________________
તીર્થકર શ્રી મલ્લિનાથ
૨૧
મોકલો પ્રધાનજીને, મોકલો પુરોહિતજીને ! મૂકો માગું !”
ચિતારો કહે : મહારાજ, મોડા પડશો તો રઝળી પડશો. અનેક રાજકુમારોએ માગાં મૂકયાં છે.
રાજાએ જોજનગંધા સાંઢણી પર માગું મોકલ્યું.
ચિતારાએ જોયું કે પોતાના પાસા પોબાર પડ્યા છે. એટલે વધ્યો આગળ. આટલું કર્યાથી એને સંતોષ નહોતો. એ કદાચ માગું સ્વીકારી લે, તો લડાવવાની પોતાની ધારણા ધૂળ મળે.
ફરતો ફરતો કાશી દેશની રાજધાની વારાણસીમાં આવ્યો. ત્યાં રાજા શંખ રાજ કરે. ચિતારો મુજરો કરીને દરબારમાં હાજર થયો. હાજર થઈને છબી ભેટ ધરી.
“ક્યાંની છે રાજકુંવરી ?”
“મહારાજ, મિથિલાની. પૃથ્વીલોકની પદમણી છે. દેશવિદેશ ફર્યો છું, પણ આવાં રૂપ ભાળ્યાં નથી ! મારી છબી તો એ કુંવરીના રૂપનો સોમો ભાગ પણ ઝીલી શકી નથી.”
અરે, મેં પણ એનું નામ સાંભળ્યું છે.”
શા માટે નહીં, રાજન ! સૂરજ કંઈ છાબડે ઢંકાય. અરે, એ જેવાં દિવ્ય કુંડળ પહેરે છે, એવાં કુંડળ પહેરનારી બીજે ક્યાં છે ? એની એક જોડ હમણાં ખંડિત થયેલી. મિથિલાના સોની રાતદિવસ મહેનત કરી મરી ગયા, પણ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org