________________ Errorl Reference source not found. Error! Reference source not found. સરળ :- મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં, અર્થાત તેમ ભણવામાં આવતાં હોય તો કોઈ દિવસ પાર આવે નહીં, પણ તેની સંકલના છે, ને તે શ્રી ગુરૂદેવ બતાવે છે કે અંતર્મુહુર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. 3 આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તોપણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખદશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તો તલ્લણ મુક્ત થાય. 4 પરમશાંત રસમય ‘ભગવતી આરાધના’ જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે. 5 આ આરા(કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગો વારંવાર બને, તેથી આયુષની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી. મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તો છેક જ સાંકડો માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવો. તેથી જ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે. 6 કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે, નહીં તો ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે. 7 વર્તમાનમાં દ્રષ્ટિરાગાનુસારી માણસો વિશેષપણે છે. 8 જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરૂની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં. 9 સામાયિક-સંયમ. 10 પ્રતિક્રમણ =આત્માની ક્ષમાપના, આરાધના. 11 પૂજા = ભક્તિ. 12 જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે, અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે.