Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005442/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ તીર્થંકર શ્રી શાંતિનાથ તીર્થકર શ્રી મલ્લિનાથ VVA/ દWWWS VAVAVA ST જયભિખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી મુક્તાબેન જયંતિલાલ ગાંધી અને શ્રી જયંતિલાલ પાનાચંદ ગાંધી (ત્રાપજવાળા) તરફથી સપ્રેમ ભેટ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા. ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૨ - પુ.૧ તીર્થકર શ્રી શાંતિનાથ તીર્થકર શ્રી મલ્લિનાથ સંપાદક જયભિખ્ખું શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિસ્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫૧-૨, ૨મેશપાર્ક સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ -૩૮૦ ૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ગૂર્જ૨ એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦ ૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી શાંતિનાથ ૧ બીજ નાનું હોય, પણ સા૨ા ક્ષેત્રમાં રોપાય, તો ઘેઘૂર વડલો બને. હજારો જીવ જેનો આશ્રય લઈ પોતાનો શ્રમ દૂર કરે, એવો વૃક્ષરાજ થાય. પહાડના કોઈ પેટાળમાંથી નીકળેલી જળની નાનીશી સરવાણી, યોગ્ય સમવાય-સંબંધો આવી મળે તો મોટી ગંગા નદી ને જમના નદી બને. હજારો પ્રવાસીઓને લઈને જતાં હજારો વહાણોને એમના મુકામે પહોંચાડી દે. લૂખી-સૂકી ધરતીને લીલીકુંજાર બનાવી દે ! એમ ભલે આજે જીવ નાનો હોય. પણ ભવાટવિમાં ભમતાં સુ-ગુરુ, સુ-ધર્મ ને સુ-દેવનો સારો સંજોગ બાઝી જાય તો નરમાંથી નારાયણ બનતાં વાર લાગતી નથી. એક વારનો નયસાર કઠિયારો જ કાળે કરીને ભગવાન મહાવીર બને છે. એક વા૨નો મરુભૂતિ હાથી આખરે ભગવાન પાર્શ્વનાથ બને છે, ને ત્રિલોકને વંદન ક૨વા લાયક તીર્થંકરપદ પ્રાપ્ત For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ કરે છે ! સાધનાની બલિહારી છે. સાધકને જન્મ-મૃત્યુ ડરાવી શકતાં નથી. ભવનાં રણ ભય પમાડી શકતાં નથી. આજે નહિ તો કાલે, આ ભવે નહિ તો આવતે ભવે સાચા ધર્મપાલકની, ત્યાગીની, તપસ્વીની, ચારિત્રશીલની મુક્તિ છે જ ! જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧ એમ ન હોય તો, વૈભવમાં ડૂબેલા, વાસના ભરેલા રાજા શ્રીષેણ દસમે ભવે કંઈ સોળમા તીર્થંકર ભગવાન શાંતિનાથ બને ખરા ! * જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રના રત્નપુર નગરના શ્રીષેણ રાજવી હતા. એમને અભિનંદિતા ને સિંહનંદિતા નામની બે રાણીઓ હતી. ઇન્દુસેન ને બિંદુસેન નામના બે પુત્રો હતા. રાજા ન્યાયથી રાજ કરે છે. પરાક્રમથી પ્રજાનું રક્ષણ કરે છે. એવામાં શ્રી વિમળબોધ નામના એક આચાર્યનો તેમને સમાગમ થાય છે. અંતરમાં પડેલું ધર્મનું બીજ આ સત્સંગથી પાંગરે છે. રાજા આચાર્ય મહારાજનો ઉપદેશ જીવનમાં ઉતારે છે. મોહમાયાને વિચારે છે. પ્રજાના પાલનમાં ખૂબ ચિત્ત રાખે છે. એક વાર બલભૂપ નામનો રાજા શ્રીકાન્તા નામની For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી શાંતિનાથ પોતાની પુત્રી રાજકુમારને આપવા આવ્યો. શ્રીકાન્તા ખૂબ સુંદર હતી. ઇન્દુસેન કહે, હું એને પરણું. બિંદુસેન કહે, નહિ. એમ ન બને. પરાક્રમીને જ એ વશે. આપણા પરાક્રમની આપણે પરીક્ષા આપીએ. બંને ભાઈ મંડ્યા લડવા. બીજાઓને તો તમાશો જોવાનો થયો, પણ રાજા શ્રીષેણને ખૂબ દુ:ખ થયું. અરે ! પતંગિયા જેવા આ મોહી પુત્રો પ્રજાનું કેવી રીતે પાલન ક૨શે ? લડીને તો પોતાનું ને રાજનું બંનેનું નુકસાન કરશે. તેઓ ઇન્દુસેનને સમજાવવા ગયા, તો એ તાડુકીને બોલ્યો : ‘એના પિતાએ મને શ્રીકાન્તા આપી છે. તમને નાના ભાઈ ત૨ફ વધુ પ્રેમ છે, એટલે મને વારો છો. ભલે લડાઈ કરવી હોય તો હું તૈયાર છું.’ બિંદુસેનને સમજાવવા માંડ્યો : “ભલા, શ્રીકાન્તાના પિતાએ તમને લડાવી મારવા આમ કર્યું છે. સમજી જાઓ, ને શાંતિથી કામ લો.' પિતાજી ! આપ વચ્ચેથી ખસી જાઓ. આ તો અમારા સ્વમાનનો સવાલ છે. લડાઈ વગર આનો નિકાલ નહિ આવે. બિંદુસેન ગર્વપૂર્વક બોલ્યો. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ - રાજા શ્રીષેણને ખૂબ દુઃખ થયું. એમનું ચિત્ત ઉદાસ બની ગયું. બને કુમારોએ તો પોતપોતાના પક્ષ તૈયાર કર્યા. લડાઈની તૈયારીઓ કરી. દુનિયાને તો લડાઈમાં જેટલો લાભ, એટલો શાંતિમાં તો નથી જ. સહુ એકબીજાના પક્ષમાં ભળી લડાઈનો જેટલો લાભ લેવાય તેટલો લાભ લેવા લાગ્યા. રાજા શ્રીષેણે આ બધું જોયું ને વિચાર્યું કે મામલો એટલી હદ પહોંચ્યો છે, કે કોઈની વાત કોઈ સાંભળશે નહિ. આ રક્તપાત અટકાવવો હોય તો મારે મારું બલિદાન આપવું જોઈએ. આ જીવનો જીવની રક્ષા સિવાય વિશેષ ઉપયોગ પણ શો છે? એમણે સહસ્ત્ર પાંખડીવાળાં કમળ મગાવ્યાં. એમાં ઊંચી જાતનું ઝેર છંટાવ્યું. આ ઝેર સૂંઘતાંની સાથે માણસનું તાળવું ફાટી જાય. પછી એમણે સહુને ખમાવ્યા. ખમાવીને પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરતાં કમળ સંધ્યું. પળવારમાં એ બેભાન બની જમીન પર ઢળી પડ્યા. તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. રાણીઓએ પણ તે સુંઘી લીધું. તેઓ પણ મરણને શરણ થઈ. આ સમાચાર બહાર ફેલાતાં બધે હાહાકાર થઈ રહ્યો. લડવા માટે મેદાનમાં ખડા થયેલા પુત્રો પણ પોતાને કારણે મૃત્યુ પામેલાં માતાપિતા પાસે આવ્યા. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી શાંતિનાથ આ પ્રસંગે ચારણ મુનિ ત્યાં આવ્યા. તેમણે સહુને ઉપદેશ આપ્યો, ને કહ્યું : “માતાપિતાનાં મૃત્યુના કારણ બનેલા તમારે વિચાર કરવો જોઈએ. સારા નિમિત્તે મરનારની સદ્ગતિ જ થાય છે, પણ દુર્ગતિના કારણરૂપ માયા-મોહનો તમારે ત્યાગ કરવો જોઈએ.” બને કુમારો શરમાયા. તેમણે લડાઈ છોડી દીધી. અરસપરસ માફી માગી. છેવટે રાજપાટ પણ છોડી તપ કરી મોક્ષ મેળવ્યો ! રાજા શ્રીષેણના એક બલિદાને કેટલાં કાજ સાર્યા ! જંબુદ્વીપ છે. મહાવિદેહનો પુષ્કલ નામનો વિજય છે. પુંડરીક નામની નગરી છે. ત્યાં મેઘરથ રાજા છે. એક વખત પૌષધ વ્રત લઈને બેઠા છે. સામે ગોખમાં એક ભોળું કબૂતર ઘટર ઘૂ...ઘટર ઘૂ કરતું ગેલ કરી રહ્યું છે. રાજ્ય ચલાવનારની જિંદગીમાં ચિંતાનો કંઈ પાર છે ! આ ભોળા પંખીની ભોળપ પર રાજાને ભાવ ઊપજે છે. રાજાજી વિચારે છે : કેવી સુખ અને નિરાંતની જિંદગી જીવે છે આ ભોળું જાનવર ! આપણા તો દિવસ દુઃખમાં ને રાત ઉપાધિમાં જાય છે. સ્વકર્મ ને સ્વધર્મ વિશે વિચાર કરવાની તો ફુરસદ જ ક્યાંથી લાવવી ! રાજા આમ વિચારે છે, ને મનમાં સમતા-ભાવ રચે છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ .:.:.: . : એવામાં બારી પાસે હવામાં સુસવાટો સંભળાયો. પવનની પાંખ પર આવતી એક તીણી ચીસ કાને પડી. રાજાએ જોયું તો ઘડી પહેલાં ગેલ કરતું કબૂતર બે પગ વચ્ચે ડોક નાખીને ભયથી કાંપતું હતું, જાણે એણે યમરાજને જોયો ન હોય ! અરે, કોઈ કરતાં કોઈ અહીં નથી, ને ભોળું કબૂતર આટલું ડરે છે કેમ ? હું રાજા જેવો રાજા, પૃથ્વી આખીનો પાળનાર સામે બેઠો છું, પછી કોઈ જીવને ભય શાનો? રાજા પોતાનો ધર્મ વિચારી રહ્યો, ત્યાં તો તીરના વેગે એક શિકારી બાજ અંદર દાખલ થયો. એણે ભયથી અધમૂઆ થયેલા કબૂતર પર પોતાનો ખૂની પંજો નાખ્યો. કબૂતર ઊડીને રાજાના ખોળામાં છુપાઈ ગયું. રાજાજીએ કબૂતરને પોતાની છાતીએ ચાંપ્યું, ને બોલ્યા : રે ક્રૂર બાજ ! આ ભોળા પંખીનો સંહાર કરતાં તને જરાય લાજ-શરમ આવતી નથી ?' બાજ પક્ષીને જાણે વાચા ફૂટી ! એ કહેવા લાગ્યું : રાજાજી, જીવના આશરે જીવ રહ્યો છે. ડાહ્યા થઈને કાં ભૂલો? તમે ભૂખ્યા હો ને ભોજન મેળવવા ઉદ્યમ કરો, એમાં પાપ શું? હું બહુ ભૂખ્યો છું. ને આ મારું ભોજન છે.' ‘તારા પેટની અગન ઠારવા આ ભોળા કબૂતરનો ભોગ લેવો છે ?” રાજાજી, સમજુ છો, છતાં કેમ સમજતા નથી ? તમે For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી શાંતિનાથ એને બચાવશો, તો હું મરી જઈશ. દયા એવી ન હોવી જોઈએ કે જે એક જીવને બચાવે, બીજાને મારે. વળી આ કબૂતર પર મારો હક છે. કોઈના હકની રાજાથી ના કેમ પડાય ?” બાજ બોલ્યો. એણે રાજાને બોલે બાંધી લીધા. તું માગે તે આપું, પણ આ નિર્દોષ કબૂતરને છોડી દે.’ ‘એક શરતે છોડું ? એટલા વજનનું કોઈ માણસ પોતાનું માંસ મને આપે.' રાજા વિચાર કરી રહ્યા. માણસનું માંસ કેમ અપાય ? એક જીવને બચાવવા બીજા જીવની હત્યા કેમ થાય ? અને જો એમ ન થાય તો પછી આ બાજ પંખી ભૂખ્યું મરી જાય એનું શું ? આખરે રાજાએ વિચાર કર્યો, કે દયાધર્મનું પાલન પોતાના દેહથી જ કરવું સારું ! પણ પળભર વિચાર આવ્યો : અરે, એક સાધારણ કબૂતરને બચાવવા મારો રાજાનો દેહ આપી દેવો ? બીજી પળે વિચાર આવ્યો કે નાનું કે મોટું, કર્તવ્ય તે કર્તવ્ય ! રાજાજીએ કહ્યું : ભાઈ સીંચાણા ! હું દયાધર્મનો પાળનારો છું. મારાથી એક જીવને સુખ આપવા બીજા જીવને દુઃખ ન અપાય. દુઃખ કોઈને દેવાનું હોય તો દયાધર્મી પોતાના દેહને જ દે ! આ કબૂતરના ભારોભાર મારા દેહનું માંસ તને આપું છું, તે લઈને તું આને છોડી દે !’ રાજાજી, જેવી તમારી મરજી, પણ કબૂતરના વજનથી For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧ જરાય ઓછું કે વધતું નહિ લઉં !' બાજ બોલ્યો. રાજા કહે : “ભાઈ, ત્રાજવે તોળી લેજે ને ! રાજાએ તો ત્રાજવું મગાવ્યું. એક પલ્લામાં કબૂતરને મૂક્યું. બીજા પલ્લામાં પોતાની જાંઘમાંથી કાપીને માંસનો ટુકડો મૂક્યો, પણ હલકું લાગતું કબૂતર ભારે વજનદાર નીકળ્યું. રાજાએ પોતાના શરીરનો બીજો ભાગ કાપીને મૂકયો, પણ પોતાનું પલ્લું ઊંચું ને ઊંચું જ રહ્યું. રાજા મેઘરથ વિમાસણમાં પડી ગયા. કોઈ ઇંદ્રજાળ જેવું એમને લાગ્યુંપણ ગમે તે હોય, પોતે તો પોતાનું કર્તવ્ય બજાવવું જ જોઈએ. આખરે તેઓ પોતાનું મસ્તક કાપીને ત્રાજવામાં નાખવા તૈયાર થયા. અને જેવી એમણે પોતાનું માથું કાપવા તલવાર હાથમાં ઉઠાવી કે એકદમ કોઈએ એમનો હાથ ઝાલી લીધો. એકાએક દિવ્ય વાજિંત્ર વાગ્યાં, દિશાઓ પ્રકાશથી ભરાઈ ગઈ, હવા સુગંધી બની ગઈ. અલોકિક તેજથી ઝળાંહળાં થતાં એક દેવ અને દેવી સામે હાથ જોડીને ઊભાં હતાં, ને મુખેથી બોલતાં હતાં. ધન્ય રાજન્ ! ધન્ય તારો દયાધર્મ ! આવા દયાધર્મીનો પૃથ્વી પર વિજય હજો ! રાજનું એ કબૂતર કબૂતર નહોતું ને બાજ એ બાજ નહોતો, પણ સતિયાંઓનાં સતનું પારખું દેવો આ રીતે કરે છે ! વ્રતની ખાતર તારા આ બલિદાનથી પૃથ્વી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી શાંતિનાથ ૧૧ ه ت . .ت. . . પર તારો યશ વ્યાપશે, ને એક દહાડો તારો આત્મા ઉચ્ચ શ્રેણીએ ચઢતો ચઢતો ભગવાન શાંતિનાથના ભવમાં પૃથ્વીને ઉદ્ધારશે.” નાનામાં નાના કર્તવ્યના પાલનની ખાતર પણ જે પોતાનો બલિ આપે છે, તેનું હંમેશાં કલ્યાણ થાય છે. પ્રત્યેક ભવમાં કંઈ ને કંઈ પરમાર્થનું કામ કરનારનો બેડો પાર ન થાય તો કોનો પાર થાય ! એની લખચોરાશીનો અંત ન આવે તો કોનો આવે ! રાજા શ્રીષેણ ને રાજા મેઘરથ જેવા રાજાઓનો મહાન આત્મા હવે અંતિમ વાર પૃથ્વી પર અવતરતો હતો. ભરતક્ષેત્ર હતું. કુરુ દેશ હતો. હસ્તિનાપુર નગર હતું. વિશ્વસેન રાજા હતા. અચિરાદેવી રાણી હતાં. દેશમાં કેટલાક વખતથી રોગ ચાલતો હતો. બધે અશાંતિ પ્રસરતી હતી. માણસના જીવનનો ભરોસો નહોતો. એવામાં ભાદરવા માસની એક રાતે રાણીને ચૌદ સ્વપ્ન આવ્યાં. જ્યોતિષીઓએ કહ્યું કે કોઈ મહાન આત્મા રાણીજીની કૂખે અવતરશે. અને એ વાત સાચી ઠરી. બીજે જ દિવસે મરકી શાંત થઈ. આખા રાજ્યમાં શાંતિ પ્રસરી રહી. જેઠ મહિનાની એક રાતે રાણીજીએ પુત્રને જન્મ આપ્યો. કેવો પુત્ર ! ત્રિલોકમાં For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૧ ....... ... અજવાળાં થઈ રહ્યાં ! સહુ કહે : “આપણને શાંત થઈ, માટે નામ રાખો શાંતિનાથ ! શું રૂપ, શું ગુણ ! બધા કહે, રાજકુંવર ચક્રવર્તી રાજા થશે. છ ખંડ પૃથ્વી ઘેર કરશે. શાંતિનાથ યશોમતી નામની કન્યા સાથે પરણ્યા. ચક્રાયુધ નામે પુત્ર થયો. હવે તો પરાક્રમી રાજા શાંતિનાથ વિજય કરવા માટે મેદાને પડ્યા, પણ જ્યાં ગયા ત્યાં બધા તેમની આજ્ઞા સ્વીકારી રહ્યા. ખરેખર શાંતિનાથ ચક્રવર્તી રાજા બન્યા. છ ખંડ સાધી પૃથ્વીના સ્વામી બન્યા. રિદ્ધિ-સિદ્ધિનો હવે શો તૂટો હોય ? પણ એ તો સંસારને માયાનગરી માનતા હતા ! એક દિવસ એમણે સર્વસ્વનું દાન કર્યું, સર્વસ્વનો ત્યાગ કર્યો, ને અનગાર બની ચાલી નીકળ્યા. એક ચક્રવર્તી રાજા આવી રીતે ત્યાગ કરે, એ તો આશ્ચર્યનો વિષય બની રહે. હજાર રાજાઓ એમની પાછળ ચાલી નીકળ્યા. તપ કરતાં, ધ્યાન ધરતાં, ઉપદેશ કરતાં પ્રભુ ઠેર ઠેર વિચરી રહ્યા. એક દિવસ પોતાના પુત્ર ચક્રાયુધને ઉપદેશ આપવા હસ્તિનાપુર પધાર્યા. પુત્ર પણ અભ્યાસી હતો, એણે ઘણા પ્રશ્નો પૂછયા. ભગવાને યોગ્ય કથાઓ સાથે તેના ઉત્તરો આપ્યા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી શાંતિનાથ ૧૩ ચક્રાયુધને પણ વૈરાગ્ય આવ્યો. તેણે પોતાના પુત્ર કોણાચલને રાજ આપી દીક્ષા લીધી. આમ જગતનું કલ્યાણ કરતાં ભગવાન સમેતશિખર પર નિર્વાણ પામ્યા. ગજપુર અવતારા, વિશ્વસેન કુમારા. અવનિતલે ઉદારા, ચક્કવિલચ્છી ધારા. પ્રતિદિવસ સવારા, સેવીએ શાંતિ સારા. ભવજલધિ અપરા, પામીએ જેમ પરા. અશરણના આધાર, દુખિયાના બેલી, અશાંતિમાં શાંતિ સ્થાપન કરનાર ભગવાન શ્રી શાંતિનાથ અમારું, તમારું, સહુનું કલ્યાણ કરો. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૧ ૧૪ તીર્થકર શ્રી શાંતિનાથ વંશ સંક્ષિપ્ત પરિચય માતા - અચિરા પિતા - વિશ્વસેન નગરી - હસ્તિનાપુર - ઇક્વાકુ ગોત્ર - કાશ્યપ ચિહ્ન - મૃગ વર્ણ શરીરની ઊંચાઈ - ૪૦ ધનુષ્ય યક્ષ - ગરુડ યક્ષિણી - નિર્વાણી કુમારકાળ - ૨૫ હજાર વર્ષ રાજ્યકાળ - ૫૦ હજાર વર્ષ છઠ્યકાળ - ૧ વર્ષ કુલ દીક્ષાપર્યાય - ૨૫ હજાર વર્ષ આયુષ્ય .૧ લાખ વર્ષ - સુવર્ણ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી શાંતિનાથ ૧૫ પંચ કલ્યાણક - ૩૬ તિથિ સ્થાનનક્ષત્ર નક્ષત્ર ચ્યવન શ્રાવણ વદ ૬ સર્વાર્થસિદ્ધ ભરણી જન્મ વૈશાખ વદ ૧૩ હસ્તિનાપુર ભરણી દીક્ષા વૈશાખ વદ ૧૪ હસ્તિનાપુર ભરણી કેવળજ્ઞાની પોષ સુદ ૯ હસ્તિનાપુર ભરણી નિર્વાણ વૈશાખ વદ ૧૩ સન્મેદશિખર ભરણી પ્રભુનો પરિવાર ગુણધર કેવલજ્ઞાની - ૪૩૦૦ મન:પર્યવજ્ઞાની - ૪૦૦૦ અવધિજ્ઞાની ૩૦૦૦ વૈક્રિય લબ્ધિધારી ૬૦૦૦ ચતુર્દશ પૂર્વી ૮૦૦ ચર્ચાવાદી ૨૪OO ૬૨,૦૦૦ સાધ્વી ૬૧,૬૦૦ શ્રાવક ૨,૯૦,૦૦૦ શ્રાવિકા ૩,૯૩,૦૦૦ સાધુ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મલ્લિનાથ જૂના જમાનાની વાત છે. જ્યારે સહુ ખાધેપીધે સુખી હતાં. પહેરેઓઢે પૂરાં હતાં. ખેતરોમાં અન્ન ઊભરાતાં. નવાણોમાં નીર છલકાતાં. ન કોઈનું કોઈ ચોરી લેતું. અન્ન, વસ્ત્ર ને આબરૂ સહુને સહુજોગાં મળી રહેતાં. એ કાળે થયાં એક રાજકુમારી. રૂપ તો દેહના ખોળિયામાં માય નહીં. ગુણ તો ગણ્યા ગણાય નહીં. માંડી મીટ તો મંડાય નહીં. મા-બાપનાં સાત ખોટનાં દીકરી. દીકરી તે પણ કેવાં? સાત જોધારમલ દીકરાઓની ભૂખ ભાંગે તેવાં. એમનું નામ મલ્લિકા. સીતા સતી જ્યાં પેદા થયાં, એ જ પવિત્ર મિથિલામાં તેઓ જન્મ્યાં. એમના જન્મથી પૃથ્વી વધુ પવિત્ર બની. મિથિલાના રાજા કુંભ એમના પિતા. રાણી પ્રભાવતી એમનાં માતા ! રાણીને મોટી ઉંમરે ઓધાન રહેલાં. અનેક સુંદર સ્વપ્ન For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મલ્લિનાથ * _ _ _ _ _* આવેલાં. સહુ કોઈ કહે, રાણીજી, તમારા પેટે નક્કી કોઈ પ્રતાપી આત્મા અવતાર ધરશે. તમારી ઇકોતેર પેઢીને તારશે. વેરીમાં વહાલ કરાવશે. આત્માનાં અજવાળાં કરશે. એમાં પોતે નાહશે, જગતને નવરાવશે. પૂરા દિવસે ને પૂરા માસે, આસો સુદ અગિયારસે, રાણીએ પુત્રીનો જન્મ આપ્યો. અહો રૂડી એવી દીકરી ! રૂપરૂપનો અંબાર ! તેજ તેજનો ભંડાર ! જોઈએ ને મન હસું હસું થઈ જાય. આંખોમાં એવું કામણ કે આપોઆપ વહાલ છૂટે ! પિતા કહે, ધન્ય પુત્રી. મા કહે, ધન્ય બેટી ! તેં એકે અમારી જણ્યાંની ભૂખ ભાંગી. દીકરી તો દિવસે ન વધે એટલી રાત વધે. રાતે ન વધે એટલી દિવસે વધે. જ્યાં જાય ત્યાં સુવાસ ફેલાવે. એનું નામ રાખ્યું મલ્લિકા ! રાજા કુંભ કહે, મારે તો દીકરી દીકરા કરતાં વિશેષ છે. એ રાજ સંભાળશે, પાટ સંભાળશે, પ્રજાને રૂડી રીતે પાળશે. અમારી સાત પેઢીને ઉજાળશે. કુમારી મલ્લિકાને યોગ્ય ઉંમરે ભણવા મૂક્યાં. કળામાં તો જાણે કળાસ્વામિની ! વિદ્યામાં તો જાણે સરસ્વતીનો બીજો અવતાર. મોટા મોટા પંડિતોથી વાદ કરે. મગદૂર કોની છે, કે રાજકુંવરીને હરાવે. બધી કળાઓ, બધી વિદ્યાઓ, બધા સંસ્કારો રાજકુમારી જાણે ગળથુથીમાંથી જ શીખીને આવ્યાં For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧ હતાં ! દીકરીનાં પગલાં એવાં કે થોડાં વર્ષે રાણીને દીકરો આવ્યો. મલ્લિકાને ભાઈ આવ્યો, નામ રાખ્યું મલ્લદિન્ન. બહેન ભાઈને ઉછેરે. ભણાવે ગણાવે. ભાઈ મોટી બહેનને ગુરુ પ્રમાણે. બહેનનું વચન ઉથાપે નહીં. બહેનનું વેણ ટાળે નહીં. બહેનની આમન્યા લોપે નહીં. બહેન પણ કેવી ! વખત આવે વજ્રથીય વધુ કઠોર લાગે. વખત આવે ફૂલથીય વધુ કોમળ લાગે. રમતમાં કે ગમતમાં, ભણવામાં કે ગણવામાં બહેન કોઈથી ઓછી ન ઊતરે. રાજકુમારી મલ્લિકાને જોઈ સહુનું મન ઠરે. ચાલે તો કંકુ ગરે, બોલે તો ફૂલ ઝરે, હસે તો જાણે હીરા ઝગે. લોક કહે, આ તો નક્કી કોઈ અવતારી, દેવાંશી આત્મા. આટલાં રૂપ અને આટલા ગુણ મરતલોકના માનવીને ન હોય. * જેવું મિથિલામાં રાજા કુંભનું રાજ, એવાં તો અનેક રાજ એ વેળા ભરતક્ષેત્રમાં હતાં. કોશલનું રાજ, કાશીનું રાજ, અંગનું રાજ, પાંચાલનું રાજ, કુણાલનું રાજ ! શૂરવીર રાજાઓ ત્યાં રાજ કરે. બધા ભલા ને પ્રજાના પાળનાર, પણ એક વાતની ઘેલછા બધામાં. દેશ-પરદેશ પર ચડાઈ લઈ જઈ લડવાના ભારે શોખીનઃ ને દેશ૫૨દેશની સુંદ૨ સ્ત્રીઓ પરણી લાવીને એકઠી કરવાના For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મલ્લિનાથ ૧૯ ભારે ઉત્સાહી. આ કારણે અનેક ઝઘડાઓ રાજમાં ને અંતઃપુરમાં ચાલ્યા કરે. કોઈએ ઊંચે સાદે કંઈ વાત કરી કે નીકળ્યા લડવા. કોઈએ કોઈ સુંદર સ્ત્રીની ભાળ આપી, તો નીકળ્યા પરણવા. એક દિવસ હસ્તિનાપુરની રાજસભામાં આવો ખળભળાટ મચી ગયો. વાત એમ બની કે, એક ચિતારો સુંદર એક છબી લઈને આવ્યો હતો. એ હતો પેટબળ્યો. પેટબળ્યો ગામ બાળે, એ કહેવત જાણીતી છે. વાત એમ બનેલી કે રાજકુમાર મલ્લદિને દેશોદેશથી ચિતારાઓને મિથિલામાં તેડેલા. એ એક ચિત્રશાળાનું નિર્માણ કરતા હતા. દૂરદૂરથી એક કુશળ ચિતારો આવેલો. ભારે હોશિયાર. એની પીંછી ફરે ને ચિત્રમાં પ્રાણ જાગે. એણે શીલ અને સૌંદર્યની મૂર્તિ રાજકુમારી મલ્લિકાને નીરખ્યાં. અરે, આવાં મનુષ્યદેહનાં રૂપ ! એને ચીતરું તો મારી પીંછી અમર બની જાય. એણે ભારે હોંશથી ચિત્રસભામાં રાજકુમારી મલ્લિકાનું ચિત્ર દોર્યું. ચિત્રસભા પૂરી થઈ. કુમાર મલ્લદિન એ નીરખવા આવ્યા. આવતાં તો આવ્યા, પણ સામે જ બહેન મલ્લિકા ઊભેલાં જોયાં. શૃંગારના આ ધામમાં પૂજનીય બહેન ક્યાંથી? આમન્યા રાખનાર ભાઈ, ચાર ડગલાં પાછો હક્યો. શરમનો પાર ન રહ્યો. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ .ت.ن .ن.ت.ت. ચિતારાએ પોતાની કળાનો વિજય જોયો. એણે હોંશમાં ને હોંશમાં કહ્યું : “શ્રીમાન, શરમાવાની જરૂર નથી. એ તો માત્ર ચિત્ર જ છે.” કુમાર આ સાંભળી ખીજે બળ્યો. ‘અરે અવિવેકી ચિતારા, તું શું ભણ્યો? તને યોગ્ય-અયોગ્યનો લેશ પણ વિવેક નથી. મારી ચિત્ર સભામાં મારાં પૂજનીય બહેનનું ચિત્ર ! રે મૂર્ખ ! તને શરમ ન આવી આ ચિત્ર દોરતાં ? બહેન જોશે તો શું કહેશે? અત્યારે ને અત્યારે અહીંથી દૂર થા !” ઇનામની આશામાં રાચતા ચિતારાને દેશનિકાલનો હુકમ થયો. બિચારો બળબળતે બપોરે પહેરેલે લૂગડે ચાલી નીકળ્યો. મનમાં નિરધાર કર્યો, કે આનું વેર હું જરૂર વાળીશ. ચિતારો બીજી કઈ રીતે વેર વાળે ? એણે કુમારી મલ્લિકાનું સુંદર ચિત્ર તૈયાર કર્યું, ને આવ્યો હસ્તિનાપુરની રાજસભામાં. રાજાને છબી બતાવીને કહે : રાજાજી, ફૂલ તો ઘણાં નીરખ્યાં હશે, કોઈ જાઈનું, કોઈ જૂઈનું, કોઈ ડોલરનું, કોઈ પારિજાતનું પણ આવું ફૂલ તો નહીં જોયું હોય ! રાજા કહે, અરે, કેવું એ ફૂલ ! કયા બાગમાં જોયું ? ચિતારો કહે, મહારાજ, મિથિલાના બાગનું ફૂલ એટલે માનવફૂલ. એનું નામ મલ્લિકા. રાજા કુંભની પુત્રી ! ચિતારાએ આમ વાતમાં મોણ નાખ્યું, ને પછી બતાવી છબી ! છબીમાં તો શું પૂછવું! રાજા તો ગાંડો થઈ ગયો. એણે કહ્યું : For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મલ્લિનાથ ૨૧ મોકલો પ્રધાનજીને, મોકલો પુરોહિતજીને ! મૂકો માગું !” ચિતારો કહે : મહારાજ, મોડા પડશો તો રઝળી પડશો. અનેક રાજકુમારોએ માગાં મૂકયાં છે. રાજાએ જોજનગંધા સાંઢણી પર માગું મોકલ્યું. ચિતારાએ જોયું કે પોતાના પાસા પોબાર પડ્યા છે. એટલે વધ્યો આગળ. આટલું કર્યાથી એને સંતોષ નહોતો. એ કદાચ માગું સ્વીકારી લે, તો લડાવવાની પોતાની ધારણા ધૂળ મળે. ફરતો ફરતો કાશી દેશની રાજધાની વારાણસીમાં આવ્યો. ત્યાં રાજા શંખ રાજ કરે. ચિતારો મુજરો કરીને દરબારમાં હાજર થયો. હાજર થઈને છબી ભેટ ધરી. “ક્યાંની છે રાજકુંવરી ?” “મહારાજ, મિથિલાની. પૃથ્વીલોકની પદમણી છે. દેશવિદેશ ફર્યો છું, પણ આવાં રૂપ ભાળ્યાં નથી ! મારી છબી તો એ કુંવરીના રૂપનો સોમો ભાગ પણ ઝીલી શકી નથી.” અરે, મેં પણ એનું નામ સાંભળ્યું છે.” શા માટે નહીં, રાજન ! સૂરજ કંઈ છાબડે ઢંકાય. અરે, એ જેવાં દિવ્ય કુંડળ પહેરે છે, એવાં કુંડળ પહેરનારી બીજે ક્યાં છે ? એની એક જોડ હમણાં ખંડિત થયેલી. મિથિલાના સોની રાતદિવસ મહેનત કરી મરી ગયા, પણ ન For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ . . .ت. .ت. બનાવી શકયા. બિચારાઓ રાત માથે લઈને નાઠા. આપના જ શહેરમાં આવીને વસ્યા છે. ખાતરી કરવી હોય તો કરી જુઓ.” અરે, એમાં ખાતરી કેવી ! સારી હશે, તો માનતી થશેઃ નહીં તો અંતઃપુર મોટું છે. અનેક રાણીઓ છે, એમાં એક વધુ. જાઓ, પુરોહિતજીને કહો કે તાકીદે માથું મૂકે. આ તરફ આમ બન્યું. ત્યાં વળી ચંપાનગરીના રાજવીએ એક દહાડો કેટલાક વહાણવટીઓ પાસેથી આ નામ સાંભળ્યું. રાજા કહે, અરે, તમે દેશ-વિદેશ ભમી આવ્યા, પણ કંદ નવી નવાઈ જાણી લાવ્યા? વહાણવટીઓ કહે : “બીજું તો ઠીક, પણ મિથિલાની રાજકુમારી મલ્લિકાનાં રૂપ-ગુણ વિશે ખૂબ સાંભળ્યું. કહે છે કે, પૃથ્વી પર હજી એવી કન્યા જન્મી નથી, ને જન્મશે પણ નહીં. ચંપાનગરીના રાજા કહે : “કહો પુરોહિતજીને ! માગું નાખે !' સુંદર સ્ત્રીનું નામ સાંભળી જેના મોંમાંથી હંમેશાં લાળ ઝરે છે, એવા કોશલના રાજાએ પણ આ દિવ્ય કુમારિકા વિશે સાંભળ્યું ને માગું મોકલ્યું. છ રાજાઓના સેવકો દડમજલ કરતા મિથિલાનગરી જઈ પહોંચ્યા, ત્યારે રાજાજીએ આદરમાન દીધાં. વિવેકથી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મલ્લિનાથ - - - - - વાત પૂછી. સહુની વાત સાંભળીને કહ્યું ભાઈઓ, દિલગીર છું, કે તમને ના કહેવી પડે છે. મારી પુત્રી મારે પુત્રસમાન છે. એણે જીવનભર બ્રહ્મચારિણી રહેવાનો નિર્ણય કર્યો છે.” સહુ નિરાશ થઈને પાછા ફર્યા. જઈને પોતાના રાજાઓને વાત કરી. બધા ગર્જી ઊઠ્યા : “અરે, બધું તરકટી છે. આમ કહીને બીજે ક્યાંય પરણાવવી હશે. અરે, આ તો સ્ત્રીરત્ન ! એમ ને એમ, રાજીખુશીથી માને તો ઠીક, નહીં તો જોરજબરીથી પરણી લાવીશું. કન્યાહરણ તો જૂનો રાજધર્મ છે. ડંકોનિશાન દેવાયાં. લશ્કર સાબદાં થયાં. રાજા કુંભ ડરે એવા નહોતા. સામી છાતીએ છએ રાજાની ખબર લેવા તૈયાર થયા. મિથિલા પાસેના મોટા મેદાનમાં સામસામી છાવણીઓ પડી. એક તરફ છ રાજાનાં લશ્કરો. એક તરફ એકલું મિથિલાનું લશ્કર ! નિશાનડંકા ગડગડે છે. શરણાઈઓ ગાજે છે. ઘોડા હણહણાટી દે છે. લશ્કર હાકોટા કરે છે. ડાહ્યા કુમારી મલ્લિકા વિચારે છેઃ અરે, મારે કારણે આ યુદ્ધ થશે. આ બધા અજ્ઞાની છે. અજ્ઞાનીને મોહ થાય જ. મારે તેઓની ઉપર તિરસ્કાર ન કરવો જોઈએ. દયા ને સહાનુભૂતિ બતાવવી જોઈએ. અજ્ઞાની તરફ ગુસ્સો શા માટે ? For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ ن.ت.ث. .ت. કાંઈક યુક્તિ કરી મારે તેમની સાન ઠેકાણે આણવી જોઈએ. રાજકુમારીએ કળા-કારીગરી કરનારને બોલાવ્યા. તેઓને કહ્યું: આબેહૂબ મારા જેવી જ સોનાની મૂર્તિ બનાવો. મારા જેવાં જ વસ્ત્ર, આભૂષણો ને અલંકાર પહેરાવો. ભલભલી આંખો ભુલાવો ખાય એવી કરામત કરો. સોનાની પૂતળીને અંદરથી પોલી રાખજો. માથે ઢાંકણું રાખજો.” અરે, એક તરફ લડાઈના દોર ને બીજી તરફ રાજકુમારીને આ શી રમત સૂઝી ? રાજા કુંભ વિચારમાં પડ્યા છે. કુમાર મલ્લદિન વિમાસણ કરે છે. મૂર્તિ થઈ પૂરી ! અરે, આબેહૂબ રાજકુમારી જોઈ લો ! એક બનાવ્યું સુંદર મકાન. એનું નામ માયામંદિર. એમાં વચ્ચોવચ એ મૂર્તિ પધરાવી. બંને બાજુ ત્રણ-ત્રણ સિંહાસન મુકાવ્યાં. પિતાજી કહે: પુત્રી, તું શું કરે છે, એ અમે કાંઈ સમજતા નથી, પણ એટલું સમજીએ છીએ, કે તું વિવેકી છે. વિવેકી કરે તે સારું જ હોય. “પિતાજી, હું લડવા આવેલા રાજાઓને સમજાવવા માટે આ બધું કરું છું.' “સમજાવવા ? એ પામર મોહી રાજાઓ તારાથી સમજશે? અરે, બેટી ! લડાઈથી ડરીશ નહીં. અમારા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મલ્લિનાથ ખોળિયામાં જીવ હશે, ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં થાય.” પિતાજી, હું સંસારમાં લડાઈ કરાવવા માટે જન્મી નથી. મારો જન્મ તો સંસારમાં ચાલતાં યુદ્ધ બંધ કરાવવા માટે છે. જેઓ મારી મૂર્તિ જોઈને મોહાંધ થયા છે, તેમની આંખો એ જ મૂર્તિથી ઉઘાડી નાખવા માગું છું. આપ તેઓને અત્રે બોલાવો. હું તેમની સાથે વાતચીત કરીશ.” તું? પુત્રી ! મને ડર લાગે છે. એ પામરો...” પિતાજી, આપણે નિર્મળ ને નિભય હોઈએ, પછી યમરાજથી પણ ડરવા જેવું નથી. વળી તમે સ્ત્રીની શક્તિ જાણતા નથી. શીલવંતી સ્ત્રી ચિત્તા કે વાઘથી પણ ડરતી નથી. સંસારમાં એવો કોઈ પુરુષ નથી, કે જે એવી સ્ત્રીની પાસે ન નમ્યો હોય. આપ લેશ પણ ભીતિ રાખશો નહીં.” રાજા કુંભે બધા રાજાઓ પાસે દૂત મોકલ્યો. કહેવડાવ્યું કે કુમારી મલ્લિકા તમને મળવા માગે છે. રાજાઓ તો રાજીના રેડ થઈ ગયા. સુંદર કપડાં ને અલંકારો સજી, બનીઠની સહુ મળવા આવ્યા. દરેક મનમાં વિચારે, કે મલ્લિકા મને જ પસંદ કરશે. આ બીજા રાજાઓ તો મારી પાસે કેવા કુંભાર જેવા લાગે છે. આમ વિચારતા કોઈ મૂછ મરડે છે, તો કોઈ ખોંખારા ખાય છે. રાજકુમારીએ બનાવેલા માયામંદિરમાં મુલાકાત ગોઠવવામાં આવી. એક રૂપવતી દાસીએ તેઓનું સ્વાગત For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૧ કર્યું ને દરેકને આસન આપ્યું. અરે, રાજકુમારી મલ્લિકા હાથમાં ફૂલમાળા લઈ ક્યારનાં હાજર હતાં. કેવું રૂપ ! કેવી મોહની ! અરે, અંતપુરમાં તો અત્યાર સુધી આપણે કુબજાઓ ભરી. કુમારીની સુંદરતા માટે જે સાંભળ્યું હતું, તે ખરેખર સાચું છે ! ત્રણ ભુવનમાં અજોડ સૌંદર્ય ! કુમારીના હાથની માળા લેવા સહુ આગળ ધસવા લાગ્યા. રખેને પાછળ રહી જઈએ ને કુમારીની નજર પોતાના ઉપર ન પડે. એકબીજાની આંખમાં ઈર્ષાનો અગ્નિ સળગી ઊઠ્યો. મારામારી થવાની તૈયારી હતી : ત્યાં પાછળના બારણામાંથી રાજકુમારી મલ્લિકાએ પ્રવેશ કર્યો, લડવા માટે તૈયાર થયેલા રાજાઓ એક નજરે નીરખી રહ્યા. અરે, સામે ઊભેલી કુમારી સાચી કે હવે આવી તે ! ભૂલ્યા. સાચી કુમારિકા તો હવે આવ્યાં. અહા, શું સુંદરતા! પાપ ભાવના જ મનમાંથી મરી જાય. કેવું નિર્મળ હાસ્ય, ઉઘાડી તલવાર આપોઆપ મ્યાન થઈ જાય. અંધારી રાતમાં જેનાં પગલે અજવાળાં થાય, એવાં એ રાજકુમારી ! “રાજન, આસન પર બિરાજો.” શબ્દોમાં પણ જાણે બળ હતું. રાજાઓ ઠંડા પડીને બેસી ગયા. “હે રાજન, તમે મને કદી નીરખી નથી. મારી છબી દેખી અને તમને મારા પર મોહ થયો, પણ મારી સાચી છબી તમે જોઈ નથી. આજે એ બતાવી મારે તમારો મોહ દૂર કરવો છે. દાસી, મૂર્તિનું For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી મલ્લિનાથ ઢાંકણું ખોલી નાખ !'' દાસીએ મૂર્તિનું ઢાંકણું ખોલી નાખ્યું. એકદમ બધે બદબો પ્રસરી રહી. રાજાઓએ નાકે રૂમાલ ધર્યા. રાજકુમારી મંદ મંદ હસતાં બોલ્યાં: તમે નાકે રૂમાલ કેમ ધર્યા ? જે મૂર્તિના મોહથી તમે લડવા આવ્યા છો, એમાંથી જ આ નીકળે છે. મેં બેચાર દિવસથી ખાવાનું, પીવાનું, ને બીજી મિષ્ટ વસ્તુઓ એમાં નાખી છે. કેવું એનું પરિણામ ! અરે, ચાર દિવસના ખોરાકની કેટલી દુર્ગંધ, ત્યારે જેમાં હંમેશાં ખોરાક પડતો હોય, તેની શી દશા હશે ! આ સુંદર દેખાતું શરીર લોહી, થૂંક, મૂત્ર, અને વિષ્ટાનો ગાડવો છે. એમાં ગમે તેટલી સુંદર વસ્તુ નાખો, પણ દુર્ગંધ બનીને બહાર નીકળે છે. આવા શરીર પર તમે મોહ પામ્યા છો?’’ ૨૭ બોલે બોલે અમૃત ઝરતું હતું. રાજાઓ શો જવાબ આપવો એની વિમાસણમાં પડ્યા. રાજકુમારી આગળ બોલ્યાં: ‘દેહની બાહ્ય સુંદરતા પાછળ તમે ઘેલા બન્યા છો, પણ કદી આત્માની સુંદરતાનો વિચાર કર્યો ? તમને નથી લાગતું કે આટઆટલાં ધનદોલત ને સુખસગવડ મળ્યા છતાં, તમે સુખી નથી ! તમારા અંતઃપુર હૈયાહોળી જેવાં છે. તમારાં મન શ્વાન જેવાં છે. તમે પેલા કબૂતર પર તરાપ મારતા બાજ જેવા છે, જે નથી જાણતું કે પોતાની પાછળ તીર ચઢાવીને શિકારી ખડો છે.’’ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧ છએ રાજાઓ એકબીજા સામું જોવા લાગ્યા. બધા શરમાયા ને બોલ્યા: “હે દેવાનુપ્રિય, તમે જે કહો છો, તે સાચું છે. અમે ભૂલ્યા. અમે પસ્તાઈએ છીએ. અમારો ઉદ્ધાર કરો.” “હે મહાનુભાવો, હું તમારો શું ઉદ્ધાર કરીશ. તમારી દૃષ્ટિ સુધારો. દૃષ્ટિ સુધરશે, એટલે સૃષ્ટિ સુધરશે. તમે સ્ત્રી તરફ સન્માનની વૃત્તિ રાખો, સંયમ જાળવો. સ્ત્રી માત્રને વિલાસનું સાધન ન માનો. સુંદર સ્ત્રીને નીરખી કેવળ મોહ કેમ થાય ? જેના પેટમાંથી તમે પેદા થયા, એ માતાની યાદ કાં ન આવે ? તમારી વહાલી બહેનીનો ખોળો કાં યાદ ન આવે ? તમારી પુત્રીની મમતા કાં ન દેખાય ? સ્ત્રી તો જગતની શક્તિ છે. એના પર કુદૃષ્ટિ ન રાખો. તો તમને શાંતિ મળશે. તમારી અર્ધ લડાઈઓ ઓછી થઈ જશે. તમે સુખે જીવશો. સ્ત્રીનું રૂપ માત્ર જ જો તમને લલચાવે, તો જાણજો કે તમે માણસ નહીં, પણ પશુ જ છો.” આ મેઘ જેવી ગંભીર વાણી પાસે રાજાઓ શું કહે ? રાજકુમારીએ વળી કહ્યું: મેં તમામ પ્રકારનાં કામસુખોનો ત્યાગ કર્યો છે. સ્ત્રીપુરુષોનો સાચો ધર્મ માટે સંસારમાં પ્રવર્તાવવો છે. રાગ અને દ્વેષના ઝઘડામાં પડેલા સંસારને ઉગારવો છે. અને એ માટે નૈષ્ઠિક બ્રહ્મચારિણી રહેવા માગું છું. ટૂંક સમયમાં હું વધુ સાધના માટે આ સુખસાહ્યબી પણ છોડવા ઇચ્છું છું.” For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી મલ્લિનાથ “અમારું પણ કલ્યાણ કરો. હે દેવાત્મા, તમે અમારા ગુરુ થયાં છો. અમે પણ સાચા સુખનો માર્ગ લેવા ઇચ્છીએ છીએ. આપના પિતાશ્રીની પણ માફી માગવા ઇચ્છીએ છીએ.’’ ૨૯ “રાજકાજની તમારી જવાબદારી પૂરી કરો, પછી આવો, એ માર્ગ સદા સહુને માટે ખુલ્લો છે.'' રાજકુમારીએ જવાબ આપ્યોઃ ને બધા રાજાઓને લઈને પોતાના પિતા પાસે આવ્યાં. સહુ હેતથી મળ્યા. આનંદ આનંદ વર્તી રહ્યો. રાજકુમારી મલ્લિકાની હતી તેનાથી વધુ ખ્યાતિ દેશોદેશમાં પ્રસરી રહી. આ પછી થોડે દિવસે કુમારીએ ઘરબાર તજ્યાં. માતાપિતાએ ઘણાં રોક્યાં. કુમાર મલ્લદિન્ને કહ્યું: બહેન, આ રાજ તમે લો. તમે પ્રજાનું જેટલું કલ્યાણ કરશો, તેટલું બીજું કોઈ નહીં કરી શકે.’’ પણ રાજકુમારી તો પૃથ્વી શોભાવવા જન્મ્યાં હતાં. પોતાના જ્ઞાન ને અનુભવોનો લાભ આપવા એક દિવસ મિથિલામાંથી પહેર્યે લૂગડે ને ખાલી હાથે, કોઈના સાથસંગાથ વગર, ચાલી નીકળ્યાં, ગામડે ગામડે ફરવા લાગ્યાં. વનજંગલમાં ૨હેવા લાગ્યાં. દુષ્કર એવાં તપ તપવા લાગ્યાં. લૂખુંસૂકું જે કંઈ મળે તે ખાઈને, ને ન મળે તો ઉપવાસથી ચલાવી લેવા લાગ્યાં. પેલા રાજાઓ, બીજાં અનેક સ્ત્રીપુરુષો એમનાં ભક્ત For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧ બન્યાં. એમના જ્ઞાનપ્રવાહમાં બધાં તરવા લાગ્યાં. ઉત્તરે હિમાલય, દક્ષિણે વિંધ્યાચળ, પશ્ચિમે કુરુક્ષેત્ર ને પૂર્વમાં પ્રયાગમાં તેઓ ખૂબ ઘૂમ્યાં. અનેક જીવોનું કલ્યાણ કર્યું. લોકો એમને મલ્લિનાથના નામે પૂજવા લાગ્યા. અનેક વર્ષો સુધી આ પ્રમાણે લોકકલ્યાણ કરી, સમેતશિખરના પહાડ પર આવ્યાં. ૩૦ અહીં તેઓશ્રી નિર્વાણ પામ્યાં. ઓગણીસમા તીર્થંકર તરીકે આજ પણ એ પામે છે. પૂજા For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી મલ્લિનાથ ૩૧ તીર્થકર શ્રી મલ્લિનાથ પિતા સંક્ષિપ્ત પરિચય માતા - પ્રભાવતી - કુંભ નગરી - મિથિલા વંશ - ઇક્વાકુ ગોત્ર - કાશ્યપ ચિહ્ન - કુંભ વર્ણ - નીલ શરીરની ઊંચાઈ - ૨૫ ધનુષ્ય યક્ષ - કુબર યક્ષિણી - ધરણપ્રિયા કુમારકાળ - ૧૦૦ વર્ષ રાજ્યકાળ - નહીં છબકાળ - ૧ પ્રહાર કુલ દીક્ષાપર્યાય . ૫૪,૯૦૦ વર્ષ આયુષ્ય - ૫૫ હજાર વર્ષ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૧ -- પંચ કલ્યાણક તિથિ સ્થાનનક્ષત્ર નક્ષત્ર ચ્યવન ફાગણ સુદ ૪ વૈજયંત અશ્વિની જન્મ માગસર સુદ ૧૧ મિથિલા અશ્વિની દીક્ષા માગસર સુદ ૧૧ મિથિલા અશ્વિની કેવળજ્ઞાની માગસર સુદ ૧૧ મિથિલા અશ્વિની નિર્વાણ ફાગણ સુદ ૧૨ સમ્મદશિખર ભરણી પ્રભુનો પરિવાર ગુણધર - ૨૮ કેવલજ્ઞાની - ૨૨૦૦ મન:પર્યવજ્ઞાની - ૧૭૫૦ અવધિજ્ઞાની - ૨૨૦૦ વૈક્રિય લબ્ધિધારી - ૨૯૦૦ ચતુર્દશ પૂર્વ - ૬૬૮ ચર્ચાવાદી - ૧૪૦૦ સાધુ - ૪૦,૦૦૦ સાધ્વી - ૫૫,૦૦૦ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ :: જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ કુિલ પુસ્તક ૧૦. ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ यामोसिद्ध णमोआयरिया // થUL સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલ વાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાળકોના જીવન Serving Jin Shasan