________________
* વિદ્યા માટે ૪ યોગ્ય :
૧. વિનીત (અભિમાન નહિ)
૨. જિતેન્દ્રિય (લોભ નહિ)
૩. ક્ષમાશીલ (ક્રોધ નહિ)
૪. સરળ (માયા નહિ)
* સ્વાધ્યાય :
જાપથી થાક લાગે તો ધ્યાન કરો. ધ્યાનથી થાક લાગે તો જાપ કરો. પણ બંનેથી થાક લાગે તો શું કરવું ? તો સ્તોત્ર બોલો અને સ્વાધ્યાય કરો.
* જ્ઞાન માટેના છ દ્વાર :
૧. ક્યાં ?
૨.
ક્યારે ?
૩.
શું ?
૪.
શા માટે ?
૫.
કેમ ?
૬. કોણ ?
* વિદ્યાના અર્થીએ આ ૮ ચીજો છોડી દેવી જોઇએ :
૧. કામ
૨.
ક્રોધ
લોભ
૩.
૪.
૫.
૬.
સ્વાદિષ્ટ ચીજ
શ્રૃંગાર
ખેલ તમાશા
- શ્રાદ્ધવિધિ
આકાશગંગા ૭ ૧૨૦
૭.
અતિનિદ્રા ૮. અતિસેવા
* બુદ્ધિમાન બનવું હોય તો આટલું કરજો : રખડજો થોડું પણ વાંચજો ઘણું. વાંચજો થોડું પણ વિચારજો ઘણું. વિચારજો થોડું પણ આચરજો ઘણું. બોલજો થોડું પણ સાંભળજો ઘણું.
સાંભળજો થોડું પણ ઊતારજો ઘણું.
શિખામણ આપજો થોડી પણ લેજો ઘણી.
*
C
* કામ લાગે છે :
∞ અગ્નિનો અંશ હોય તો ફૂંક કામ લાગે છે.
શ્વાસ ચાલુ હોય તો દવા કામ લાગે છે.
કાન હોય તો શબ્દો સાંભળી શકાય છે.
C
આંખ હોય તો રૂપ જોઇ શકાય છે.
વિવેક (જ્ઞાન) હોય તો ધાર્મિક કે વ્યાવહારિક ઉન્નતિ થઇ શકે છે.
* ત્રણ કારણે અંધારું :
(સૂર્ય આથમવાથી અંધારું થાય છે ? ના... ખરું અંધારું તો નીચેના આ ત્રણ કારણોથી થાય છે.)
૧. અરિહંત ભગવાનનો વિચ્છેદ થવાથી.
૨. અરિહંતે કહેલ ધર્મનો વિચ્છેદ થવાથી. ૩. પૂર્વોના જ્ઞાનનો વિચ્છેદ થવાથી.
(સૂર્યની ગેરહાજરીમાં થયેલું અંધારું દીવા વગેરે દ્વારા દૂર કરી શકાશે... પણ આ ભાવ-અંધારું શે હટાવવું ?)
- ઠાણંગ ૩/૧
આકાશગંગા - ૧૨૧ -