________________
તીર્થંકર શ્રી મલ્લિનાથ
ઢાંકણું ખોલી નાખ !''
દાસીએ મૂર્તિનું ઢાંકણું ખોલી નાખ્યું. એકદમ બધે બદબો પ્રસરી રહી. રાજાઓએ નાકે રૂમાલ ધર્યા.
રાજકુમારી મંદ મંદ હસતાં બોલ્યાં: તમે નાકે રૂમાલ કેમ ધર્યા ? જે મૂર્તિના મોહથી તમે લડવા આવ્યા છો, એમાંથી જ આ નીકળે છે. મેં બેચાર દિવસથી ખાવાનું, પીવાનું, ને બીજી મિષ્ટ વસ્તુઓ એમાં નાખી છે. કેવું એનું પરિણામ ! અરે, ચાર દિવસના ખોરાકની કેટલી દુર્ગંધ, ત્યારે જેમાં હંમેશાં ખોરાક પડતો હોય, તેની શી દશા હશે ! આ સુંદર દેખાતું શરીર લોહી, થૂંક, મૂત્ર, અને વિષ્ટાનો ગાડવો છે. એમાં ગમે તેટલી સુંદર વસ્તુ નાખો, પણ દુર્ગંધ બનીને બહાર નીકળે છે. આવા શરીર પર તમે મોહ પામ્યા છો?’’
૨૭
બોલે બોલે અમૃત ઝરતું હતું. રાજાઓ શો જવાબ આપવો એની વિમાસણમાં પડ્યા. રાજકુમારી આગળ બોલ્યાં: ‘દેહની બાહ્ય સુંદરતા પાછળ તમે ઘેલા બન્યા છો, પણ કદી આત્માની સુંદરતાનો વિચાર કર્યો ? તમને નથી લાગતું કે આટઆટલાં ધનદોલત ને સુખસગવડ મળ્યા છતાં, તમે સુખી નથી ! તમારા અંતઃપુર હૈયાહોળી જેવાં છે. તમારાં મન શ્વાન જેવાં છે. તમે પેલા કબૂતર પર તરાપ મારતા બાજ જેવા છે, જે નથી જાણતું કે પોતાની પાછળ તીર ચઢાવીને શિકારી ખડો છે.’’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org