે છે.
આ છે સંગઠનનો પ્રભાવ !
* શરીરનું સંગઠન :
સંગઠનનો મહિમા બીજે ક્યાં જોવા જઇએ ? આપણા શરીરમાં જ જુઓ ને ! હાથ-પગ-નાક-આંખ વગેરે કેવા સંપીને કામ કરે છે ?
જો કે બધા અંગો જુદા-જુદા છે. પોતાનું નક્કી કરેલું કાર્ય જ કરે છે. આંખ જોવાનું જ કામ કરે છે, સાંભળવાનું કે ચાખવાનું કામ નથી કરતી. તે રીતે સર્વ અંગો પોત-પોતાના કાર્યમાં તલ્લીન છે, છતાં આ બધા જ શરીરમાં રહીને કાર્ય કરી શકે છે, જુદા થઇને નિહ.
આકાશગંગા = ૧૪૩