________________ Errorl Reference source not found. Error! Reference source not found. 3 ‘શક્તિ' શબ્દનો અર્થ ‘સત્તા'થી વધારે ગૌણ થાય છે. 4 શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. પ સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. 6 સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. 7 સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી આરાધના’ જોશો. 8 કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્યાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તેજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તેજસ પરમાણુથી. 9 કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. 10 આત્માના આઠ રુચક પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાત પ્રદેશ કહેવાય. 11 એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી છે દિશા. 12 નિયાણું એટલે નિદાન. 13 આઠ કર્મ બધાં વેદનીય છે; કારણ કે બધાં વેચાય છે; પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગયું છે. 14 કાર્મણ, તૈજસ, આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકના એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. 15 અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય મુખ્ય સ્થળો જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા નથી, પણ તે જરૂર છે. 16 વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. 17 જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી.