________________ Errorl Reference source not found. Error! Reference source not found. 6 પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો બંધ કહ્યો. 7 જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તોપણ તેનો સ્વભાવ કડવો છે. 8 પુથ પણ ખારાશમાંથી થાય છે. પુથનો ચોઠાણિયો રસ નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી. કષાયના ભેદ બે : (1) પ્રશસ્તરાગ. (2) અપ્રશસ્તરાગ. કષાય વગર બંધ નથી. 9 આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે. ‘પ્રમાદ'નો ‘ચારિત્રમોહમાં અને ‘યોગ'નો ‘નામકર્મ'માં થઈ શકે. 10 શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. 11 મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. 12 વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. 13 પ્રાકૃતજન્ય એટલે લોકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. 14 આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય ‘લૌકિક' વચન છે. જો ખાવાનો પીવાનો ઊંઘવા ઇત્યાદિનો વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઇંદ્રિયાદિક સુખનાં કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી ! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. 15 સમ્યફદ્રષ્ટિ પુરુષો, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોકવ્યવહાર નિર્દોષપણે લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દ્રઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. 16 બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ શક્તિ બધી સાચી છે. ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે, તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે વેચવામાં જ નિર્જરા સમજે છે.