________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧
છએ રાજાઓ એકબીજા સામું જોવા લાગ્યા. બધા શરમાયા ને બોલ્યા: “હે દેવાનુપ્રિય, તમે જે કહો છો, તે સાચું છે. અમે ભૂલ્યા. અમે પસ્તાઈએ છીએ. અમારો ઉદ્ધાર કરો.”
“હે મહાનુભાવો, હું તમારો શું ઉદ્ધાર કરીશ. તમારી દૃષ્ટિ સુધારો. દૃષ્ટિ સુધરશે, એટલે સૃષ્ટિ સુધરશે. તમે સ્ત્રી તરફ સન્માનની વૃત્તિ રાખો, સંયમ જાળવો. સ્ત્રી માત્રને વિલાસનું સાધન ન માનો. સુંદર સ્ત્રીને નીરખી કેવળ મોહ કેમ થાય ? જેના પેટમાંથી તમે પેદા થયા, એ માતાની યાદ કાં ન આવે ? તમારી વહાલી બહેનીનો ખોળો કાં યાદ ન આવે ? તમારી પુત્રીની મમતા કાં ન દેખાય ? સ્ત્રી તો જગતની શક્તિ છે. એના પર કુદૃષ્ટિ ન રાખો. તો તમને શાંતિ મળશે. તમારી અર્ધ લડાઈઓ ઓછી થઈ જશે. તમે સુખે જીવશો. સ્ત્રીનું રૂપ માત્ર જ જો તમને લલચાવે, તો જાણજો કે તમે માણસ નહીં, પણ પશુ જ છો.”
આ મેઘ જેવી ગંભીર વાણી પાસે રાજાઓ શું કહે ? રાજકુમારીએ વળી કહ્યું:
મેં તમામ પ્રકારનાં કામસુખોનો ત્યાગ કર્યો છે. સ્ત્રીપુરુષોનો સાચો ધર્મ માટે સંસારમાં પ્રવર્તાવવો છે. રાગ અને દ્વેષના ઝઘડામાં પડેલા સંસારને ઉગારવો છે. અને એ માટે નૈષ્ઠિક બ્રહ્મચારિણી રહેવા માગું છું. ટૂંક સમયમાં હું વધુ સાધના માટે આ સુખસાહ્યબી પણ છોડવા ઇચ્છું છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org