________________ Errorl Reference source not found. Error! Reference source not found. (1) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. (2) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. 4 નિઃસંગપણું એ વનવાસીનો વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિઃસંગપણું થાય નહીં. 5 સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહુર્તની છે. 6 ‘અમે સમજ્યા છીએ', ‘શાંત છીએ', એમ કહે છે તે તો ઠગાયા છે. 7 સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી, પણ તે ધ્યાનમાં રાખવાનું છે. 8 પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે, પોતાનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. 9 'ગ્રંથિના બે ભેદ છે - એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ ઇ0); બીજી ભાવ, અભ્યન્તર ગ્રંથિ (આઠ કર્મ ઇ0). સમ્યફપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે ‘નિર્ગથ.” 10 મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રનો ત્યાગ હોય, તોપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે ? 11 સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી. 12 રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેના સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. 13 રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. 1 ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા 1070, 1071, 1074, 1075.