________________ Errorl Reference source not found. Error! Reference source not found. સિદ્ધ :- સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છે :- (1) તીર્થ. (2) અતીર્થ. (3) તીર્થકર. (4) અતીર્થકર. (5) સ્વયંબુદ્ધ. (6) પ્રત્યેકબુદ્ધ. (7) બુદ્ધબોધિત. (8) સ્ત્રીલિંગ. (9) પુરુષલિંગ. (10) નપુંસકલિંગ. (11) અન્યલિંગ. (12) જૈનલિંગ. (13) ગૃહસ્થલિંગ. (14) એક. (15) અનેક. સંસારી :- સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. એક પ્રકારે: સામાન્યપણે ‘ઉપયોગ’ લક્ષણે સર્વ સંસારી જીવો છે. બે પ્રકારે : ત્રસ, સ્થાવર અને વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત ત્રાસપણું પામ્યા છે તે ‘વ્યવહારરાશિ’. પાછા તે સુક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે ‘વ્યવહારરાશિ.” અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રસપણું પામ્યા નથી તે “અવ્યવહારરાશિ.” ત્રણ પ્રકારે : સંયત, અસંયત અને સંયતાસંયત અથવા સ્ત્રી, પુરુષ ને નપુસંક. ચાર પ્રકાર: ગતિ અપેક્ષાએ. પાંચ પ્રકાર: ઇંદ્રિય અપેક્ષાએ. છ પ્રકારે : પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને વ્યસ. સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.) આઠ પ્રકારે : અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદન, રસજ, સંમૂઈન, ઉભિજ અને ઉપપાદ. નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેંદ્રિય. દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેંદ્રિય. અગિયાર પ્રકારે: સુક્ષ્મ, બાદર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેંદ્રિયમાં જલચર, સ્થલચર, નભશ્ચર, મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકારે : ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિગોદનો). ચૌદ પ્રકારે : ગુણસ્થાનકઆશ્રયી, અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકસેન્દ્રિય તથા સંજ્ઞી, અસંજ્ઞી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત.