Page #1
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 959 શ્રી વ્યાખ્યાનસાર - 2 11 મોરબી, અસાડ સુદ 4, 1956 1 જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. 2 વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. 3 વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું. 4 જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. 5 છદ્મસ્થ એટલે આવરણયુક્ત. 6 શૈલેશીકરણ= શૈલ પર્વત ઈશ=મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા. 7 અકંપ ગુણવાળા=મન,વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. 8 મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? 9 આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. 10 ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.). 11 સગર ચક્રવર્તીની કથા. ( 60000 પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય.) 12 નમિરાજર્ષિની કથા. ( મિથિલા બળતી દેખાડી વગેરે.) 2 મોરબી, અષાડ સુદ 5, સોમ, 1956 1 જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું. 1 સં. 1956 ના અસાડ-શ્રાવણમાં શ્રીમની મોરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતોવખત કરેલ ઉપદેશનો સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ.
Page #2
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 2 આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યે વૈશયને ક્ષત્રિય સાથે ભેળવ્યા. 3 ‘ઓસવાળ’ તે ‘ઓરપાક’ જાતના રજપૂત છે. 4 ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં. 5 આયુ:કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય. 6 અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. 7 દર્શન રોકાયે જ્ઞાન રોકાય. 8 ણેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. વજન તેવાં કાટલાં. 9 જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશમાં, દૂરબીન આદિ પહેલા(પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા(ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણ છે. મોરબી, અષાડ સુદ 6, ભોમ, 1956 1 ક્ષયોપશમસમ્યકત્વને વેદકસમ્યકત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યક્ત્વ તે વાસ્તવિક રીતે વેદકસમ્યક્ત્વ છે. 2 પાંચ સ્થાવર એકેંદ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. 3 શ્રી તીર્થકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં, તેમ જ પહેલું, બીજુ તથા ત્રીજું પણ ન સ્પ. 4 વર્ધમાન, હીયમાન અને સ્થિત એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પરિણામની ધારા સમ્યકત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હોય; અને ચારિત્રઆશ્રયી ભજના. 5 ક્ષાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજુ, ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 6 ઉદય બે પ્રકારનો છે. એક પ્રદેશોદય, અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય દેખીતી) રીતે વેદાય છે; અને પ્રદેશોદય અંદરથી વેદાય છે. 7 આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે. 8 આયુષપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. બીજી પ્રકૃતિઓ તે ભવમાં વેદાય, અને અન્ય ભવમાં પણ વેદાય. 9 જીવ જે ભવની આયુષપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિનો ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. 10 આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી. 11 ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સો વર્ષની આયુઃકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે; તેમાંથી તે એંસીમે વર્ષે અધુરે આયુષે મરણ પામે તો બાકીનાં વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમાં વર્ષથી નથી; તેથી કરીને આયુષઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી. 12 સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુકર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે, પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. 13 આયુકર્મ પૃથ્વી સમાન છે, અને બીજાં કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) 14 આયુષના બે પ્રકાર છેઃ- (1) સોપક્રમ અને (2) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. 15 ઉપશમ સમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. 16 ચક્ષુ બે પ્રકારે :- (1) જ્ઞાનચક્ષુ અને (2) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મદર્શકાદિ યંત્રોથી જુદા જ સ્વરૂપે દેખાય છે, તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી.
Page #4
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. મોરબી, અષાડ સુદ 7, બુધ, 1956 1 શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાકૃત) રચેલ છે. પ્રાભૃતભેદ :- દર્શનપ્રાકૃત, જ્ઞાનપ્રાકૃત, ચારિત્રપ્રાભૃત, ભાવપ્રાભૃત, ઇત્યાદિ. દર્શનપ્રાકૃતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુધ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાવ્યેથી જ મુક્તિ થાય છે. 2 ચારિત્રપ્રાભૃત. 3 દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. 4 દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. 5 સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. 6 શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. 7 આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવાથી તરત પ્રાપ્ત થાય છે. 8 પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે. 9 દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. 10 પર્યાય ઉત્પાદવ્યયવંત છે. 11 છયે દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ - ક્ષણિકવાદી=પર્યાયરૂપે ‘સત’ છે. વેદાંત - સનાતન દ્રવ્યરૂપે ‘સ’ છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે ‘સ” છે. 12 જીવ પર્યાયના બે ભેદ છે:- સંસારપર્યાય અને સિદ્ધપર્યાય. સિદ્ધપર્યાય સો ટચના સોનાતુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સોનાતુલ્ય છે. 13 વ્યંજનપર્યાય.
Page #5
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 14 અર્થપર્યાય. 15 વિષયનો નાશ (વેદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે, ને નવમાં ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. 16 જે ગુણ પોતાને વિષે નથી તે ગુણ પોતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યાદ્રષ્ટિ જાણવા. 17 જિન અને જૈન શબ્દનો અર્થ : “ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસેં, મતવારા સમજે ન.” - સમયસાર 18 સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષદર્શનમાં સમાય છે, અને તે ષડ્રદર્શન જૈનમાં સમાય છે. 19 વીતરાગનાં વચનો વિષયનું વિરેચન કરાવનારાં છે. 20 જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે, પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. 21 બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. 22 ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. 23 જ્ઞાનીઓ જોકે વાણિયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા) છે, તોપણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે. અર્થાત છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી, અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. 24 જ્ઞાની ઉદયને જાણે છે, પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. 25 ઇંદ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઇંદ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. 26 બારમા ગણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. 27 મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં. આપણાથી ન સમજાય તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેનું જ્ઞાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગોએ
Page #6
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. કાંઈ ભેદ જોવામાં આવે તો તેમ થવું ક્ષયોપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી. 28 જ્ઞાનીઓ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, પાંચે ઇંદ્રિયો પૂર્ણ હતી; (પાંચે ઇંદ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય.) છતાં આ સંસાર (ઇંદ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે. 29 અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહર્તમાં મુક્તપણું બતાવ્યું છે ! 30 જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહુર્તમાં મુક્ત થાય છે. 31 અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે, પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઈ કહે છે, યદ્યપિ જો તેનો સાચો, જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા, અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં. 32 વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિષે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું. | મોરબી, અષાડ સુદ 8, ગુરૂ, 1956 1 ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે. 2 સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સોના માફક શુદ્ધ છે. 3 કર્મ વડે સુખદુઃખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઇચ્છકને માટે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. 4 તે માર્ગ (મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. 5 જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે ‘સમ્યજ્ઞાન'. 6 જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ તત્ત્વો છે. અત્રે પુણ્ય, પાપ આસવમાં ગણેલાં છે. 7 જીવના બે ભેદ - સિદ્ધ અને સંસારી.
Page #7
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. સિદ્ધ :- સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છે :- (1) તીર્થ. (2) અતીર્થ. (3) તીર્થકર. (4) અતીર્થકર. (5) સ્વયંબુદ્ધ. (6) પ્રત્યેકબુદ્ધ. (7) બુદ્ધબોધિત. (8) સ્ત્રીલિંગ. (9) પુરુષલિંગ. (10) નપુંસકલિંગ. (11) અન્યલિંગ. (12) જૈનલિંગ. (13) ગૃહસ્થલિંગ. (14) એક. (15) અનેક. સંસારી :- સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. એક પ્રકારે: સામાન્યપણે ‘ઉપયોગ’ લક્ષણે સર્વ સંસારી જીવો છે. બે પ્રકારે : ત્રસ, સ્થાવર અને વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત ત્રાસપણું પામ્યા છે તે ‘વ્યવહારરાશિ’. પાછા તે સુક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે ‘વ્યવહારરાશિ.” અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રસપણું પામ્યા નથી તે “અવ્યવહારરાશિ.” ત્રણ પ્રકારે : સંયત, અસંયત અને સંયતાસંયત અથવા સ્ત્રી, પુરુષ ને નપુસંક. ચાર પ્રકાર: ગતિ અપેક્ષાએ. પાંચ પ્રકાર: ઇંદ્રિય અપેક્ષાએ. છ પ્રકારે : પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને વ્યસ. સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.) આઠ પ્રકારે : અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદન, રસજ, સંમૂઈન, ઉભિજ અને ઉપપાદ. નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેંદ્રિય. દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેંદ્રિય. અગિયાર પ્રકારે: સુક્ષ્મ, બાદર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેંદ્રિયમાં જલચર, સ્થલચર, નભશ્ચર, મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકારે : ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિગોદનો). ચૌદ પ્રકારે : ગુણસ્થાનકઆશ્રયી, અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકસેન્દ્રિય તથા સંજ્ઞી, અસંજ્ઞી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત.
Page #8
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે. 6 મોરબી, અષાડ સુદ 9, શુક, 1956 1 ‘જાતિસ્મરણજ્ઞાન’ વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશે . જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં, આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે 2 એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં ? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્કુરાયમાન કેમ ન થાય ? તેનાં કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણો બતાવ્યાં છે. ‘જાતિસ્મરણજ્ઞાન’ એ મતિજ્ઞાનનો ભેદ છે. એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જમ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તો થાય છે, તેમ જો પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયોપશમાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો ‘જાતિસ્મરણજ્ઞાન’ થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી ‘જાતિસ્મરણજ્ઞાન’ ન થાય. કદાપિ સ્મૃતિનો કાળ થોડો કહો તો સો વર્ષનો થઈને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે પંચાણું વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ, પણ જો પૂર્વસંજ્ઞા કાયમ હોય તો સ્મૃતિમાં રહે. 3 આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણો :
Page #9
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. (1) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. (2) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. 4 નિઃસંગપણું એ વનવાસીનો વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિઃસંગપણું થાય નહીં. 5 સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહુર્તની છે. 6 ‘અમે સમજ્યા છીએ', ‘શાંત છીએ', એમ કહે છે તે તો ઠગાયા છે. 7 સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી, પણ તે ધ્યાનમાં રાખવાનું છે. 8 પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે, પોતાનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. 9 'ગ્રંથિના બે ભેદ છે - એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ ઇ0); બીજી ભાવ, અભ્યન્તર ગ્રંથિ (આઠ કર્મ ઇ0). સમ્યફપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે ‘નિર્ગથ.” 10 મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રનો ત્યાગ હોય, તોપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે ? 11 સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી. 12 રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેના સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. 13 રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. 1 ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા 1070, 1071, 1074, 1075.
Page #10
--------------------------------------------------------------------------
________________ 10 Errorl Reference source not found. Error! Reference source not found. 14 આયુઃકર્મ સંબંધી :- (કર્મગ્રંથ) (અ) અપવર્તન વિશેષકાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભોગવાય. (આ) ‘ત્રટ્ય’ શબ્દનો અર્થ ‘બે ભાગ થવા’ એમ કેટલાક કરે છે; પણ તેમ નથી. જેવી રીતે “દેવું ત્રચ્યું’ શબ્દ ‘દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધું’ના અર્થમાં વપરાય છે, તેવી રીતે “આયુષ તૂટ્ય શબ્દોનો આશય જાણવો. (ઇ) “સોપક્રમ' = શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. (ઈ) નિરુપમ નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે હોય છે. (ઉ) પ્રદેશોદય= પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે ‘પ્રદેશોદય’. પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. (9) ‘અનપવર્તન’ અને ‘અનુદીરણા' એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે ‘ઉદીરણા'માં આત્માની શક્તિ છે, અને ‘અપવર્તનમાં કર્મની શક્તિ છે. (એ) આયુષ ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે. 15 અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. 16 પરિણામની ધારા એ ‘થરમૉમિટર’ સમાન છે. મોરબી, અષાડ સુદ 10, શનિ, 1956 1 મોક્ષમાળામાંથી : અસમંજસતા =અમળતાપણું, અસ્પષ્ટતા. વિષમ=જેમતેમ. આર્ય = ઉત્તમ. ‘આર્ય’ શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ-પ્રકાર, ભેદ, વિભાગ. ભયંત્રાણ ભયથી તારનાર, શરણ આપનાર.
Page #11
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 2 હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું. તેમ પોતે પણ રાજઅન્નનો કોળિયો લીધો નહોતો એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરૂ દેવચંદ્રસૂરિ હતા. મોરબી, અષાડ સુદ 11, રવિ, 1956 8 1 સરસ્વતી જિનવાણીની ધારા. 2 (1) બાંધનાર, (2) બાંધવાના હેતુ, (3) બંધન અને (4) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેત્રે કહ્યું છે. 9 મોરબી, અષાડ સુદ 12, સોમ, 1956 1 શ્રી યશોવિજયજીએ ‘યોગદ્રષ્ટિ' ગ્રંથમાં છઠ્ઠી કાંતાદ્રષ્ટિ ને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગસુખ સિવાય બીજું સુખ નિઃસત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે. પાંચમી ‘સ્થિરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી ‘પરાદ્રષ્ટિ'માં બતાવ્યું છે કે ‘પરમાવગાઢ સમ્યકત્વ’ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય. 2 ‘પાતંજલ યોગ'ના કર્તાને સમ્યકત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે. 3 હરિભદ્રસૂરિએ તે દ્રષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે, અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. 4 ‘યોગદ્રષ્ટિ'માં છયે ભાવ- ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક, અને સાન્નિપાતિક-નો સમાવેશ થાય છે. એ છ ભાવ જીવના સ્વતત્વભૂત છે. 5 જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં ‘અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન 6 ઠું) 6 જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. 7 સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે, પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે. 8 દિગંબરનાં તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો.
Page #12
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 9 ‘શાલ્મલિ વૃક્ષ' નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વર્જતાં, નંદનવન સમાન છે. 10 જિનમુદ્રા બે પ્રકારે છે :- કાયોત્સર્ગ અને પદ્માસન, પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ મુખ્યત્વે આ બે આસનો છે. 11 प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः। करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव।। 12 ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે ! 13 તીર્થ તરવાનો માર્ગ. 14 અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજુ નામ ‘લાભાનંદજી' હતું. તેઓ તપગચ્છમાં થયા છે. 15 વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે. 16 “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંય પસારીને, કહે ઉદધિવિસ્તાર.” 17 ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છે:- (1) જડ તે જડાત્મકપણે વર્તે છે. (2) ચૈતન્ય- સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે. (3) સિદ્ધ- શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. 10 મોરબી, અષાડ સુદ 13, ભોમ, 1956 1 ‘ભગવતી આરાધના’ જેવાં પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતઘ્ની થાય છે; તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષઓને જ એ લાભકારી છે. 2 મોક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે. અગમ્ય :- માત્ર વિભાવદશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી.
Page #13
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. સરળ :- મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં, અર્થાત તેમ ભણવામાં આવતાં હોય તો કોઈ દિવસ પાર આવે નહીં, પણ તેની સંકલના છે, ને તે શ્રી ગુરૂદેવ બતાવે છે કે અંતર્મુહુર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. 3 આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તોપણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખદશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તો તલ્લણ મુક્ત થાય. 4 પરમશાંત રસમય ‘ભગવતી આરાધના’ જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે. 5 આ આરા(કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગો વારંવાર બને, તેથી આયુષની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી. મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તો છેક જ સાંકડો માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવો. તેથી જ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે. 6 કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે, નહીં તો ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે. 7 વર્તમાનમાં દ્રષ્ટિરાગાનુસારી માણસો વિશેષપણે છે. 8 જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરૂની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં. 9 સામાયિક-સંયમ. 10 પ્રતિક્રમણ =આત્માની ક્ષમાપના, આરાધના. 11 પૂજા = ભક્તિ. 12 જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે, અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે.
Page #14
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. 14 Error! Reference source not found. 13 અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગોએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં, તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? 14 જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરૂએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ(શાંતિ)નો માર્ગ અટકતો નથી. 15 યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. 16 વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. 17 જોકે હમણાં જ તમો સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણનો નાશ થાય, તેમ થાય. ક્ષયોપશમ પ્રમાણે સમજી શકાય છે. 18 તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે. તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો ? વાદવિવાદ કે મતભેદ શાનો ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. 11 મોરબી, અષાડ સુદ 14, બુધ, 1956 1 પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યું કામ આવે છે; આરાધના થઈ શકે છે. 2 યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયઃ કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તોપણ છદ્મસ્થ અવસ્થાને લીધે દોઢસો ગાથાના સ્તવન મધ્યે સાતમાં ઠાણાંગસૂત્રની શાખ આપી છે તે મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદ્દેશે માલૂમ પડે છે. આ ઠેકાણે અર્થ-કર્તાએ ‘રાસભવૃત્તિ' એટલે પશતુલ્ય ગણેલ છે, પણ તેનો અર્થ તેમ નથી. ‘રાસભવૃત્તિ’ એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય
Page #15
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. તોપણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લોટી જવાનું તેને મન થાય છે, તેમ વર્તમાન કાળે બોલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે. 3 ‘ભગવતી આરાધના’ મધ્યે લેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે. 4 પરિણામ ત્રણ પ્રકારનાં છે : હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમનાં બે છદ્મસ્થને હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકંપ શૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે. 5 તેરમે ગુણસ્થાનકે લેયા તથા યોગનું ચલાચલપણું છે, તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશય: સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દ્રષ્ટાંતે : જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા ગણાય. 6 ‘ચલઈ સો બંધ’, યોગનું ચલાયમાન થવું તે ‘બંધ'; યોગનું સ્થિર થવું તે અબંધ. 7 જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય. 8 ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય. અપવાદ એટલે આમ હોવું જોઈએ પણ તેમ ન બને તો આમ, અપવાદ માટે છીંડી શબ્દને વાપરવો બહુ જ હલકો છે. માટે તે વાપરવો નહીં. 9 ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે; ને તેથી જે ઊતરતો તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે, તેથી નીચેનાં ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. 10 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે. 11 મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે ‘આસવ', અને તેથી ઊલટું તે ‘સંવર'. 12 દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, ને તે મરડવા તે રૂપ ભૂલ, તે ભૂલથી દુ:ખ થાય છે એટલે બંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજ જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મઉદય સહેજે જ વિપાક આપી નિજેરે છે અને નવો બંધ થતો નથી.
Page #16
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 13 દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહઅપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી, પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરી માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જોકે જ્ઞાનમાં ફેર નથી તોપણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે. 14 જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉદય આવે. 15 જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઈ શકે છે. 16 જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાનો પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઈને હમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી. 17 જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી. 18 દેહ અને આત્માનો ભેદ પાડવો તે ‘ભેદજ્ઞાન', જ્ઞાનીનો તે જાય છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. 19 બીજાં ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં, ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઈએ; ને તે વેદતાં મુકેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પોતાનો માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. 20 પગલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તોપણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી, માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું ? 21 ‘જોગા પયડિયદેસા' યોગથી પ્રકૃતિ ને પ્રદેશબંધ થાય છે. 22 સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે. 23 આઠવિધ, સાતવિધ, છવિધ, ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે.
Page #17
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. 17 Error! Reference source not found. 12 મોરબી, અષાડ સુદ 15, ગુરૂ, 1956 1 જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ. 13 મોરબી, અષાડ વદ 1, શુક્ર, 1956 1 ‘દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામનો શબ્દાર્થ ‘કલ્યાણ જેને માન્ય છે,’ એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો સ્લોક છે: 'देवागमनभोयानचामरादिविभूतयः मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्.' આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય-સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.) આ આચાર્યે કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. 2 આપ્તનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવાં હોવાં જોઈએ તે સંબંધી ‘તત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છેઃ 'मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तद्गुणलब्धये.' સારભૂત અર્થઃ- “મોક્ષમાર્ગમ્ય નેતારં’, (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી “મોક્ષનું ‘અસ્તિત્વ', માર્ગ', અને ‘લઈ જનાર’ એ ત્રણ વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ‘ભેસ્તાર કર્મભૂભુતા' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે, એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા
Page #18
--------------------------------------------------------------------------
________________ 18 Errorl Reference source not found. Error! Reference source not found. કોણ ? વર્તમાન દેહે જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. ‘જ્ઞાતાર વિશ્વતત્ત્વાનાં' (વિશ્વતત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે તગુણલબ્ધયે' (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. 3 મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહીં, એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં. 4 ‘ભગવતી આરાધના’ ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે. 5 કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. 6 કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી. 7 કર્મગ્રંથ મુખ્યપણે કરણાનુયોગમાં સમાય. 8 ‘પરમાત્મપ્રકાશ’ દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે. 9 નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુઃખ છે. 10 કાયક્લેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યક્તા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાધ્યદશા અનુભવે છે, તો પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ? 11 દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. 12 અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે “મુક્તિ'. 13 મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે. 14 પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે ‘પ્રમાદ.” 15 યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. 16 રાગ અને દ્વેષ એ આકર્ષણ.
Page #19
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. 19 Error! Reference source not found. 17 સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે, એટલે કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે. 18 અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. 19 જિનપૂજાદિ અપવાદમાર્ગ છે. 20 મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં, તીર્થકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે. પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. સુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીયકર્મ છે. 21 “જે પુમાન પરધન હરે, સો અપરાધી અન્ન : જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ.” - શ્રી બનારસીદાસ શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા. 22 “પ્રવચનસારોદ્ધાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઈએ : 1. સંઘયણ. 2. ધીરજ. 3. શ્રત. 4. વીર્ય. 5. અસંગતા. 23 દિગંબરદ્રષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરદ્રષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હોવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. ‘નો વિમોક્ષમાળો, સેસ 2 મ્મતથી સવે.' વળી ‘નાગો એ બાદશાહથી આઘો એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. 24 ચેતના ત્રણ પ્રકારની છેઃ- (1) કર્મફળચેતના- એકેંદ્રિય જીવ અનુભવે છે. (2) કર્મચેતના વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (3) જ્ઞાનચેતના- સિદ્ધપર્યાય અનુભવે છે. 25 મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. 1 પરધન=જડ, પરસમય. અપનો ધન=પોતાનું ધન, ચેતન, સ્વસમય. વિવાહર=વ્યવહાર કરે, વહેંચણ કરે, વિવેક કરે.
Page #20
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 14 મોરબી, અષાડ વદ 2, શનિ, 1956 1 પર્યાયાલોચન= એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. 2 આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દ્રષ્ટાંત : છ ઇંદ્રિયોમાં મન અધિષ્ઠાતા છે, અને બાકીની પાંચ ઇંદ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇંદ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે, તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. 3 જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. 4 જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને મૂકે 5 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે, અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. 6 એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે છે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. 7 પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી, પણ તેનું પરિણામવિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દ્રષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે. 8 અનાગાર જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. 9 અણગાર= ઘર વિનાના. 10 સમિતિ= સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદાસહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. 11 સત્તાગત–ઉપશમ. 12 શ્રમણ ભગવાન સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. 13 અપેક્ષા =જરૂરિયાત, ઇચ્છા. 14 સાપેક્ષ = બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે તે.
