________________ Errorl Reference source not found. Error! Reference source not found. તોપણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લોટી જવાનું તેને મન થાય છે, તેમ વર્તમાન કાળે બોલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે. 3 ‘ભગવતી આરાધના’ મધ્યે લેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે. 4 પરિણામ ત્રણ પ્રકારનાં છે : હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમનાં બે છદ્મસ્થને હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકંપ શૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે. 5 તેરમે ગુણસ્થાનકે લેયા તથા યોગનું ચલાચલપણું છે, તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશય: સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમાં ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દ્રષ્ટાંતે : જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા ગણાય. 6 ‘ચલઈ સો બંધ’, યોગનું ચલાયમાન થવું તે ‘બંધ'; યોગનું સ્થિર થવું તે અબંધ. 7 જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય. 8 ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય. અપવાદ એટલે આમ હોવું જોઈએ પણ તેમ ન બને તો આમ, અપવાદ માટે છીંડી શબ્દને વાપરવો બહુ જ હલકો છે. માટે તે વાપરવો નહીં. 9 ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે; ને તેથી જે ઊતરતો તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે, તેથી નીચેનાં ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. 10 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે. 11 મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે ‘આસવ', અને તેથી ઊલટું તે ‘સંવર'. 12 દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, ને તે મરડવા તે રૂપ ભૂલ, તે ભૂલથી દુ:ખ થાય છે એટલે બંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજ જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મઉદય સહેજે જ વિપાક આપી નિજેરે છે અને નવો બંધ થતો નથી.