________________
ખરી વાત છે. આ જગતમાં સર્વોપરિ માણસ છે. માણસ છે માટે જ સોના-હીરાની કિંમત છે. જ્યાં માણસો નથી ત્યાં રહેલા હીરાઓનો ભાવ પણ કોણ પૂછે છે ? * ‘માણસ’ને વ્યવસ્થિત ગોઠવો :
દુનિયાના નકશાના ટૂકડે-ટૂકડા કરી પિતાજીએ છોકરાને આપ્યા અને કહ્યું : તું બધા ટૂકડાને વ્યવસ્થિત કરી નકશો ગોઠવી આપ.
છોકરો પ્રયત્ન કરતો રહ્યો... પણ કલાકો સુધી ઠેકાણું પડ્યું નહિ. અચાનક જ તેની નજર એક ટુકડા પાછળ રહેલા માણસના અંગ પર ગઇ. તેને ઝબકારો થયો : ચોક્કસ પાછળ માણસનું ચિત્ર છે અને તે માણસના ચિત્રને વ્યવસ્થિત ગોઠવતો ગયો અને આશ્ચર્ય ! બીજી બાજુ દુનિયા પણ વ્યવસ્થિત ગોઠવાઇ ગઇ.
હા... માણસ દુનિયાને કદી વ્યવસ્થિત નહિ બનાવી શકે, પણ જો પોતાની જાતને વ્યવસ્થિત બનાવશે તો તેના માટે દુનિયા તરત જ વ્યવસ્થિત બની જશે.
* જન - દુર્જન - મહાજન :
હે માનવ ! તું જન છે.
તું ધારે તો સજ્જન પણ થઇ શકે અને દુર્જન પણ થઇ શકે અને આગળ વધીને મહાજન પણ બની શકે.
મહાજન થવામાં તારી જીત છે.
સજ્જન થવામાં તારી સફળતા છે.
દુર્જન થવામાં તારી હાર છે.
• બીજાની ભલાઇમાં જ પોતાની ભલાઇ :
તમે વિદ્વાન છો ? તો તમે સરળતાથી બીજાને શીખવો. તમે શિલ્પી છો ? તો તમારી શિલ્પકળા નિઃસ્પૃહભાવે બીજાને આપો.
આકાશગંગા - ૫૦
તમે વક્તા છો ? તો પ્રવચનો દ્વારા નીતિમાર્ગનું પ્રકાશન કરો. તમે લેખક છો ? તો ઉન્નતિપ્રેરક વિચારો દ્વારા લોકોનું જીવન ઉન્નત બનાવો.
તમે ડૉકટર છો ? તો રોગગ્રસ્ત જીવોને આરોગ્ય આપો. તમે નવરા રહો તે ન ચાલે. તમારી પાસે જે કંઇ પણ છે, તે બીજાને આપતા રહો. બીજાને સુખી કરવાની ભાવનાથી જ્યારે તમે કંઇક પણ કરો છો, ત્યારે તમારો અંતરાત્મા અવશ્ય સુખી થાય છે. કારણ કે બીજાની ભલાઇમાં જ આપણી ભલાઇ છૂપાયેલી હોય છે.
* માનવ : વિચિત્ર ફળ :
કેરી પાકે ત્યારે મીઠી થાય. મોસંબી, સંતરા, સફરજન વગેરે ફળો પણ પાકે તેમ મીઠા થાય, પણ એક ફળ એવું છે કે જે પાકે તેમ કડવું થાય. કયું ફળ ? કહી દઉં ? સાંભળો. એ ફળનું નામ છે : ‘મનુષ્ય’. (અલબત્ત દુર્જન)
* હાય ! તારું જીવન !
હે માનવ ! તું જન્મ લેતો હતો ત્યારે તારા મુખ પર રૂદન હતું. તું અત્યારે જીવી રહ્યો છે, પણ તારી ફરિયાદો ચાલુ છે. તું મરીશ ત્યારે કદાચ તારા મુખ પર નિરાશા હશે ! જન્મમાં રૂદન જીવનમાં ફરિયાદ
મરણમાં નિરાશા
હાય માનવ ! તારું જીવન !
* જીવનમાં ગણિતના ચાર હિસ્સા :
ગણિતના ચારેય હિસ્સા જીવનમાં આવી જાય છે. આકાશગંગા - ૫૧