________________ Errorl Reference source not found. 19 Error! Reference source not found. 17 સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે, એટલે કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે. 18 અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. 19 જિનપૂજાદિ અપવાદમાર્ગ છે. 20 મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં, તીર્થકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે. પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. સુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીયકર્મ છે. 21 “જે પુમાન પરધન હરે, સો અપરાધી અન્ન : જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ.” - શ્રી બનારસીદાસ શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા. 22 “પ્રવચનસારોદ્ધાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઈએ : 1. સંઘયણ. 2. ધીરજ. 3. શ્રત. 4. વીર્ય. 5. અસંગતા. 23 દિગંબરદ્રષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરદ્રષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હોવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. ‘નો વિમોક્ષમાળો, સેસ 2 મ્મતથી સવે.' વળી ‘નાગો એ બાદશાહથી આઘો એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. 24 ચેતના ત્રણ પ્રકારની છેઃ- (1) કર્મફળચેતના- એકેંદ્રિય જીવ અનુભવે છે. (2) કર્મચેતના વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (3) જ્ઞાનચેતના- સિદ્ધપર્યાય અનુભવે છે. 25 મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. 1 પરધન=જડ, પરસમય. અપનો ધન=પોતાનું ધન, ચેતન, સ્વસમય. વિવાહર=વ્યવહાર કરે, વહેંચણ કરે, વિવેક કરે.