SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧ હતાં ! દીકરીનાં પગલાં એવાં કે થોડાં વર્ષે રાણીને દીકરો આવ્યો. મલ્લિકાને ભાઈ આવ્યો, નામ રાખ્યું મલ્લદિન્ન. બહેન ભાઈને ઉછેરે. ભણાવે ગણાવે. ભાઈ મોટી બહેનને ગુરુ પ્રમાણે. બહેનનું વચન ઉથાપે નહીં. બહેનનું વેણ ટાળે નહીં. બહેનની આમન્યા લોપે નહીં. બહેન પણ કેવી ! વખત આવે વજ્રથીય વધુ કઠોર લાગે. વખત આવે ફૂલથીય વધુ કોમળ લાગે. રમતમાં કે ગમતમાં, ભણવામાં કે ગણવામાં બહેન કોઈથી ઓછી ન ઊતરે. રાજકુમારી મલ્લિકાને જોઈ સહુનું મન ઠરે. ચાલે તો કંકુ ગરે, બોલે તો ફૂલ ઝરે, હસે તો જાણે હીરા ઝગે. લોક કહે, આ તો નક્કી કોઈ અવતારી, દેવાંશી આત્મા. આટલાં રૂપ અને આટલા ગુણ મરતલોકના માનવીને ન હોય. * જેવું મિથિલામાં રાજા કુંભનું રાજ, એવાં તો અનેક રાજ એ વેળા ભરતક્ષેત્રમાં હતાં. કોશલનું રાજ, કાશીનું રાજ, અંગનું રાજ, પાંચાલનું રાજ, કુણાલનું રાજ ! શૂરવીર રાજાઓ ત્યાં રાજ કરે. બધા ભલા ને પ્રજાના પાળનાર, પણ એક વાતની ઘેલછા બધામાં. દેશ-પરદેશ પર ચડાઈ લઈ જઈ લડવાના ભારે શોખીનઃ ને દેશ૫૨દેશની સુંદ૨ સ્ત્રીઓ પરણી લાવીને એકઠી કરવાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005442
Book TitleTirthankar Shantinath Tirthankar Mallinath
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy