________________
તીર્થંકર શ્રી મલ્લિનાથ
“અમારું પણ કલ્યાણ કરો. હે દેવાત્મા, તમે અમારા ગુરુ થયાં છો. અમે પણ સાચા સુખનો માર્ગ લેવા ઇચ્છીએ છીએ. આપના પિતાશ્રીની પણ માફી માગવા ઇચ્છીએ છીએ.’’
૨૯
“રાજકાજની તમારી જવાબદારી પૂરી કરો, પછી આવો, એ માર્ગ સદા સહુને માટે ખુલ્લો છે.'' રાજકુમારીએ જવાબ આપ્યોઃ ને બધા રાજાઓને લઈને પોતાના પિતા પાસે આવ્યાં.
સહુ હેતથી મળ્યા. આનંદ આનંદ વર્તી રહ્યો. રાજકુમારી મલ્લિકાની હતી તેનાથી વધુ ખ્યાતિ દેશોદેશમાં પ્રસરી રહી.
આ પછી થોડે દિવસે કુમારીએ ઘરબાર તજ્યાં. માતાપિતાએ ઘણાં રોક્યાં. કુમાર મલ્લદિન્ને કહ્યું: બહેન, આ રાજ તમે લો. તમે પ્રજાનું જેટલું કલ્યાણ કરશો, તેટલું બીજું કોઈ નહીં કરી શકે.’’
પણ રાજકુમારી તો પૃથ્વી શોભાવવા જન્મ્યાં હતાં. પોતાના જ્ઞાન ને અનુભવોનો લાભ આપવા એક દિવસ મિથિલામાંથી પહેર્યે લૂગડે ને ખાલી હાથે, કોઈના સાથસંગાથ વગર, ચાલી નીકળ્યાં, ગામડે ગામડે ફરવા લાગ્યાં. વનજંગલમાં ૨હેવા લાગ્યાં. દુષ્કર એવાં તપ તપવા લાગ્યાં. લૂખુંસૂકું જે કંઈ મળે તે ખાઈને, ને ન મળે તો ઉપવાસથી ચલાવી લેવા લાગ્યાં.
પેલા રાજાઓ, બીજાં અનેક સ્ત્રીપુરુષો એમનાં ભક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org