________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧
- રાજા શ્રીષેણને ખૂબ દુઃખ થયું. એમનું ચિત્ત ઉદાસ બની ગયું.
બને કુમારોએ તો પોતપોતાના પક્ષ તૈયાર કર્યા. લડાઈની તૈયારીઓ કરી. દુનિયાને તો લડાઈમાં જેટલો લાભ, એટલો શાંતિમાં તો નથી જ. સહુ એકબીજાના પક્ષમાં ભળી લડાઈનો જેટલો લાભ લેવાય તેટલો લાભ લેવા લાગ્યા.
રાજા શ્રીષેણે આ બધું જોયું ને વિચાર્યું કે મામલો એટલી હદ પહોંચ્યો છે, કે કોઈની વાત કોઈ સાંભળશે નહિ. આ રક્તપાત અટકાવવો હોય તો મારે મારું બલિદાન આપવું જોઈએ. આ જીવનો જીવની રક્ષા સિવાય વિશેષ ઉપયોગ પણ શો છે?
એમણે સહસ્ત્ર પાંખડીવાળાં કમળ મગાવ્યાં. એમાં ઊંચી જાતનું ઝેર છંટાવ્યું. આ ઝેર સૂંઘતાંની સાથે માણસનું તાળવું ફાટી જાય. પછી એમણે સહુને ખમાવ્યા. ખમાવીને પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરતાં કમળ સંધ્યું. પળવારમાં એ બેભાન બની જમીન પર ઢળી પડ્યા. તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું.
રાણીઓએ પણ તે સુંઘી લીધું. તેઓ પણ મરણને શરણ થઈ.
આ સમાચાર બહાર ફેલાતાં બધે હાહાકાર થઈ રહ્યો. લડવા માટે મેદાનમાં ખડા થયેલા પુત્રો પણ પોતાને કારણે મૃત્યુ પામેલાં માતાપિતા પાસે આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org