________________ Errorl Reference source not found. 14 Error! Reference source not found. 13 અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગોએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં, તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? 14 જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરૂએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ(શાંતિ)નો માર્ગ અટકતો નથી. 15 યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. 16 વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. 17 જોકે હમણાં જ તમો સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણનો નાશ થાય, તેમ થાય. ક્ષયોપશમ પ્રમાણે સમજી શકાય છે. 18 તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે. તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો ? વાદવિવાદ કે મતભેદ શાનો ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. 11 મોરબી, અષાડ સુદ 14, બુધ, 1956 1 પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યું કામ આવે છે; આરાધના થઈ શકે છે. 2 યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયઃ કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તોપણ છદ્મસ્થ અવસ્થાને લીધે દોઢસો ગાથાના સ્તવન મધ્યે સાતમાં ઠાણાંગસૂત્રની શાખ આપી છે તે મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદ્દેશે માલૂમ પડે છે. આ ઠેકાણે અર્થ-કર્તાએ ‘રાસભવૃત્તિ' એટલે પશતુલ્ય ગણેલ છે, પણ તેનો અર્થ તેમ નથી. ‘રાસભવૃત્તિ’ એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય