SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 17 તમો જીવોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. 18 અશાતાનો ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાની પુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે, કે જેથી તેનો ઉદય આવ્યે ચળે નહીં. 19 સમ્યકુદ્રષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે; તેમ જ્ઞાની પુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદ્રષ્ટિ ચૂકતા નથી. 20 ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવો ન જોઈએ. 21 વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ - એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે, અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’માં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે ? તે પ્રમાણે પુગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યફપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાનીપુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ, કારણ કે દીધા વગર છૂટકો થવાનો નથી. 22 સુખદુ:ખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇંદ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન નથી. 23 ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે. 24 કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. 25 ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ કર્યો છે. 26 સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં, કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી.
SR No.331097
Book TitleVachanamrut 0959 Vakhyan Sar2 001 to 009
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy