________________ Errorl Reference source not found. Error! Reference source not found. 9 ‘શાલ્મલિ વૃક્ષ' નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વર્જતાં, નંદનવન સમાન છે. 10 જિનમુદ્રા બે પ્રકારે છે :- કાયોત્સર્ગ અને પદ્માસન, પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ મુખ્યત્વે આ બે આસનો છે. 11 प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः। करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव।। 12 ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે ! 13 તીર્થ તરવાનો માર્ગ. 14 અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજુ નામ ‘લાભાનંદજી' હતું. તેઓ તપગચ્છમાં થયા છે. 15 વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે. 16 “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંય પસારીને, કહે ઉદધિવિસ્તાર.” 17 ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છે:- (1) જડ તે જડાત્મકપણે વર્તે છે. (2) ચૈતન્ય- સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે. (3) સિદ્ધ- શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. 10 મોરબી, અષાડ સુદ 13, ભોમ, 1956 1 ‘ભગવતી આરાધના’ જેવાં પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતઘ્ની થાય છે; તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષઓને જ એ લાભકારી છે. 2 મોક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે. અગમ્ય :- માત્ર વિભાવદશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી.