________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧
.ت.ن
.ن.ت.ت.
ચિતારાએ પોતાની કળાનો વિજય જોયો. એણે હોંશમાં ને હોંશમાં કહ્યું : “શ્રીમાન, શરમાવાની જરૂર નથી. એ તો માત્ર ચિત્ર જ છે.”
કુમાર આ સાંભળી ખીજે બળ્યો. ‘અરે અવિવેકી ચિતારા, તું શું ભણ્યો? તને યોગ્ય-અયોગ્યનો લેશ પણ વિવેક નથી. મારી ચિત્ર સભામાં મારાં પૂજનીય બહેનનું ચિત્ર ! રે મૂર્ખ ! તને શરમ ન આવી આ ચિત્ર દોરતાં ? બહેન જોશે તો શું કહેશે? અત્યારે ને અત્યારે અહીંથી દૂર થા !”
ઇનામની આશામાં રાચતા ચિતારાને દેશનિકાલનો હુકમ થયો. બિચારો બળબળતે બપોરે પહેરેલે લૂગડે ચાલી નીકળ્યો. મનમાં નિરધાર કર્યો, કે આનું વેર હું જરૂર વાળીશ.
ચિતારો બીજી કઈ રીતે વેર વાળે ? એણે કુમારી મલ્લિકાનું સુંદર ચિત્ર તૈયાર કર્યું, ને આવ્યો હસ્તિનાપુરની રાજસભામાં. રાજાને છબી બતાવીને કહે : રાજાજી, ફૂલ તો ઘણાં નીરખ્યાં હશે, કોઈ જાઈનું, કોઈ જૂઈનું, કોઈ ડોલરનું, કોઈ પારિજાતનું પણ આવું ફૂલ તો નહીં જોયું હોય !
રાજા કહે, અરે, કેવું એ ફૂલ ! કયા બાગમાં જોયું ?
ચિતારો કહે, મહારાજ, મિથિલાના બાગનું ફૂલ એટલે માનવફૂલ. એનું નામ મલ્લિકા. રાજા કુંભની પુત્રી ! ચિતારાએ આમ વાતમાં મોણ નાખ્યું, ને પછી બતાવી છબી ! છબીમાં તો શું પૂછવું! રાજા તો ગાંડો થઈ ગયો. એણે કહ્યું :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org