Page #21
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 15 સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ એકબીજાને લઈને. 15 મોરબી, અસાડ વદ 3, રવિ, 1956 1 અનુપપન્ન નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. રાત્રે 16 શ્રાવકઆશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. 1 જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. 2 ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. 3 જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. 4 મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે. 5 મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી. જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી, તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટાં પડે. 6 સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. 7 સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. 17 મોરબી, અસાડ વદ 4, સોમ, 1956 1 દિગંબરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં ‘કેવળજ્ઞાન’ શક્તિરૂપે રહ્યું છે. 2 શ્વેતાંબરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 3 ‘શક્તિ' શબ્દનો અર્થ ‘સત્તા'થી વધારે ગૌણ થાય છે. 4 શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. પ સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. 6 સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. 7 સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી આરાધના’ જોશો. 8 કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્યાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તેજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તેજસ પરમાણુથી. 9 કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. 10 આત્માના આઠ રુચક પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાત પ્રદેશ કહેવાય. 11 એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી છે દિશા. 12 નિયાણું એટલે નિદાન. 13 આઠ કર્મ બધાં વેદનીય છે; કારણ કે બધાં વેચાય છે; પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગયું છે. 14 કાર્મણ, તૈજસ, આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકના એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. 15 અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય મુખ્ય સ્થળો જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા નથી, પણ તે જરૂર છે. 16 વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. 17 જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 18 જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. 19 બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. 18 મોરબી, અષાડ વદ 5, ભોમ, 1956 1 ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. 2 જો એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તો અર્ધ પુગલ પરાવર્તન રહે એમ તીર્થંકરાદિએ કહ્યું છે. અંતવૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાનો આભાસ એની મેળે (સ્વભાવે જ) આત્મામાં થાય છે, અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત આત્મા ‘થરમૉમિટર’ સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી થરમૉમિટર આપે છે. જોકે થરમૉમિટર' તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતવૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે. એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે ‘પરિણામપ્રતીતિ છે. 3 વેદનીય કર્મ 1 4 નિર્જરાનો અસંખ્યાતગણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવ કરતાં સમ્યકદ્રષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.? 5 તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં ‘ગાઢ અથવા ‘અવગાઢ સમ્યકત્વ હોય છે. 6 ‘ગાઢ' અથવા “અવગાઢ’ એક જ કહેવાય. 7 કેવળીને ‘પરમાવગાઢ સમ્યકત્વ હોય છે. 8 ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે. 1 શ્રોતાની નોંધઃ- વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિષે સ્વાત્માશ્રયી વિચારવા શ્રીમદે કહ્યું. 2 એમ અસંખ્યાતગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ ચૌદમાં ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી.
Page #24
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. 24 Error! Reference source not found. 9 ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે. 10 દેવ, ગુરૂ, તત્વ અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છેઃ- (1) કસ, (2) છે, અને (3) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દ્રષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરૂ અને ધર્મ ખરા ગણાય. 11 શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે. 12 સમ્યફદ્રષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશમનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. 191 રાત્રે 1 અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે તફાવત. 2 પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે, અને તે એક અપવાદરૂપે છે. 20 મોરબી, અસાડ વદ 7, બુધ, 1956 1 આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે. 2 જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. 3 ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે, અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. 4 દશવૈકાલિકમાં પહેલી ગાથા : धम्मो मंगलमुक्किडं, अहिंसा संजमो तवो; 1 અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન સંબંધી ‘નંદીસૂત્ર” માં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધના’ માં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે; સ્થળ છે; એટલે મનના સ્થળ પર્યાય જાણી શકે; અને બીજું મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિવિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઇત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બતાવ્યો.
Page #25
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. 5 (આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે. 6 સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થકરનો અતિશય છે. 7 જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. 8 અત્યંત લેયાશુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દ્રષ્ટાંતે. 9 લબ્ધિ, સિદ્ધિ સાચી છે, અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી, તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. 10 લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. 11 આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે. 12 દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે. 13 “ગુરૂ ગણધર ગુણધર અધિક (સકલ), પ્રચુર પરંપર ઔર; વ્રતતપધર, તનુ નગનતર, વંદૌ વૃષ સિરમૌર.” - સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-ટીકા-દોહરો 3 ગણધર=ગણ-સમુદાયના ધરવાવાળા. ગુણધર=ગુણના ધરવાવાળા. પ્રચુર ઘણા; વૃષ= ધર્મ. સિરમૌર=માથાના મુકુટ.
Page #26
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 14 અવગાઢ=મજબૂત. પરમાવગાઢ ઉત્કૃષ્ટપણે મજબૂત. અવગાહ એક પરમાણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. શ્રાવક જ્ઞાનીના વચનના શ્રોતા; જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર. દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતાં છતાં શ્રાવક કે સાધુ હોઈ શકે નહીં. ઔદયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પારિણામિક ભાવે કહેવાય નહીં. સ્થવિર સ્થિર, જામેલ. 15 સ્થવિરકલ્પ જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રમર્યાદાએ વર્તવાનો, ચાલવાનો જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નક્કી કરેલો માર્ગ, નિયમ. 16 જિનકલ્પ =એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ. 21 મોરબી, અષાડ વદ 8, ગુરૂ, 1956 1 સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. ‘માર' એ શબ્દ જ “મારી’ નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. 2 જૈન સિવાય બીજા ધર્મોને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચઢી જાય છે. બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધ કર્યો છે, જે હજુ સુધી કાયમ છે. 3 બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ 4 બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગતસુખમાં તેઓની સ્પૃહા નહોતી. 5 હિંદુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તાઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી.
Page #27
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 22 રાત્રે 1 વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય બાર મુહર્તની છે, તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કષાય વગર એક સમયનો પડે, બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિર્જરે. 2 ઈર્યાપથિકી ક્રિયા ચાલવાની ક્રિયા. 3 એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક તથા વિષનાં દ્રષ્ટાંતો; જેમ ખોરાક એક જગાએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઇંદ્રિયને પહોંચે છે, ને દરેક ઇંદ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા તો એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઇંદ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખત મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે, પરંતુ તેની અસર અર્થાત વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તો ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે. અને તેને લીધે બીજી પ્રવૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઊતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે; એવો તેમાં સ્વભાવ રહેલો છે. 4 મૂળ કર્મપ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તોપણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ. 5 અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાળીસ કોડાકોડીની, અને મોહનીય(દર્શન મોહનીય)ની સિત્તેર કોડાકોડીની છે. 23 મોરબી, અષાડ વદ 9, શુક્ર, 1956 1 આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે. તેથી વધારે ભવનો ન કરી શકે. 2 કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવઆશ્રયી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે
Page #28
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. 28 Error! Reference source not found. આયુનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હોઈ શકે. 3 સિત્તેર કોડાકોડીનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવનો બંધ પડે. 24 મોરબી, અષાડ વદ 10, શનિ, 1956 1 વિશિષ્ટ-મુખ્યપણે-મુખ્યપણાવાચક શબ્દ છે. 2 જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવત થઈ જાય; અને ક્રિયા પણ કરી શકે નહીં; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છેઃ- (1) અભિસંધિ (2) અનભિસંધિ. અભિસંધિ આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે. અનભિસંધિ કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી. પરંતુ ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જો સમ્યકપણે થાય તો સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પોતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી, પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તો શું તે પહેલાં આંકડા નહોતા એમ કાંઈ કહી શકાશે ? નહીં જ. પોતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાંઘણાં પણ ખુલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાચળ હમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આટલા ખુલાસાથી બહુ લાભ થશે. 3 પારિણામિકભાવે હમેશાં જીવત્વપણું છે, એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. 4 મોહનીયકર્મ ઔદયિકભાવે હોય.
Page #29
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 5 વાણિયા અક્ષર બોડા લખે છે, પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુયોગમાં જ્ઞાનીઓએ વખતે બોડું લખ્યું હોય તો ભલે. બાકી કર્મપ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધો. 25 મોરબી, અષાડ વદ 11, રવિ, 1956 1 જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. 26 મોરબી, અષાડ વદ 12, સોમ, 1956 1 પ્રતિહાર તીર્થકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર=દરવાન. 2 શૂળ, અલ્પ-સ્થૂળ, તેથી પણ સ્થળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે; અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. 3 ‘નગ્ન' એ “આત્મમગ્ન.” 4 ઉપહત હણાયેલા. અનુપહત નહીં હણાયેલા. ઉપષ્ટભજન્ય આધારભૂત. અભિધેયક વસ્તુધર્મ કહી શકાય એવો. પાઠાંતર =એક પાઠની જગોએ બીજો પાઠ આવે છે. અર્થાતર કહેવાનો હેતુ બદલાઈ જાય છે. વિષમયથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વત્તેઓછું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. 5 સત્તા સમુદભૂત=સમ્યફપ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. 6 દર્શન = જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન.’ વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. 7 દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. 8 દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય.
Page #30
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. 20 Error! Reference source not found. 9 દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનમાં કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. 10 તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એકબીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. 11 શૂન્યવાદઃ કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. આયતન કોઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. ફૂટસ્થ અચળ, ન ખસી શકે એવો. તટસ્થ = કાંઠે; તે સ્થળે. મધ્યસ્થ = વચમાં. 27 મોરબી, અષાડ વદ 13, ભોમ, 1956 1 ચયાપચય =જવુંજવું, પણ પ્રસંગવશાત આવવુંજવું, ગમનાગમન. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચય = જવુંઆવવું. 2 આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી; ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. 3 શ્રી ‘આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષદનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મ છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઇત્યાદિ. 28 મોરબી, શ્રાવણ સુદ 3, રવિ, 1956 1 સાધુ સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે. યતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર. મુનિ =જેને અવધિ, મન:પર્યવ જ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે. ઋષિ બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ (1) રાજ૦ (2) બ્રહ્મ0 (3) દેવ૦ (4) પરમ૦ રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિક અક્ષીણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ, પરમર્ષિ કેવળજ્ઞાની.
Page #31
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 29 શ્રાવણ સુદ 10, સોમ, 1956 1 અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ “મોક્ષ', અને ઉત્કટ દશાએ ‘અમોક્ષ'. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના= અંશે; હોય વા ન હોય. વંચક= (મન, વચન, કાયાએ) છેતરનાર. 30 મોરબી, શ્રાવણ વદ 8, શનિ, 1956 'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स; सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मुक्खो.' અર્થ :- કર્મદ્રવ્યની એટલે પુગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સંમમ=સારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. 2 પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના યોગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય. 3 વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તેવો ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સોનામહોર, આદિને દ્રષ્ટાંતે. જેમ એક કુલડીમાં ઘણા વખત પહેલાં રૂપિયા, પૈસા, સોનામહોર નાખી હોય તે જ્યારે કાઢો ત્યારે તે ને તે ઠેકાણે તે જ ધાતુરૂપે નીકળે છે તેમાં જગોની તેમ જ તેની સ્થિતિનો ફેરફાર થતો નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી, તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે. 4 આત્માના હોવાપણા વિષે જેને શંકા પડે તે ‘ચાર્વાક' કહેવાય. 5 તેરમે ગુણસ્થાનકે તીર્થંકરાદિને એક સમયનો બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઈ શકે.
Page #32
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 6 પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો બંધ કહ્યો. 7 જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તોપણ તેનો સ્વભાવ કડવો છે. 8 પુથ પણ ખારાશમાંથી થાય છે. પુથનો ચોઠાણિયો રસ નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી. કષાયના ભેદ બે : (1) પ્રશસ્તરાગ. (2) અપ્રશસ્તરાગ. કષાય વગર બંધ નથી. 9 આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે. ‘પ્રમાદ'નો ‘ચારિત્રમોહમાં અને ‘યોગ'નો ‘નામકર્મ'માં થઈ શકે. 10 શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. 11 મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. 12 વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. 13 પ્રાકૃતજન્ય એટલે લોકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. 14 આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય ‘લૌકિક' વચન છે. જો ખાવાનો પીવાનો ઊંઘવા ઇત્યાદિનો વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઇંદ્રિયાદિક સુખનાં કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી ! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. 15 સમ્યફદ્રષ્ટિ પુરુષો, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોકવ્યવહાર નિર્દોષપણે લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દ્રઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. 16 બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ શક્તિ બધી સાચી છે. ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે, તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે વેચવામાં જ નિર્જરા સમજે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 17 તમો જીવોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. 18 અશાતાનો ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાની પુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે, કે જેથી તેનો ઉદય આવ્યે ચળે નહીં. 19 સમ્યકુદ્રષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે; તેમ જ્ઞાની પુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદ્રષ્ટિ ચૂકતા નથી. 20 ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવો ન જોઈએ. 21 વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ - એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે, અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’માં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે ? તે પ્રમાણે પુગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યફપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાનીપુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ, કારણ કે દીધા વગર છૂટકો થવાનો નથી. 22 સુખદુ:ખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇંદ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન નથી. 23 ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે. 24 કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. 25 ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ કર્યો છે. 26 સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં, કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________ Errorl Reference source not found. 34 Error! Reference source not found.