SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર શ્રી મલ્લિનાથ - - - - - વાત પૂછી. સહુની વાત સાંભળીને કહ્યું ભાઈઓ, દિલગીર છું, કે તમને ના કહેવી પડે છે. મારી પુત્રી મારે પુત્રસમાન છે. એણે જીવનભર બ્રહ્મચારિણી રહેવાનો નિર્ણય કર્યો છે.” સહુ નિરાશ થઈને પાછા ફર્યા. જઈને પોતાના રાજાઓને વાત કરી. બધા ગર્જી ઊઠ્યા : “અરે, બધું તરકટી છે. આમ કહીને બીજે ક્યાંય પરણાવવી હશે. અરે, આ તો સ્ત્રીરત્ન ! એમ ને એમ, રાજીખુશીથી માને તો ઠીક, નહીં તો જોરજબરીથી પરણી લાવીશું. કન્યાહરણ તો જૂનો રાજધર્મ છે. ડંકોનિશાન દેવાયાં. લશ્કર સાબદાં થયાં. રાજા કુંભ ડરે એવા નહોતા. સામી છાતીએ છએ રાજાની ખબર લેવા તૈયાર થયા. મિથિલા પાસેના મોટા મેદાનમાં સામસામી છાવણીઓ પડી. એક તરફ છ રાજાનાં લશ્કરો. એક તરફ એકલું મિથિલાનું લશ્કર ! નિશાનડંકા ગડગડે છે. શરણાઈઓ ગાજે છે. ઘોડા હણહણાટી દે છે. લશ્કર હાકોટા કરે છે. ડાહ્યા કુમારી મલ્લિકા વિચારે છેઃ અરે, મારે કારણે આ યુદ્ધ થશે. આ બધા અજ્ઞાની છે. અજ્ઞાનીને મોહ થાય જ. મારે તેઓની ઉપર તિરસ્કાર ન કરવો જોઈએ. દયા ને સહાનુભૂતિ બતાવવી જોઈએ. અજ્ઞાની તરફ ગુસ્સો શા માટે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005442
Book TitleTirthankar Shantinath Tirthankar Mallinath
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy