Page #1
--------------------------------------------------------------------------
________________
સરદારની વાણી
૧
સંકલન કુમારપાળ દેસાઈ
કમિશ્નરશ્રી,
યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને સભ્યસચિવ
સરદાર વલ્લભભાઈ પટેલ
૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
Page #2
--------------------------------------------------------------------------
________________
Sardar Ni Vani - 1 Edited by Kumarpal Desai
પ્રથમ આવૃત્તિ : ૧૯-૬-૨૦૦૧
પ્રકાશક : કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને સભ્ય સચિવ સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, બ્લોક નં. ૧૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય, ગાંધીનગર- ૩૮૨૦૧૦
• નિવેદન • સરદાર વલ્લભભાઈ પટેલની ૧૨૫મી જન્મજયંતીના ઉપક્રમે ગુજરાત રાજ્યની ઉજવણી સમિતિએ સરદારશ્રીનું જીવન અને તેમના વિચારો આજના સમાજને પ્રાપ્ત થાય અને એમાંથી સમાજ પ્રેરણા મેળવે તેવો આશય રાખી અનેકવિધ, ગ્રંથો-પુસ્તકોનું આયોજન કર્યું. આમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર, અંજલિરૂપે લખાયેલાં કાવ્યોનો સંગ્રહ તેમના વ્યક્તિત્વને દર્શાવતા અંગ્રેજી લેખોના અનુવાદનું પુસ્તક તેમજ એમના સ્પષ્ટ અને આગવા વિચારો દર્શાવતી પુસ્તિકા પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. એ સંદર્ભમાં આ પુસ્તિકાઓ પ્રકાશિત થઈ રહી છે.
આ પુસ્તિકાઓમાં સરદારશ્રીના
મુદ્ર કે : વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
• અનુક્રમ •
• નિવેદન * વિચારો દર્શાવવામાં આવ્યા છે. એને જુદાં જુદાં શીર્ષકો આપીને એમણે કરેલી મુખ્ય વાતને ઉપસાવવામાં આવી છે. આમાંથી નવભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિચારસરણીનો આલેખ મળી રહેશે. આ પુસ્તિકાઓ નાના કદની હોવાથી વ્યક્તિ ખીસ્સામાં રાખી શકશે તેમ જ સ્કૂલ, કૉલેજ અને જાગૃત નાગરિકોને એ ઉપયોગી બનશે એવી શ્રદ્ધા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગુજરાત રાજય, ગાંધીનગર
૧. આપણો વારસો ૨. સમાનતા ૩. પુરુષાર્થ ૪. નિર્ભયતા ૫. વિનયની કેળવણી ૬. અન્યાયનો પ્રતિકાર ૭. મધુસંચય ૮. ગરીબાઈનું ઘડતર ૯. શ્રમજીવીઓને ૧૦. શહેરની સફાઈ ૧૧. અસ્પૃશ્યતા ૧૨. દૂબળા કેમ ? ૧૩. અહિંસાનો મંત્ર ૧૪. તિલકનો વારસો ૧૫. અંગ્રેજ સરકાર ૧૬. આપણું સ્વરાજ ૧૭. ઈશ્વર
Page #4
--------------------------------------------------------------------------
________________
• અનુક્રમ ૧૮. ખેડૂતની સ્થિતિ ૧૯, માણસાઈની કેળવણી ૨૦. ભૂખમરો ૨૧. ક્રાંતિનો અવતાર ૨૨. સ્વરાજનો અર્થ ૨૩. નિઃશસ્ત્ર તાકાત ૨૪. ઇમારતનો ઘડવૈયો ૨૫. રાજધર્મ ૨. ગામડાનું હિત ૨૭. શ્રેષ્ઠ કેળવણી ૨૮. અમૂલો અવસર ૨૯. આઝાદીનું જતન ૩૦. સત્યાગ્રહ ૩૧. ગાંધીજીની શક્તિ ૩૨. રાજાઓનો શોખ ૩૩. મરણનો ભય ૩૪. આપણાં શહેરો ૩૫. પારસી કોમ
• અનુક્રમ • ૩૬. સંપીલા ખેડૂતો ૩૭. વેઠ પ્રથા ૩૮. રચનાત્મક કાળ ૩૯. શ્રેષ્ઠ સેનાપતિ ૪). અહિંસાપાલન ૪૧. તમારી લડત ૪૨. દારૂ નિષેધ ૪૩. બહાદુર બનીએ ૪૪. ગાંધીજીનો બોધ ૪૫. ડર શા માટે ? ૪૬. પ્રજાનું ઋણ ૪૭. પોલીસ ૪૮. સાચો ગુજરાતી ૪૯. ક્રાંતિનો કાળ ૫૦. ઉજ્જવળ ભવિષ્ય ૫૧. સંપ પર. વફાદારી ૫૩. જુલમી રાજા
Page #5
--------------------------------------------------------------------------
________________
•
અનુક્રમ
૫૪. અંગ્રેજો જાવ
૫૫. હાથી અને મગતરું
૫૬. પ્રભુનો તિરસ્કાર
૫૭. નારી કેળવણી
૫૮. સ્ત્રીશક્તિ
૫૯. સ્ત્રીનો અધિકાર
૬૦. ગાંધીજી પર શ્રદ્ધા
૬૧. ગાંધીજી
૬૨. કાયરતાનો કટ્ટર શત્રુ
૬૩. નારીચેતના
૬૪. સંકટ સામે અડગ
૬૫. સારી વાતનો અમલ
૬૬. રાજા અને પ્રજા
૬૭. અસ્પૃશ્યતાનું કલંક
૬૮. ગરવી ગુજરાત
૬૯. લોહીની સગાઈ
૭૦. સ્વતંત્રતાની ભાવના ૭૧. દેશસેવા
૭૨. પ્રજાનો ધર્મ
८
ક
૩
૪
૫
૩૭
૬૯
90
૩૧
૭૨
૭૩
૭૪
૭૫
૭૬
૩૭
*
e
どの
८०
આપણો વારસો
મહાત્મા ગાંધીજી આવ્યા ત્યારે રાજ કીય જીવનમાં સત્ય દાખલ થયું.
દરિયાનાં મોજાં ઉપર જેનો કાબૂ છે એવા પ્રતાપી રાજ્યની સામે એક નિઃશસ્ત્ર, મુઠ્ઠી હાડકાંનો માણસ માથું ઊંચકી તેને હંફાવી શકે એ હસવા જેવી વાત નથી, પણ પ્રત્યક્ષ પ્રમાણ છે, એ આપણે જોઈ શકીએ છીએ. એ શુદ્ધ સત્યાગ્રહ પાળવાની શક્તિનો પ્રભાવ છે.
ગરીબના બેલી મહાત્મા ગાંધીજી જેલ ગયા. પણ તેથી આપણે જરાયે નિરાશ થવાનું કારણ નથી. તેમણે આપણે માટે અખૂટ દોલત વારસામાં મૂકી છે. તેનો સદુપયોગ કરવો, એ આપણા હાથની વાત છે.
મહાત્મા ગાંધીનો આદેશ છે કે સત્ય, અહિંસા અને આપભોગ એ જ આપણા રાષ્ટ્રની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુકૂળ છે.
*
Page #6
--------------------------------------------------------------------------
________________
ને સમાનતા | અસ્પૃશ્યની વ્યાખ્યા તમે જાણો છો ? પ્રાણીના શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય છે, ત્યારે તે અસ્પૃશ્ય થાય છે. મનુષ્ય શું કે પશુ શું, જ્યારે પ્રાણ વિનાનું થઈને, શબ થઈને પડે છે, ત્યારે તેને કોઈ અડતું નથી અને તેને દફનાવવાની અથવા અગ્નિસંસ્કારની ક્રિયા થાય છે. પણ જ્યાં સુધી મનુષ્ય કે પ્રાણીમાત્રમાં પ્રાણ છે ત્યાં સુધી તે અસ્પૃશ્ય નથી.
એ પ્રાણ પ્રભુનો અંશ છે, અને કોઈ પણ પ્રાણીને અસ્પૃશ્ય કહેવું એ પ્રભુના અંશનો, પ્રભુનો તિરસ્કાર કરવા બરાબર છે.
દલિત વર્ગો અને ઉચ્ચ વર્ગો વચ્ચે સમાનતા સ્થાપવાની હોય તો કહેવાતા ઉચ્ચવર્ણી લોકોએ દલિતોને સારુ ઘસાવું, ભોગો આપવા અને તેમને નમતું આપી, પોતાને દરજ્જ આણી બેસાડવામાં જ પોતાની જીત માનવી.
ન ૧૦ |
ન પુરુષાર્થ _કેવા કપરા સમયમાં આપણે જીવીએ છીએ | અને એની મુશ્કેલીઓ કેવી મોટી છે તે બરાબર. પિછાનવાની મારા દેશબાંધવોને ફરી એક વાર અપીલ કરું છું. આવો કઠણ કાળ પેદા કરવાની જવાબદારી કોની છે અને તે ચાલુ રાખવામાં વાંક કોનો છે એ શોધવાનું કામ આપણે ભાવિ | ઇતિહાસ પર છોડીએ.
એકબીજાનો વાંક કાઢવાનું અને એકબીજાની ખણખોદ કરવાનું હમણાં આપણે છોડીએ. એ મજા ભોગવવાનો વખત આવે ત્યારે ભલે એ માટે જેમને હોંશ હોય તે પોતાની હોંશ પૂરી પાડે, આજે આપણને એ મજા પાલવે એવી નથી પરસ્પર વાંક કાઢવો અને એકબીજાની ખણખોદ કરવી એમાંથી આજે આપણે કંઈ વળે એમ નથી. એથી ઊલટું, નવી રચના કરવાનો પુરુષાર્થ હણાશે. એવો પુરુષાર્થ કરવાની આજની ઘડીએ આપણને સૌથી વધારે જરૂર છે.
૧૧ |
Page #7
--------------------------------------------------------------------------
________________
નિર્ભયતા - હીંડતાં-ચાલતાં જરાક ખડખડાટ થયો કે ચાલો પોલીસ પાસે, તો તમે આવતું સ્વરાજ્ય પચાવી નહીં શકો.
જરાક ઝઘડો થયો કે દુકાનો બંધ કરી ભાગ્યા, ખાટલા તળે ભરાયા, એવા નમાલા માણસોનો યુગ ચાલ્યો ગયો છે. દરેક માણસે બાહુબળ કેળવવું જોઈશે. આપણા સ્વરાજ્યમાં નબળાનું અને ગરીબોનું રક્ષણ કરવું જોઈશે.
પોતાનો અને આસપાસનો બચાવ કરતાં શીખવું જોઈએ. આપણા કુટુંબનો બચાવ કરવો એ આપણો ધર્મ છે. પોલીસ પાછળ દોડવું નહીં જોઈએ. દરેકે પોલીસ બનવું જોઈએ; એટલે કે નિર્ભય થવું જોઈએ. પોલીસને પણ મરણ આવે છે. એટલી વસ્તુ નક્કી છે કે જીવનની સાથે મરણ બાંધેલું છે. પછી ડર શા માટે રાખવો જોઈએ ? સ્વતંત્રતા પચાવવા માટે નિર્ભયતા ન કેળવે, પોતાનો બચાવ ન કરે તે લાયક નથી.
( ૧૨ |
| વિનયની કેળવણી | આપણી ઉપર બિલકુલ આળ ન આવે એ સંભાળજો. કોઈ મર્યાદા છોડશો નહીં. ગુસ્સાનું કારણ મળે તોપણ અત્યારે ખામોશી પકડી જજો. મને કોઈ કહેતું હતું કે ફોજદારે અમુક માણસને ગાળ દીધી. હું કહું છું કે, એનું મોઢું ગંદું થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તો મને કોઈ ગાળ દે. તોપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. એટલે એ પોતે જ પોતાની ભૂલ સમજી જશે. પોલીસ કે બીજો કોઈ અમલદાર તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તોપણ કશું ન બોલશો. હિંમત ન હારશો, પણ સામા હસજો. તેજ , બહાદુરી અને તેની સાથે હું માગું છું તેવો વિનય-ખાનદાની- આ કમાણી આપણને અમથી કોઈ દિવસ મળવાની નહોતી. તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતો મેળવો એ જ ઈશ્વર પાસે હું માનું છું.
૧૩ ]
Page #8
--------------------------------------------------------------------------
________________
અન્યાયનો પ્રતિકાર સરકાર કહે છે, તમે સુખી છો. મને તો તમારાં (બારડોલી તા.) ઘરોમાં નજર નાખતાં તમે બીજા જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હો એવું કશું જોવા મળ્યું નથી. હા, તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો ખરા. તમને તકરાર-ટંટો આવડતાં નથી, એ તમારો ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણું છે. આ તાલુકામાં રાતના બારએક વાગ્યે હું કરું છું પણ મને કોઈ “કોણ” એમ પૂછતું નથી.
રવિશંકર તો કહે છે કે આ તાલુકાનાં ગામોમાં અજાણ્યાને કૂતરું પણ ભસતું નથી અને ભેંસ શિંગડું મારવા પણ આવતી નથી ! આ તમારી અશરાફી જ તમને નડી છે. માટે આંખમાં ખુમારી આવવા દો અને ન્યાયને માટે તથા અન્યાયની સામે લડતા શીખો.
ન ૧૪ ]
મધુસંચય શાળાઓમાં કે કૉલેજોમાં અભ્યાસ કરતી બહેનોએ મોજ શોખની નહીં પણ મહેનત કરવાની ટેવ પાડવી જોઈએ. ભાઈઓમાં પણ દોષ આવ્યો છે કે મહેનત કરવી એ નોકરચાકરનું, ગમારનું કામ છે એમ માને છે. એ બહુ ખોટું છે. હાથપગ ચલાવવામાં જ ખરી શોભા છે. આપણે મજૂરની માફક નહીં પણ જ્ઞાનપૂર્વક મહેનત કરીએ.
તેની સાથે આપણામાં સંસ્કાર, સારા વિચાર આવે, જગતમાં જ્યાં જ્યાં સારી વસ્તુ હોય તે ખેંચવાની શક્તિ આવે, મધમાખી ફૂલમાંથી બધી મીઠાશ ખેંચી લે છે તેમ, નરકની માખને ફૂલ પર બેસાડવામાં આવે તોપણ એ સુવાસ નથી લેવાની, ગંદકી જ કરવાની છે, પણ મધમાખી ક્યાંથી મળે ત્યાંથી મધ જ લેવાની છે. તેમ આપણે કરવું જોઈએ.
૧૫ ]
Page #9
--------------------------------------------------------------------------
________________
- ગરીબાઈનું ઘડતર - આપણો મુલક ગરીબ છે, આપણે પોતે ગરીબોમાં રહેવાનું રહ્યું. એ ગરીબીમાં પણ આપણે સુવાસ ફેલાવવી છે. ગરીબાઈ એ કોઈ પણ પ્રકારની એબ, દોષ નથી. ગરીબાઈનો મારો પોતાનો બચપણનો દાખલો આપું. આઠ દિવસનું ભાથું ખંભે લઈ પેટલાદ જતા અને પાંચસાત છોકરા સાથે એક કોટડીમાં રહેતા અને હાથે રાંધીને ખાતા મારાં મા મને રેલવેની કોટડી સુધી અહીં મૂકવા આવતાં કે રેલવેમાં બેસવા ન લલચાઉં.
આ છાત્રાલયનું મકાન જોઈને હું પેલા મંદિરના ખંડેરમાં રહીને ભણતો એનું સ્મરણ થાય છે. અમારા છાત્રાલયના પ્રમાણમાં આ તો મહેલ જેવું છે. પણ મકાન માણસને નથી બનાવતું. અમે કરમસદથી પેટલાદ આઠ દિવસનું ભાથું લઈ જતા અને હાથે રાંધી ખાતા. ગરીબાઈમાં માણસ જેવો ઘડાય છે તેવો શ્રીમંતાઈમાં નથી ઘડાતો.
| શ્રમજીવીઓને દુનિયાના મજૂરો એક થાય એ એક સુંદર આદર્શ છે. મને ગમે તો ખરું. પણ મને સ્વપ્નાં કંઈ ગમતાં નથી. જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે સ્વપ્નાં જૂઠાં લાગે છે.
આપણી પાસે તો, બંદૂક, પોલીસ નથી. | આપણી જે કંઈ શક્તિ છે એ નૈતિક સિદ્ધાંત ઉપર આસ્થા અને એના ઉપર ચાલવાના પ્રયત્નને આભારી છે... જંગલામાંના વરુની જેમ માણસો એકબીજાને ફાડી ખાવા નીકળ્યા છે. પોતાના મુલકમાં એવી શક્તિ પેદા કરવી કે જેથી અનેક શહેરોનો હવાઈ વિમાનોમાંથી નાશ થઈ જાય, એની શોધખોળ થઈ રહી છે. જે રીતે એ શક્તિઓ કામ કરી રહી છે એ કોઈક દિવસ અથડાઈ પડશે. એ વખતે હિન્દુસ્તાન એક જ દેશ છે કે જે જુદો જ પાઠ દુનિયા આગળ મૂકે છે કે માણસે માણસની જેમ રહેવું જોઈએ.
[ ૧૭ ]
Page #10
--------------------------------------------------------------------------
________________
ન શહેરની સફાઈ ] તમારે બધાએ શહેરની સફાઈના કામમાં રસ લેવો જોઈએ. શહેરમાં દવાખાનાં વધે તેથી શહેરનો સુધારો થયો ન કહેવાય. એ દાક્તરો તો દવા કરે પણ આપણે તો લોકો માંદા જ ન પડે, દાક્તરોની જરૂર જ ન રહે એવું કરવું જોઈએ.
દરેક શહેરીને થવું જોઈએ કે આ મારું શહેર છે. આ શહેર દરિયાકાંઠે આવેલાં દુનિયાનાં બીજાં શહેરોની હારમાં આવવું જોઈએ. મુંબઈ માછીમારોનું ગામ હતું તેમાંથી કેવું શહેર થઈ પડ્યું છે ?
પૈસાની તાણ હોય તો સિનેમા, નાટક અને નાતના જમણવાર પાછળનાં ખર્ચ પાંચ વરસ સુધી બંધ કરો, પણ પહેલી ગટર કરો. એનો લાભ પાંચ વરસમાં તમને જણાશે. લોકોની તંદુરસ્તી સુધરશે. અત્યારે તો તમારા શહેરમાં માણસની જિંદગી ટૂંકી થાય છે અને તેઓ દુઃખી થઈને મરે છે.
ન ૧૮ |
તે અસ્પૃશ્યતા - અસ્પૃશ્યતાની બાબતમાં મારે તમને એટલું કહેવું છે કે, એ પ્રશ્ન પંડિત માલવિયજીએ તથા શેઠ | જમનાલાલ બજાજે જેટલી ચીવટથી હાથ ધર્યો છે તેટલી જ ચીવટથી તમારે હાથ ધરવો જોઈએ.
તમારામાંના સૌથી પ્રતિષ્ઠિત લોકોએ હરિજનવાસોની મુલાકાત લેવા ખાસ જવું જોઈએ; સભાસરઘસોમાં જોડાવા તેમને બોલાવવા જોઈએ, અને કૂવા, મંદિરો તથા શાળાઓ વગેરેની બાબતમાં તેમને | જે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તે પોતે જાણી લઈને તે બને તેટલી જલદી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તમારાં મંદિરોને અંત્યજો માટે ખુલ્લાં મૂકી સાચાં દેવમંદિરો બનાવો. તમારા બ્રાહ્મણ-બ્રાહ્મણેતરના
ઝઘડાની દુર્ગધ પણ કંપારી છુટાડે એવી છે. એ | દુર્ગંધને સાફ ન કરો ત્યાં સુધી કશું કામ ન થાય.
૧૯]
Page #11
--------------------------------------------------------------------------
________________
દૂબળા કેમ ? - અંગ્રેજ સરકારને મારે માટે રોજનું ચાર આનાનું ખરચ થતું ને તેમાં હું બાદશાહી કરતો. મને ત્યાં જુવારના રોટલા ને ભાજી મળતી. તેનું મને દુ:ખ નથી. હું નાદાનને ઘેર મહેમાન થયો એટલે તેણે મારું પોતાની સમજ પ્રમાણે સ્વાગત કર્યું. અમારામાંના ઘણાને સરકાર રોજના દસ આનાનો ખોરાક આપવાને તૈયાર હતી, પણ અમારા બીજા ભાઈઓને ચાર આનાનો ખોરાક મળતો હોય ત્યારે અમે દસ આનાથી પેટ ભરવાની ના પાડી. અમે ચાર આનામાં મોજ કરી અને આજે જેઓ જેલમાં છે તેઓને ચાર જ આના મળે છે. અમને સરકારી અમલદારો મળવા આવતા, ત્યારે તેઓ પૂછતા કે, ‘તમે દૂબળા કેમ થઈ ગયા ?” મેં જવાબ આપ્યો કે, ‘તમારી મહેમાનગતિથી સ્તો ! તમે અમને ચાર આનાનો ખોરાક આપો તેમાં અમે જાડા ક્યાંથી થઈએ ?'
૨૦
4 અહિંસાનો મંત્ર | આ ભૂમિમાં એક વસ્તુ છે કે ગમે તેટલી ચડતીપડતી થાય તોય, પુણ્યશાળી આત્માઓ એમાં પેદા થાય છે. અત્યારે જગતમાં મહાનમાં મહાન વ્યક્તિ હોય તો મહાત્મા ગાંધી છે. આપણો દેશ અત્યારે એમને લીધે દુનિયામાં ઊજળો છે. એમની સલાહ પ્રમાણે આપણે ન વર્તીએ તો આપણા જેટલા મુરખ કોઈ નહીં.
ગાંધીજી ના શરીરનો મુકાબલો કરો તો તમારામાંનો (અમદાવાદના વિદ્યાર્થીઓમાંનો) કોઈ
એના કરતાં નબળો નહીં હોય. પણ એક અવાજ | એ કાઢે છે તેનો પડઘો સારાય વિશ્વમાં પડે છે.
ગાંધીજીના જેવી અહિંસા પર શ્રદ્ધાવાળો માણસ મેં હજી બીજો જોયો નથી. એક હિન્દુસ્તાન સિવાય આખી દુનિયામાં તલવારની વાત છે પણ તલવારથી ઝઘડાનો અંત આવ્યો નથી. એ તો અભિમન્યુના કોઠા જેવું છે. એનો અંત લાવવા ગાંધીજીએ અહિંસાનો મંત્ર કાઢ્યો છે.
૨૧ ]
Page #12
--------------------------------------------------------------------------
________________
| તિલકનો વારસો || સ્વર્ગસ્થ લોકમાન્ય તિલક હિંદવાસીઓના હૃદયમાં ચિરકાળ વાસ કરી રહેશે. સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછીથી જ ખરો અમલ ચલાવે છે. પ્રજા તેમના જીવનનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે, તેમના ગુણ ગાય છે, અને અહોનિશ તેમનું સ્મરણ કરે છે. | ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેની ભીખ માગવાનો નથી પણ) તે લેવાનો’ એ એમના જીવનનો મહાન સિદ્ધાંત હતો, અને સ્વરાજ્ય મેળવવા માટે ભારે સંકટો ઉઠાવીને તેઓ અંતકાળ સુધી નીડરતાથી લડ્યા. એમની અગાધ વિદ્વત્તા, એમનું નિર્મળ ચારિત્ર્ય, એમની નમૂનેદાર સાદાઈ, એમની વીરોચિત નીડરતા, એમની અનન્ય દેશભક્તિ અને સૌથી વધારે તો ભારતવર્ષમાં તેમણે જગાવેલો સ્વરાજ્યનો ધ્વનિ એ એમણે આપણે માટે મૂકેલો વારસો છે.
| ૨૨
તે અંગ્રેજ સરકાર - આજ દેશમાં જોઈતી હવા નથી. કોમ કોમ વચ્ચે સંપ નથી, નહીં તો સ્વરાજ્ય તો રમતમાં હાથ કરી શકાય. આ રાજ્ય તો એક પોકળ ચીજ છે. સરકારનો ભય એ તો મિથ્યા ભય છે. ભૂતના ભડકાનો ભય જેવો ખોટો છે તેવો આ ભય ખોટો છે. જેમ ભૂત એ કોઈ ચીજ ન હોવાથી નજરે દેખી | શકાતું નથી તેમ સરકાર પણ નજરે દેખી શકાય તેમ નથી; કારણ કે તે કોઈ એક ચીજ નથી.
સરકાર એટલે કોણ ? સરકાર એટલે કલેક્ટર ? સરકાર એટલે મામતલદાર કે ફોજદાર કે તલાટી કે વરતણીઓ ? એ બધાની મળીને સરકાર બનેલી છે, એટલે તેનો ક્યાં પત્તો લાગે ? એટલે એ તો આંખ મીંચીને માની લીધેલી ભ્રમણા માત્ર છે. બધું આપણા માણસોથી જ ચલાવવામાં આવે છે.
આપણો જ પટેલ અને આપણો જ મહાલકરી અને આપણો જ મામલતદાર,
૨૩ ]
Page #13
--------------------------------------------------------------------------
________________
ને આપણું સ્વરાજય | આપણે એવું સ્વરાજ્ય ઇચ્છીએ છીએ કે, જેમાં સૂકા રોટલાને અભાવે સેંકડો માણસો મરતાં નહીં હોય; પરસેવો પાડી પકવેલું અનાજ ખેડૂતોનાં છોકરાંઓનાં મોંમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં નહીં આવતું હોય, જેમાં પ્રજાને વસ્ત્ર સારુ પારકા દેશ ઉપર આધાર રાખવો પડતો નહીં હોય, થોડા પરદેશીઓને સગવડ કરી આપવાની ખાતર રાજ કારભાર પરદેશી ભાષામાં ચાલતો નહીં હોય, આપણા વિચાર અને શિક્ષણનું વાહન પરદેશી ભાષા નહીં હોય, | સ્વરાજ્યમાં દેશના રક્ષણ માટે દેશને ગીરો મૂકી દેવાળું કાઢવા વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહીં હોય. સ્વરાજ્યમાં આપણું લશ્કર પેટિયું નહીં હોય. તેનો ઉપયોગ આપણને ગુલામ બનાવવામાં અને બીજી પ્રજાઓની સ્વતંત્રતાનો નાશ કરવામાં નહીં થતો હોય.
- ૨૪ ]
ને ઈશ્વર | ડર ઈશ્વરનો જોઈએ, બીજા કોઈ માણસ કે સત્તાનો ડર ન જોઈએ. ખુદાના બંદા હો તો પ્રાર્થના કરજો કે ઈજ્જત રાખે, આપણામાં દૃઢતા રાખે.
માણસમાં એક ચિનગારી પડી છે, એને જગતનું જ્ઞાન અને જગતના સરજનહારનું જ્ઞાન થવું જોઈએ. એનું જ્ઞાન થાય તો એક માણસ ઊંચો અને એક નીચો નહીં લાગે.
ભગવાન દુ:ખીમાં દુ:ખી માણસમાં પડેલો છે. એ કંઈ મહેલોમાં જતો નથી.
માણસ જો પોતાનું મન મજબૂત કરે છે તો એને દુઃખ નથી લાગતું. એ તપ કરે છે.
જ્યારે એનું તપ સાચું હોય છે ત્યારે સાચો સમય આવે છે અને ત્યારે ઈશ્વર એનો હાથ પકડ્યા વગર નથી રહેતો.
ન ૨૫]
Page #14
--------------------------------------------------------------------------
________________
ખેડૂતની સ્થિતિ | આપણા દેશમાં સેંકડે એંશી જણ કિસાન છે. આ દેશના કિસાનોની જેવી કંગાલ અને દુઃખદ સ્થિતિ છે એવી દુનિયાના બીજા કોઈ દેશના કિસાનોની નથી. કરોડો કિસાનોને એક ટંક પેટ ભરીને લુખોસૂકો રોટલોય નથી મળતો. ભૂખમરો અને અજ્ઞાનના બોજ તળે કચડાઈ રહેલા આ ભલાભોળા ખેડૂતોમાં અનેક જાતના વહેમ અને સામાજિક સડાએ ઘર કર્યું છે.
ચોખ્ખાઈના સામાન્ય નિયમો પાળવા જેટલી તાલીમ પણ તેમને નથી મળી. પ્લેગ, કૉલેરા, મરડો તથા મલેરિયા એ તો એમના કાયમના સાથી બની ગયા છે.
અનેક રોગોથી પીડાતા, લાખો ગામડાંઓમાં વસનારા આ કિસાનોને માટે એના ઉપચારનાં કશાં સાધનસગવડ નથી...
- ૨૯ ]
માણસાઈની કેળવણી કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે, બીજી માણસની માણસાઈ લઈ લે છે. તમે ભારે કેળવણી લો છો તેથી તમારા ગરીબ ભાઈઓને ન ભૂલશો. તેમના પરસેવાના પૈસાથી તમને કેળવણી મળે છે. તમે ગમે તેવી કેળવણી લો, પણ એવા ન બની જજો કે ગરીબ ખેડૂતોમાં તમે જાઓ તો, ખેડૂતોના બળદ જેમ મોટર જોઈને ભડકે છે તેમ ખેડૂતો તમને જોઈને ભડકીને ભાગી જાય. વિજ્ઞાનનો આટલો અભ્યાસ કરો છો તો જોજો કે તમારા વિજ્ઞાનના અભ્યાસના પરિણામે ખેડૂતો એક ડૂડાને બદલે બે ઉત્પન્ન કરતો થાય. રાષ્ટ્રીય કેળવણીનો ઉદ્દેશ ખેડૂતના છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય અને પાછા ગામડામાં જઈને રહે એ છે. મારે તો ગાડું હાંકનાર, ખરપડી પકડનાર, કોશ ખેંચનાર, હળ લઈ ખેતી કરનાર જોઈએ છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
ને ભૂખમરો – આ રાજસત્તા પ્રજાની ભૂખનો જરાય વિચાર કર્યા વિના કરોડો રૂપિયા લકર પાછળ ખર્ચી પોતાના માણસોનું પોષણ કરી રહી છે. કોઈ પણ ધનાઢય દેશમાં ન હોય એથી ઊંચા પગાર આ ગરીબ દેશમાં સનંદી નોકરોને આપીને, પોતાનાં માણસો દેશભરમાં તેણે પાથરી દીધા છે. સાથે સાથે આ સૌને મોટા મોટા મોગલ બાદશાહો જેવી સત્તા આપવામાં આવી છે.
દેશભરમાં ઠેરઠેર અનેક મનુષ્યો સતત ભુખમરાથી અધમૂઆ પડેલા છે. આ ભૂખ્યા કિસાનો વચ્ચે તેમના જ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને દબદબો તથા ઠાઠમાઠ કરવાને માટે જ દિલ્હીની રાજધાની બાંધવામાં આવી છે. રાજ પ્રાસાદોમાં, પ્રાન્તોના લાટસાહેબોની મહેલાતોમાં અને મોટા મોટા હોદ્દેદારોના બંગલાઓમાં દરબાર ભરાય છે, પાર્ટીઓ અપાય છે, ભોજ નો, નાચરંગ અને શરાબબાજી ઊડે છે.
ન ૨૮ |
ક્રાંતિનો અવતાર | જગતમાં કોઈ બળવાખોર હોય તો ગાંધીજી જેવો બીજો કોઈ જ નથી. પણ એનો બળવો અસત્યની સામે છે, પાખંડની સામે છે, મેલની સામે છે, કોઈ | વ્યક્તિની સામે નથી.
દુનિયામાં સંહારશક્તિની હરીફાઈ ચાલી રહી છે. એ કેટલી હદ સુધી પહોંચશે તેની કલ્પના નથી. પણ એક એવો સમય આવી રહ્યો છે કે જ્યારે જગત સ્વીકારશે કે એક લંગોટી પહેરેલો મુઠ્ઠી હાડકાંનો માણસ (ગાંધીજી) કહેતો હતો તે જ સાચી વાત કરતો હતો. ‘મહાત્મા ગાંધીજી કી જય'ના ધ્વનિમાં જે ક્રાંતિની જય પોકારાય છે તેવી બીજા કયા ધ્વનિમાં સંભળાય છે ? કારણ મહાત્માજી એટલે ક્રાંતિનો અવતાર. ગુજરાતનો તપસ્વી (ગાંધીજી) શીખવે છે એ હાડમાં ઊતર્યું હશે તો અંગ્રેજ સરકારનાં હથિયાર થોથાં થઈ જવાનાં છે. | સાબરમતીમાં બેઠો બેઠો મુઠ્ઠી હાડકાંનો માણસ રેટિયો ફેરવી સરકારને હલાવે છે, એ એક કૌતુક છે.
૨૯ |
Page #16
--------------------------------------------------------------------------
________________
ન સ્વરાજનો અર્થ | આપણે ભાંગશું તો આખ હિન્દુસ્તાનને ભાંગશું, અને ટકશું તો તરશું ને હિન્દુસ્તાનને પદાર્થપાઠ આપીશું.
દેશમાં જે લાખો લોક ભૂખે મરે છે, તે દેશમાં નીપજતું નથી એટલા સારુ ભૂખે મરે છે એવું નથી; પણ એટલા સારુ ભૂખે મરે છે, કે નવરાશના વખતમાં કરવાને સારુ તેમની પાસે પેટાધંધો નથી. આમ ઘરને આંગણે ફરજિયાત નવરાશ વેઠીને અને પેટાધંધાને અભાવે પ્રજા ભૂખે મરી રહી છે.
દેશના સંરક્ષણ અને નાણાવ્યવહાર પર કાબુ અને પોતાના વેપાર-રોજ ગાર તથા ઉદ્યોગો વિકસાવવાની સ્વતંત્રતા ન મળતાં હોય તો એવા સ્વરાજ્યનો કશો અર્થ નથી. કેટલાક સરકારી નોકરો લાંચરુશવત લે છે. કેટલેક ઠેકાણે નજરાણાં લેવાય છે. ક્યાંક ઢોરની જેમ તેની પાસે વેઠ કરાવે છે આ બધા સામે લડવાનું જ છે.
| ૩૦ |
તે નિઃશસ્ત્ર તાકાત - યરવડાની જેલમાં પુરાયેલા આપણા મહાન સેનાપતિને એ જેલના દરવાજા ઉઘાડી, બહાર લાવી, આપણી ઈજ્જત પર નંખાયેલા હાથને દૂર ન કરીએ તો આપણું જીવ્યું વ્યર્થ જ જાણજો.
એક જ વાણિયો ખરો વેપારી જાણે છે, અને તે ઇજ્જતનો વેપાર કરે છે. તે જેલમાં છે, એટલું જ નહીં, પણ એનાં ત્રણ છોકરાં જેલમાં છે. છોકરાનો સોળ વર્ષનો નાનો છોકરોયે જેલમાં છે. અને એની પત્ની શું કરે છે ? જિંદગીને જોખમે ગામડે ગામડે દારૂના પીઠાં, કાપડની દુકાનો ઉપર પિકેટિંગ કરે છે.
એક જ નિઃશસ્ત્ર માણસે સરકારને સમજાવ્યું છે, | ઈશ્વરની ઓળખ આપી છે. તેણે સમજાવ્યું છે કે ગમે તે કરશે તોપણ પ્રાણ લેવાનું તારા હાથમાં નથી. સલ્તનતનો તોડનાર તો ઉપર બેઠો છે.
એક માણસ એવો છે કે કોઈ એને છેતરી શકે નહીં.
ન ૩૧]
Page #17
--------------------------------------------------------------------------
________________
ઇમારતનો ઘડવૈયો
એક ઇમારત ચણનાર કડિયો જેમ તેના પ્લાન બનાવનાર ઇજનેરના જેટલી શક્તિ પોતામાં હોવાનો દાવો કરતો નથી, છતાં તે પ્લાન પ્રમાણે ઇમારત પૂરી કરવામાં મુશ્કેલી જોતો નથી. તેમ ગાંધીજીના સાથીઓ જો તેમનો ઘડેલો સ્વરાજની ઇમારતનો પ્લાન બરાબર સમજી ગયા હશે તો તે પ્લાન મુજબ ઇમારતનું કામ આગળ ચલાવતાં મૂંઝાશે નહીં.
ગાંધીજીની અહિંસાવૃત્તિ, એમનો પ્રેમ, એમની મમતા, એમનું સ્વરાજ માટેનું રટણ અને એમનો અથાગ પરિશ્રમ નજર સામે રાખી જો તેઓ દિનરાત શ્રમ ક૨શે અને ગાંધીજીએ દોરી આપેલો સ્વરાજનો ચતુર્વિધ કાર્યક્રમ પાર ઉતારશે તો તેઓ પોતાની બધી ત્રુટિઓ ઓળંગીને ગાંધીજીના નામને અને પોતાની વફાદારીને દીપાવશે એમાં સંદેહ નથી.
૩ર
રાજધર્મ
હિન્દુસ્તાનના રાજાઓને કોઈએ બગાડ્યા હોય તો તે તેની પ્રજાએ જ.
રાજ્યને સાચી વાત કહી દેવી જોઈએ ને તેમ કરતાં ગમે તે દુઃખ કે આપત્તિ આવી પડે તે સહન કરવા તૈયાર થવું જોઈએ. એનું નામ ખરો રાજધર્મ છે. પ્રજાનો એ સાચો ધર્મ છે.
રાજા પ્રજાના દુઃખમાં ભાગ લે, આ ગરીબ અને અજ્ઞાન ભીલોમાં ફરે, તેની ઝૂંપડીમાં ફરે ને જુએ કે તેને શું દુઃખ છે અને કંઈ જરૂર પડે તો મદદ આપે તો તો આપણે એ રાજાને ખાંધે લઈને ફેરવીએ; કારણ હિન્દુસ્તાનના પ્રાચીન રાજાઓ તો એક પણ માણસ ભૂખ્યો રહેતો હતો ત્યાં સુધી સૂતા ન હતા. કારણ એ રાજા પ્રજાના રક્ષક હતા. આજના રાજાઓ કહે છે કે આ અમારો વારસાઈ હક છે. સેવાનો હક હતો તે તો ગુમાવી બેઠા ને પ્રજા પર જુલમ કરવાનો વારસાઈ હક કરતાં શીખ્યા.
૩૩
Page #18
--------------------------------------------------------------------------
________________
| ગામડાનું હિત | આજે જે લાખો ગામડાંમાં હિન્દુસ્તાન વસે છે તે જે થોડાં શહેર છે તેમનાથી અતડું પડી ગયું.
ગામડાનું હિત ચાલી ગયું છે, એનું હિત ચુસાઈ ગયું છે. જળોની પેઠે શહેરો એને ભુસી રહ્યાં છે.
ગાડાં ભાંગી-ભાંગી મોટરો થઈ છે. ગામડાંમાં કોડિયામાં બાળવા તેલ નથી અને શહેરમાં રાતના એક વાગ્યા સુધી વીજળીની બત્તી બળે છે. રેંટિયા બંધ થયા ને કારખાનાં થયાં.
આપણે ચાર વસ્તુની જરૂર છે : હવા, પાણી, રોટલો ને કપડું. બે વસ્તુ ભગવાને મફત આપી છે. અને રોટલો ઘરમાં ઘડાય છે તેમ કપડું આપણા ઘરમાં બનવું જોઈએ.
આપણા ગામની અંદર ઉદ્યમો ભાંગી ગયા છે એ પાછા સજીવન કરવા જોઈએ.
ન ૩૪ ]
કેળવણી ગાંધીજી હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારતી કહે છે કે અત્યારનું શિક્ષણ એ કુશિક્ષણ છે. એ આપણા હાથપગ ભાંગી નાખે છે. મન નબળું પાડી નાખે છે. પરદેશી શિક્ષણ સરકારે એટલા ખાતર દાખલ કરેલું કે કારકુનો પેદા થાય, નોકરી કરે
અને એનું રાજ્ય ચલાવી આપે. એથી ન આપણું | શિક્ષણ રહ્યું, ન એનું પૂરું આવ્યું.
ગાંધીજીએ સ્વરાજ્યની લડત પહેલી ઉપાડી ત્યારે પહેલો પોકાર એ ઉઠાવ્યો કે આ શાળાઓ એ ગુલામખાનાં છે.
આજે જે કેળવણી આપવામાં આવે છે એ | પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એકતાર નથી થતો, નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો. કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય.
[ ૩પ ]
Page #19
--------------------------------------------------------------------------
________________
અમૂલો અવસર
આપણા દેશના ઇતિહાસમાં આ અમૂલો અવસર છે. આપણે એકઠા મળીને કામ કરીશું તો દેશને મહત્તાને શિખરે પહોંચાડીશું અને આપણે જો સંપ નહીં રાખી શકીએ તો નવી નવી આફતો નોતરીશું.
ન
ભવિષ્યની પ્રજા આપણને શાપ ન દે કે આ લોકોને મોકો તો મળ્યો પણ તેમણે સૌનું હિત થાય તેવી રીતે તેનો ઉપયોગ ન કર્યો. એને બદલે હું તો ઇચ્છું છું કે ભવિષ્યની પ્રજાને માટે આપણા સારા સંબંધોનો ઉત્તમ વારસો મૂકી જવાનું સદ્ભાગ્ય આપણને સાંપડે, જેને પરિણામે આપણી આ પવિત્ર ભૂમિ દુનિયાના દેશમાં પોતાનું યોગ્ય માનભર્યું સ્થાન લઈ શકે અને શાંતિ તથા સમૃદ્ધિનું નિવાસસ્થાન બને.
દેશમાં શાંતિ જોઈએ. શાંતિ નહીં હોય તો લોકો કહેશે અંગ્રેજની ગુલામી સારી હતી.
ક
આઝાદીનું જતન
ઈશ્વરનો આભાર કે ગૌરવ અને કીર્તિનો આ અવસર જોવાને આપણે ભાગ્યશાળી થયા. ગાંધીજીની પ્રેરક નેતાગીરી હેઠળ આપણી લાંબી, શાંતિભરી અને અહિંસક લડાઈના યશસ્વી અંતને વધાવી લેવાનું તથા તેને લગભગ તેના ધ્યેય સુધી પહોંચાડવાનું આપણને જે ભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ આપણે મગરૂર છીએ. એટલું કબૂલ કરવું જોઈએ કે જે ધ્યેયને આપણે નજર સમક્ષ રાખ્યું હતું તે હજી આપણે મેળવી શક્યા નથી. આમ છતાં એ વિષે શક નથી કે દેશનું ભાવિ આપણી મરજી મુજબ નિર્માણ કરતાં હવે આપણને કોઈ અટકાવી શકે તેમ નથી.
આ મહાન ઉપખંડમાં રહેતાં દરેક સ્ત્રી, પુરુષ અને બાળકની સાથે આ અપૂર્વ અવસરનો લહાવો આપણે લઈ શકીએ છીએ એ આપણું સદ્ભાગ્ય છે.
૩૭
Page #20
--------------------------------------------------------------------------
________________
સત્યાગ્રહ
આપણી લડત સત્યાગ્રહની છે. પ્રજામત અને આંધળો અમલ એ બેની વચ્ચે દારુણ ધર્મયુદ્ધ ચાલે છે. લડત લંબાતી જાય છે તેમ તેમ પ્રજાની કસોટી થાય છે. દુઃખ સહન કરવાનો પ્રસંગ જ ન આવ્યો હોત તો પ્રજાને ભારે લાભ મળત નહીં. હવે આપણી કસોટીનો વખત આવ્યો છે. જગત આપણી સામે જોઈ રહ્યું છે... અમલદારો હાલની ચાલતી રાજ્યપદ્ધતિમાં લાચાર છે. આવા કઠણ સંયોગોમાં સ્વાભાવિક છે કે તેઓ કોઈ વખત મર્યાદા છોડે, ક્રોધ કરે, ત્રાસ આપે, તોપણ આપણે તો મર્યાદા ન છોડવી, વિનય ન છોડવો અને એમના ઉપર દ્વેષ નહીં કરતાં તેમની દયા ખાવી અને શાંતિ પકડવી. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે. અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ તેટલો જ સબળ હોય તો જરૂર આપણે જીતી શકીએ એ સત્યાગ્રહની લડતનું રહસ્ય છે.
૩૮
ગાંધીજીની શક્તિ
હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જડીબુટ્ટી આપનારને છે.
આ કળિકાળમાં પણ સૌરાષ્ટ્રમાં જગતમાં સૌથી મહાન પુરુષ પેદા થયેલ છે અને જે રાક્ષસી સંહારશક્તિની હરીફાઈથી અકળાયેલા જગતને સત્ય, શાંતિ અને પ્રેમનો નવો મંત્ર આપી રહેલ છે. એ ભૂમિમાં જન્મ લેવાનું અભિમાન કોને ન થાય ?
એ જ માર્ગે સૌરાષ્ટ્રનું એ ઈશ્વરી સંકેત છે.
અને જગતનું કલ્યાણ છે
હું જે કંઈ શીખ્યો છું, મારામાં જે કાંઈ શક્તિ છે એમ તમે માનતા હો તો જે વ્યક્તિ આજે કાઠિયાવાડને અને હિન્દુસ્તાનને દોરે છે તેની પાસેથી તે શીખ્યો છું અને તેની પાસેથી તે શક્તિ મેળવી છે.
૩૯
Page #21
--------------------------------------------------------------------------
________________
રાજાઓનો શોખ | આજ કાલના રાજાઓમાં યુરોપની મુસાફરીનો શોખ વધી પડ્યો છે.
રાજાઓને અંગત લાભ કશો જ થતો નથી. ઊલટા કેટલાક એવી એબો લઈને આવે છે કે જગતમાં હાંસીને પાત્ર થાય છે. કેટલાક રાજા તો એવા છે કે જેમને આ દેશમાં રહેવું મુદ્દલ ગોઠતું. નથી, અને પ્રસંગવશાત્ આ દેશમાં આવવું પડે ત્યારે પણ એવા સંજોગો સાથે આવે છે કે જેથી કુટુંબફ્લેશ થાય છે અને ખુદ રાજરાણીને શરમ છોડી દિલ્હીના તખ્ત સુધી રાજાના અપલક્ષણની રાવ ખાવા દોડવું પડે છે.
આવા રાજાઓને અમર્યાદિત ભોગવિલાસ ભોગવવા હોય તો રાજગાદી છોડવી જ જોઈએ. રાજાઓએ પોતાના કુળની ઇજ્જતને ખાતર પણ આ પરદેશ ભટકવાની પ્રથા એકદમ બંધ કરવી જોઈએ.
ન ૪૦ |
મરણનો ભય શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? રાજા પણ અમર નથી તો જમીનદાર શેનો અમર ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં, પણ કેવળ ઈશ્વરના હાથમાં છે.
ખેડૂતોને અને તમને કહું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે જાણો છો ? મરણમાંથી કોઈ છૂટવાના નથી. નામર્દનું મોત કરતાં બહાદુર અને આબરૂ દારના મરણે મરતાં શીખો.
મરણ તો એક વખત જ આવે છે, બે વખત નહીં; ને તે કરોડાધિપતિ કે ગરીબ કોઈનેય | છોડતું નથી. તો પછી તેનો ભય શો ? આપણે મરણનો ભય છોડી નિર્ભય થઈએ.
૪૧ ]
Page #22
--------------------------------------------------------------------------
________________
આપણાં શહેરો આપણાં શહેરો નથી શહેરોમાં કે નથી ગામડામાં. શહેરોમાં વસતાં છતાં અડધા લોકો તો ગ્રામજીવન ગાળતા હોય એવી દશામાં છે. અડધાં મકાનોને પાયખાનાં નથી. પોતાના ઘરનો કચરો નાખવાની જગ્યા નથી. સાંકડી ગલીઓમાં અને ગીચ વસ્તી વચ્ચે રહેવા છતાં ઢોર રાખે છે. કેટલાયે રબારીઓ ગાયોનાં ટોળાં શહેરો વચ્ચે રાખે છે. રસ્તાઓ ઉપર ઠેકઠેકાણે ટોળેટોળાં ઢોર આથડતાં હોય છે.
સામાન્ય રીતે લોકો આરોગ્ય અને સફાઈના નિયમો જાળવવામાં અતિશય શિથિલ છે અને આવી બાબતમાં નથી સ્વધર્મ સમજતા કે નથી પાડોશી ધર્મ જાણતા. આપણાં શહેરોમાં પ્રવેશ કરતાં પરદેશીઓને કોઈ જગ્યાએ સ્વરાજનું ચિહ્ન માલૂમ પડે એવું નથી. ગમે ત્યાં થૂકવાની, ગમે ત્યાં લઘુશંકાએ બેસવાની, ગમે ત્યાં ગંદકી કરવાની લોકોને ટેવો છે.
ન ૪૨
1 પારસી કોમ - હિન્દુસ્તાનના પારસીઓ એવા છે કે તેઓ જો ચાહે તો વિલાયત આ ધન જતું અટકાવી શકે અને ન્યૂયોર્કના ધનાઢ્યોને પણ ટક્કર મારી શકે, જ્યાં સુધી તમે એની સલ્તનતમાં ખુશામત કર્યા કરશો ત્યાં સુધી તો તમને ટાઇટલો અને બધાં સુખ મળશે.
સ્વતંત્રતાનો પહેલો લેખ તે મહર્ષિ દાદાભાઈ નવરોજીએ લખ્યો અને તેમની પૌત્રીઓએ જે બધું કરી દેખાડ્યું છે તેવું કોઈથી થઈ શકે તેમ નથી. તેટલા જ માટે મને નક્કી ઉમેદ છે કે પારસીઓ જેઓ આ લડતમાં જોડાયા છે તેઓ તેને કદી પાછા હઠવા દેશે નહીં.
જે કોમમાં દાદાભાઈ નવરોજી જેવા મહર્ષિ પેદા થાય અને જે કોમની તેવા નરની પૌત્રીઓ આવું સરસ કામ કરી રહી હોય તે કોમ શું નહીં કરી શકે ? માટે મારી છેવટની અરજ એ છે કે તમારે દાદાભાઈ નવરોજીનો મહામંત્ર સફળ કરવો.
| ૪૩
Page #23
--------------------------------------------------------------------------
________________
ન સંપીલા ખેડૂતો | ખેડૂત એકલી ખેતી ઉપર નભી શકવાનો જ નથી. જેની પાસે લાંબી જમીન હશે, જે વિશેષ બુદ્ધિ ધરાવતો હશે, અને જે વિશેષ મહેનત કરતો હશે તે ગુજરાન ચલાવી શકશે. અત્યારે જમીનના ટુકડા થતા જાય છે તેમ તેમ ખેતીની સાથે નવરાશમાં ઘરબેઠાનો ઉદ્યોગ હોય તો જ ખેડૂત નભી શકે.
તમે સમજો કે અમદાવાદ વસ્યું છે. તે આખા જિલ્લામાંથી ખેડૂતોનાં રસકસ, હાડકાં, માંસ ને લોહી ઉપર વસ્યું છે. ખેડૂતોએ જેવા પહેલાં હતા એવા થવું જોઈએ.
ખેડૂતોમાં કંકાસ, કુસંપ ને કજિયા ગામેગામ છે. આમાં ખેડૂતો પોતે નહીં સમજે તો બીજો કોણ સમજાવશે ? આપણું કામ એ છે કે આપણા મતભેદને મોટું સ્વરૂપ આપવું ન જોઈએ કે જેથી છોકરાઓ આપસઆપસમાં લડી મરે. એકબીજાની ચાડીચુગલી કરવી ન જોઈએ. સંપીલા ખેડૂતોને કોઈ સતાવી શકતું નથી.
- ૪૪ ]
ન વેઠ-પ્રથા || એક બાબત માટે ખેડૂતોએ શરમાવું જોઈએ. જે મજબૂત છે, સુખી છે, સાધનવાળા છે તેમના પર | એક આરોપ, તહોમત છે કે તે અભિમાની છે, અને તે એટલા અભિમાની હોય છે કે તે ઈશ્વરને પણ
ભૂલી જાય છે. તેના દરબારમાં તો રંકરાય, ઊંચનીચ | સરખા છે. તે દરબારમાં તેને હિસાબ આપવાનો છે તે તે ભૂલી જાય છે. તેથી ઊતરતા વર્ગને તે સતાવે છે. ઊતરતા વર્ગ પાસે તે વેઠ કરાવે છે. સરકાર જેટલી વેઠ નથી કરાવતી તેટલી આ કરાવે છે.
આપણી પાસે જમીન હોય, નાણાં હોય, સમજ હોય તે બધાંનો ઉપયોગ શો ? જે સુખી છે તે સુખના મદમાં બીજાને દુ :ખી કરે છે તે ઠીક નથી, આપણી બુદ્ધિ વટાવી ખાવાની નથી. તેનો સદુપયોગ કરી બીજાને સુખ આપવા માટે પ્રભુએ તે આપી છે. ગરીબ, દુઃખી ઉપર આપણે છાયા કરવી જોઈએ. ખેડૂતની પાંખમાં જો બધા રહેતા હોય, સમતા હોય તો તે ખરો ખેડૂત છે.
૪૫ ]
Page #24
--------------------------------------------------------------------------
________________
ને રચનાત્મક કાળ | જાણતાંઅજાણતાં રાજાઓ જે જુલમ કરે છે, તે એવા ખ્યાલથી કરે છે કે આપણી પાછળ સલ્તનત ઊભી છે. પણ એવું રાજ્ય મડદાં પર કરી શકાય. હરેક જગાએ જુલમી રાજાને ઉઠાડી મુકાય છે. તો તમને કોણ રોકે છે ? તાકાત હોય તો કરો. તમે એવી શંકા શું કામ રાખો છો ? જે રસ્તે કોંગ્રેસ પોતાની શક્તિ વધારી રહી છે, તે રસ્તે તમે મેદાને પડશો, તો જરૂર પડ્યે કૉંગ્રેસ તમને કેમ છોડી દેશે ? હરિપુરાનો ઠરાવ તમારા ભલા માટે જ છે. એક પણ કિસાન મહેસૂલ નહીં ભરે તો હું ખુશી થઈશ. પણ હું જાણું છું કે આજ તમારામાં કમજોરી છે. એવી કમજોરીવાળાએ લડાઈની વાત નહીં કરવી જોઈએ.
દેશી રાજ્યોમાં રચનાત્મક કામમાં કોઈને રસ હોય એમ હું નથી જોતો. બ્રિટિશ હિંદમાં જે પ્રાંતમાં રચનાત્મક કામ ચાલી રહ્યું છે ત્યાં જુદી જ શક્તિ પેદા થઈ છે.
૪૬
શ્રેષ્ઠ સેનાપતિ અંદરનું વાતાવરણ સાફ કરશો તો બહાર એની અસર થવાની છે. પછી તમે ગામેગામ લોકોને મળો ને ભય દૂર કરો. ગામેગામ ભટકતા રહો ને નિર્ભયતાનું વાતાવરણ પેદા કરો. એ તો જે સાચો રૂપિયો હશે તેનો રણકાર વાગવાનો છે ને બોદો હશે તેનો વાગવાનો નથી. નિર્બળ દેખાતા માણસનો આત્મા બળવાન હશે તો તેનો અવાજ દુનિયાને છેડે પહોંચવાનો છે. આજે દુનિયાના લશ્કરના બધા | સેનાપતિઓમાં હિન્દુસ્તાનના સેનાપતિ મહાત્મા | ગાંધીનો દેહ નિર્બળમાં નિર્બળ છે પણ તેનો રણકાર દુનિયાને છેડે પહોંચે છે.
બાપુએ ઘણી વાર સમજાવ્યું છે. પણ આપણે તો અહિંસા-હિંસાની ચર્ચામાં પડી જઈએ છીએ. મારનાર કોણ છે જે મરણિયો હોય તેને ? બાપુ તો ઠોકી ઠોકીને કહે છે કે મરતાં ન આવડે તો મારતાંયે આવડે છે કે નહીં ? કંઈ નહીં તો મારતાં મારતાં તો મરો. કૂતરાના મોતે મરવા કરતાં મારતાં મારતાં તો મરો.
ન ૪૭ ]
Page #25
--------------------------------------------------------------------------
________________
અહિંસા-પાલન તલવાર ચલાવી જાણે છતાં જે તલવાર મ્યાન રાખે તેની જ અહિંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંમત કેટલી ? રાજાઓના દોષ જોતાં પહેલાં આપણે આપણી નામર્દીને ન ભૂલવી જોઈએ. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય ! તમારા સિવાય તમારો ઉદ્ધાર બીજો કોઈ કરવાનો નથી.
અહીં કેટલાક મિત્રો જે મારગ લઈ રહ્યા છે તે ઊલટો મારગ છે. હું કહું છું કે આ ફજેતો કરવો છોડી દો. જેને લાજ નથી તેની લાજ શી જવાની છે ?
જે પોતાની લાજનું રક્ષણ નથી કરતો, તેની લાજ બીજું કોણ બચાવી શકવાનું હતું ?
તાકાત વગર બોલવાથી ફાયદો નથી. દારૂગોળા વગર જામગરીથી ભડકો નથી થવાનો.
ન ૪૮ ]
તે તમારી લડત - પ્રાણ લેવાનું આ જ ગતમાં પરમેશ્વર સિવાય કોઈના હાથમાં નથી. જવાનો વખત આવ્યો ત્યારે મોટા રાજામહારાજાઓ પણ પલકમાં ચાલ્યા ગયા ને એમને કોઈ રોકી શક્યું નહીં. મોટી સલ્તનત પણ એમ જ એના પાપના ભારથી ચાલી જશે ત્યારે કોઈ તેને રોકનાર નથી. કોઈ સત્તા એવી ખુમારી રાખતી હોય કે એ લાઠીથી ને ગોળીથી ને બૉમ્બથી એનો અમલ ચલાવી શકશે તો એ મિથ્યાભિમાન છે.
મેં ખેડૂતને બીજી એક વાત પણ શીખવી રાખી છે કે આ લડત સભ્યતાની છે. તેને જરા પણ અસભ્યતા કરીને દૂષિત કોઈ ન કરશો અને સભ્યતા છોડવી પડે એવો પ્રસંગ ઊભો થાય ત્યારે દેશ છોડજો પણ સભ્યતા ન છોડશો. જો મર્યાદા છોડીએ તો આપણે બદનામ થઈએ. જેના પવિત્ર નામથી આ મહાન ધાર્મિક યુદ્ધ આદરેલું છે તેની પવિત્રતા સાચવજો અને સાચવી ન શકો એમ લાગે તો તમારી જગા છોડી જ જો. એથી પરિણામ રૂડું જ થશે.
Page #26
--------------------------------------------------------------------------
________________
| દારૂનિષેધ - રાજ્યને આવક કરવાની જરૂર હોય તો તેમ કરવાના બીજા અનેક રસ્તા છે પણ ગરીબ, અજ્ઞાન ને જંગલમાં વસતી કોમને દારૂ પાઈ પોતાનું મહેસૂલ વધારવું એમાં મહાપાપ છે. જે પ્રજા અજ્ઞાન અને રંક છે, જે ગરીબડી પ્રજા રાજ્યના આશ્રય ઉપર અને ઉજળિયાત પ્રજાની દયા ઉપર જ નભી રહેલી છે, તેમાં દારૂનો વેપાર કરવો અને તેવી પ્રજાને દારૂવાળાઓના જુલમ અને જાતજાતની આંટીઘૂંટીઓનો ભોગ થઈ પડવા દેવી, તે ખરેખર એ પ્રજા ઉપર અત્યાચાર છે.
કોઈ વાર ફરિયાદ સંભળાય છે કે દારૂ બંધ કરવામાં આવે તો લોકો ઘેર ગાળીને પીશે. એ તો બેવડું પાપ, એક તો સરકારી ગુનો, અને બીજું ઈશ્વરે આપેલું પવિત્ર ખોળિયું અભડાવવાનું પાપ. જો શરીર દારૂ ભરવા માટે બનાવ્યું હોત તો ઈશ્વર પીપ જ ન બનાવત ?
- પo |
બહાદુર બનીએ | ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, | વિવેક છે; પણ ગુજરાતને કામદારોની એટલે સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એકએક છોકરો દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ.
ગુજરાતીઓની એબ છે કે લશ્કર-પોલીસ ઉપર આધાર રાખે છે. પણ આપણે થોડા હોઈએ અને ઘણા હલ્લો કરે તો બહાદુરીથી મરતાં | આવડવું જોઈએ. કોઈ રોતો રોતો ન મરે, એ તૈયારી માટે અત્યારથી સાવધ રહેજો. એકબીજાની ખોદણી ન કરવી જોઈએ. એક થાવ. નવજુવાનો પોતાની જવાબદારી લેવા તાલીમ લે. | વિચાર કરી કામ કરશો તો તમને કંઈ તકલીફ નહીં પડે. ગાંધીજીએ આપણને તાલીમ આપી છે એ શોભાવજો. ઈશ્વર પાસે માગું છું કે તમારી જવાબદારી તમે ઉપાડી શકો.
પ૧ ]
Page #27
--------------------------------------------------------------------------
________________
- ગાંધીજીનો બોધ ગુજરાતને માથે ભારે જવાબદારી છે. ગુજરાતની પરીક્ષાનો વખત હવે શરૂ થયો છે. અત્યારે આપણો ધર્મ શું છે એ ગાંધીજીએ પોતે ચોખેચોખ્ખી રીતે બતાવી દીધું છે.
એમના પ્રત્યેની આપણી લાગણી બતાવી | આપવાનો ખરો રસ્તો એમના નામની ‘જે' બોલાવવાનો કે એમના દર્શનને માટે દોડાદોડ કરવાનો નહીં, પણ એમણે દોરી આપેલા ચતુર્વિધ પ્રજાકીય કાર્યક્રમને પાર ઉતારવામાં સૌએ પરોવાઈ જવાનો છે.
આખું હિન્દુસ્તાન એમને ભલે ઝટ ન સમજી શકે, પણ ગુજરાત, કે જ્યાં એમણે પોતાનું જીવન પ્રત્યક્ષ રેડ્યું છે, તેણે તો તેમના કાચ સમા પારદર્શક હૃદયના ઉદ્ગાર પડ્યા પહેલાં ઝીલી લેવા ઘટે અને તે પાર ઉતારવાની પોતાની લાયકાત સિદ્ધ કરી આપવી ઘટે.
ન પર ]
| ડર શા માટે ? | બારડોલીના ખેડૂત પાસે બીજી તાકાત નહોતી. ‘ના’ પાડીને બેસી રહેવાની તેમનામાં તાકાત હતી. તેમને મરણનો ડર નહોતો, જમીન જવાનો ડર નહોતો, જેલ જવાનો ડર નહોતો. શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં. કેવળ ઈશ્વરના જ હાથમાં છે. અને જેલનો ડર શા સારુ ? તમે અહીં બહાર રહી છે તેના કરતાં તો ત્યાં સુખમાં રહેવાનું છે. તમને અહીં જીવતા રાખવાને કોઈ દવા ન આપે, દૂધ ન આપે. ત્યાં માંદા પડો તો તમને દૂધ મળે , દવા મળે. સારા હશો તો કામ કરી ત્રણ ટંક ખાવાનું પામશો. શા સારુ તમે જમીનદારના ગુલામ બનો ? શા સારુ તમે એને તાબે થાઓ ? તમે તમારું અનાજ પકવો અને સુખે ખાતાં શીખો.
પ૩
Page #28
--------------------------------------------------------------------------
________________
1 પ્રજાનું ઋણ – પ્રજાને ભયમાંથી બચાવવી એ દરેક નવજુવાનની ફરજ છે. મારે પ્રજાની રક્ષા , શહેરની રક્ષા, દેશની રક્ષા કરતાં શીખવું એ બધાય સ્વતંત્રતાના પ્રથમ પાઠો છે. અને એ આપણે શીખી લેવા જોઈએ. આ શહેર યુદ્ધથી તો આવું છે એ સમજાય છે. પણ લૂંટફાટ, ચોરી વગેરે સામે પણ પ્રજાને જો બચાવવી હોય તો આપણે જાગ્રત રહેવું જોઈએ. બૉમ્બમારાથી હોનારતો થાય છે તે આપણા શહેરથી દૂર છે, પણ કદાચ એ આવી પડે તો નાસવાની પણ તાલીમ અને રીત શીખવી જોઈએ.
જે માણસે પ્રજાના રક્ષણની પ્રતિજ્ઞા લીધી છે તેનાથી શહેરમાં બીજા માણસો પડ્યા હોય ત્યાં સુધી ભગાય નહીં. અને તમે બધાય ભાગવાના નથી એવી હું આશા રાખું છું. કોમ કોમના ભેદભાવ ભૂલી તમે જે કામ ઉપાડ્યું છે એ શોભે તેવું કરજો.
- ૫૪ |
તે પોલીસ ] પોલીસ એ પ્રજાના રક્ષણ માટે હોવી જોઈએ. [ પણ હાલની પોલીસથી પ્રજાનું કેટલું રક્ષણ થાય છે, તે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતનાં ઘણાં ગામોમાંથી લૂંટ થયાની અને ધાડ પાડ્યાની બૂમાં આવે છે. પોલીસ તેમનું રક્ષણ કરી શકતી નથી એમાં પોલીસનો દોષ છે, એમ કહી શકાય તેમ નથી. પોલીસના સિપાઈઓ મોટે ભાગે અભણ વર્ગમાંથી મળી શકે છે. એમને આજે જે પગાર મળે છે તેમાં પ્રામાણિકપણે એ પોતાનો નિર્વાહ કરી શકે જ નહીં, એટલે એ પ્રજાનું રક્ષણ કરવાને બદલે ચોરી લૂંટમાં ભાગીદાર થાય અગર બીજી રીતે પ્રજા ઉપર જુલમ કરી પોતાનો નિર્વાહ કરે, એ સ્વાભાવિક છે.
પોલીસમાં સારા માણસો આવતા નથી. એ ગુજરાતની મોટામાં મોટી એબ છે. સારા માણસો પોલીસમાં ભરતી નહીં થાય તો અંધાધૂંધી થવાની છે.
_ પપ -
Page #29
--------------------------------------------------------------------------
________________
- સાચો ગુજરાતી | ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઇચ્છું છું. કોઈ એમ ન કહી શકે કે કંગાળ કે ખોટી વણિકવૃત્તિનો ગુજરાતી શું કરી શકે ? બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલો ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઈએ.
હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો.
આખા ગુજરાતમાં નરમમાં નરમ બારડોલીના પોચા ખેડૂતોએ વગર હથિયારે એક વાર તો આ (અંગ્રેજ) સલ્તનતની મૂંડી નીચી કરાવી છે. આ ગુજરાતીઓ બીજી વાર ભયંકર યુદ્ધ ઉપાડે છે તે હિંદની ઇજ્જતને ખાતર.
ન ક્રાંતિનો કાળ | તમે ‘ક્રાંતિ ક્રાંતિ' શું કરો છો ? તમે તમારા જીવનમાં તો ક્રાંતિ કરી નથી, જૂના વહેમો અને રીતરિવાજોને તમે વળગી રહેલા છો, પડદો તોડવાની તમારી હિંમત નથી....
કોમ, નાત, જાત ઝપાટાબંધ નીકળી જવાનું છે. એ બધી વસ્તુઓ ઝપાટાબંધ ભૂલી જવી | જોઈશે. વાડામાં માણસ ખીલી નથી શકતો તમારે બધાએ નવા યુગને, ક્રાંતિના કાળે | ઓળખી લેવો જોઈએ. સંભવ છે કે ક્રાંતિના કાળમાં કંઈ અશાંતિ પણ થાય. એ માટે તૈયારી | રાખવી જોઈએ.
બત્તીનો યૂઝ ઊડી જાય છે તો ઘડીક અંધારું થાય છે, તો આટલી મોટી (બ્રિટિશ) સલ્તનતનો ક્યૂઝ ઊડી જાય તો અંધકાર આવે એમાં નવાઈ નથી. આ ડામાડોળ બાબતમાં આપણે બહુ કુશળતાથી, બાહોશીથી કામ લેવું જોઈએ. બહાદુર માણસો મુસીબતોથી ગભરાતા નથી.
પ૭ |
Page #30
--------------------------------------------------------------------------
________________
ન ઉજ્જવળ ભવિષ્ય | સ્વરાજ આવીને પડ્યું છે. વધારે તો ગાંધીજીની મહેનતથી અને કાંઈક ભાંગીતૂટી કોંગ્રેસની મહેનતથી અને સૌથી વધારે તો ઈશ્વરની કૃપાએ આ મળ્યું છે.
આપણામાં કુશળતા હોય; આપણામાં સંપ હોય તો આપણું ભવિષ્ય ઉજ્વળ છે.
આપણે આપસઆપસમાંનાં વેરઝેર ઓલવી નાખીએ તો આપણું ભાવિ ઉજ્વળ છે.
આપણા દેશની સંસ્કૃતિ જુદી છે. એણે દુનિયામાં નામના મેળવી છે, એ બંદૂક-તલવારની સત્તાથી નહીં પણ કેવળ પ્રેમથી મેળવી છે. આપણે એ સંસ્કૃતિને લાયક બનવા પ્રયત્ન કરીએ તો આજે જે ક્ષણિક દુઃખ આવી પડ્યું છે એ તો સહેજે ભૂંસાઈ જશે અને ભુલાઈ જશે.
સ્વતંત્ર ભારતમાં આપણી પુરાણી જાહોજલાલી પાછી મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ.
સંપ ઇંગ્લંડનો રાજા તો એક બંધારણપૂર્વકનો રાજા | છે. એને પગે પડનારા, એના ચરણ ચૂમનારા આ (હિન્દના) રાજાઓ કહે છે કે અમે તો કોઈને જવાબદાર નહીં ! તમે તો બધા નાટકિયા રાજા છો. જ્યારે ખરો રાજા એવું કહી શકતો નથી તો તમારા જેવા નાટકિયા-ફાટકિયા રાજાને એવું કહેવાનો શો અધિકાર છે ?
રાજા એ તો દેવતાના દીકરા છે એમ કહેવાય છે, પણ આજે દેવતાના દીકરા તો કોલસા નીકળે છે. દેવતામાં પડે અને કોલસો ન થાય તો માનું કે દેવતાનો દીકરો સાચો. એમ કરવા જાય તો તો | કોલસાની કણીઓ પણ હાથ આવે તેમ નથી. અહીં સંખેડા મેવાસના કેટલાક ખેડૂતો આવ્યા છે. એક નાના સરખા સંખેડામાં સત્તાવીસ તો તેમની ઉપર ટૅટાંઓ છે. હું એમને કહું છું કે તે તમારા ધણી | શાના ? તમે સંપ કરીને તેમના જ ધણી થઈ પડો ને !
Page #31
--------------------------------------------------------------------------
________________
વફાદારી
એના એ જ ગર્વિષ્ઠ રાજાઓ અંગ્રેજને દરવાજે ચપરાસીને પૈસો આપીને પણ અંદર જાય, પણ ખેડૂતની ઝૂંપડીમાં તેમનાથી નહીં જવાય !
રાજાઓ પાસે તો વગરમહેનતની દોલત પડી છે, એટલે એ વહેલા બગડે. એવો માણસ તો દયાને પાત્ર છે. આ દુનિયામાં સત્તાની પાછળ પડેલો મોટામાં મોટો રોગ કોઈ હોય તો તે ખુશામત છે. રાજાઓને મીઠી વાર્તા સાંભળવી છે, પણ એ તો રાજદ્રોહ છે અને કડવી છતાં સાચી વાતો કહેવી એ જુ વફાદારી છે.
રાજાની નાલાયકી એ આપણી પોતાની નાલાયકી છે. એટલે પ્રજાએ તો રાજાના ચોકીદાર બનવું જોઈએ. આપણે ચોકી રાખીએ ત્યાં સુધી રાજા સારો રહે જ.
દુનિયા આખીમાં જવાબદાર રાજ્યતંત્રો છે અને અહીં આપણી દશા કેવી છે ? દેશી રાજ્યો તો પ્રજાશરીર ઉપર ગડગૂમડની માફક પરુપાંચ વહ્યા કરે તેવાં બની રહ્યાં છે.
૩૦
જુલમી રાજા
હિન્દુસ્તાનમાં છસો દેશી રાજ્યો છે. દુનિયાભરમાં કોઈ એવો મુલક નથી, જેમાં છસો રાજ્યો હોય, કેટલાંક તો એટલાં નાનાં છે કે છસાત ગામનો ધણી પણ પોતાને રાજા કહેવડાવે છે ! ભલભલાં સામ્રાજ્યો ખતમ થઈ ગયાં. રાજાઓ મુગટ ધારણ કરવાથી કંઈ આઝાદ નથી થઈ જતા. એ પણ ગુલામ જ છે, અને એમની નીચે આપણે ગુલામોના ગુલામ છીએ. આવી વિકટ સ્થિતિમાં સાફ રસ્તો કોણ બતાવે ? આટલાં દેશી રાજ્યો હોવા છતાં ય હિન્દુસ્તાન એક અવિભાજ્ય મુલક છે. આબોહવામાં, વેપારરોજગારમાં, કોઈ ચીજમાં ફરક નથી. પરદેશી સલ્તનતે પોતાની સત્તા કાયમ કરવા આ બધા ભેદો પાડ્યા છે.
હરેક જગ્યાએ જુલમી રાજાને ઉઠાડી મુકાય છે. તો તમને કોણ રોકે છે ? તાકાત હોય તો કરો.
૧
Page #32
--------------------------------------------------------------------------
________________
અંગ્રેજો જાવ
અંગ્રેજો સાથે વિરોધ નથી; કોઈ કોમ કે વ્યક્તિનો આ સવાલ નથી. આ તો શાહીવાદના વિરોધનો ઠરાવ છે. નાઝીવાદનો જન્મ થયો તે પહેલાંના શાહીવાદ સાથે લડતા આવ્યા છીએ. બે લડતા હોય તો અમારે શું કરવું ? જોયા કરવું. બે બલા લડતી હોય તો ભલે લડે, પણ એક બલા તો ઘરમાં પડી છે.
દોઢસો વર્ષથી અમારા ખભા પર ચડ્યા છો તે ઊતરી જાઓ. તેઓ (અંગ્રેજો) કહે છે કે, અમે ઊતરી જઈએ તો તમારું શું થશે ? અલ્યા ભાઈ, બસો વર્ષ રાજ્ય કર્યા પછી પૂછો છો તો અત્યાર સુધી તમે શું કર્યું ? આ તો પેલા ચોકીદાર જેવું થયું. ચોકીદાર માલિકને પૂછે છે કે હું જઈશ તો તારું શું થશે ? અલ્યા ભાઈ, તું તો જા. કાં બીજો ચોકીદાર રાખી લઈશું, કાં તો ચોકી કરતાં શીખી લઈશું. પણ આ ચોકીદાર તો જતોય નથી ને વારંવાર લહુ જ બતાવ્યા કરે છે.
કર
હાથી અને મગતરું
આજે તો સરકાર જંગલમાં કોઈ ગાંડો હાથી ઘૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને રેંસી નાખે તેવી મદમત્ત બની છે. ગાંડી હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેવા મને મગતરાનો શો હિસાબ ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને ઘૂમવું હોય એટલું ઘૂમી લેવા દે, અને પછી લાગ જોઈને કાનમાં પેસી જા ! કારણ કે એટલી શક્તિવાળો હાથી પણ જો મગતરું કાનમાં પેસી જાય તો તરફડિયાં મારી, સૂંઢ પછાડી જમીન પર આળોટે છે. મગતરું ક્ષુદ્ર છે તેથી તેણે હાથીથી બીવું જ જોઈએ એમ નથી. મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે, છતાં તેમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? તે ઘડાને પોતાના જેવી ઠીકરીઓ બનાવી શકે છે. ફૂટવાનો ભય કોઈએ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાનો છે. ઠીકરીને શો ભય હોઈ
શકે ?
૧૩
Page #33
--------------------------------------------------------------------------
________________
ન પ્રભુનો તિરસ્કાર - તમારાં મંદિરોને અંત્યજો માટે ખુલ્લાં મૂકી સાચાં દેવમંદિર બનાવો. તમારા બ્રાહ્મણબ્રાહ્મણેતરના ઝઘડાની દુર્ગધ પણ કંપારી છૂટાડે એવી છે. એ દુર્ગધને સાફ ન કરો ત્યાં સુધી કશું કામ ન થાય.
અસ્પૃશ્યની વ્યાખ્યા તમે જાણો છો ? પ્રાણીના શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય છે, ત્યારે તે અસ્પૃશ્ય થાય છે.
મનુષ્ય શું કે પશુ શું. જ્યારે પ્રાણ વિનાનું થઈને, શબ થઈને પડે છે, ત્યારે તેને કોઈ અડતું નથી અને તેને દફનાવવાની અથવા અગ્નિસંસ્કારની ક્રિયા થાય છે પણ જ્યાં સુધી મનુષ્ય કે પ્રાણીમાત્રમાં પ્રાણ છે ત્યાં સુધી તે અસ્પૃશ્ય નથી. એ પ્રાણ પ્રભુનો અંશ છે, અને કોઈ પણ પ્રાણીને અસ્પૃશ્ય કહેવું એ પ્રભુના અંશનો, પ્રભુનો તિરસ્કાર કરવા બરોબર છે.
ન ૬૪ |
| નારી-કેળવણી - પહેલાં તો ઘરમાંથી બાળાઓ ઘડો લઈ પાણી ભરતાં શીખતી. પછી બેડું લઈ જતી. પછી | દળતાં, ખાંડતાં શીખતી. એમ ઘરમાં જ બધાં કામ કરવાની કેળવણી મળતી. આજે આપણાં ઘર અવ્યવસ્થિત થઈ ગયાં છે, એટલે એવી કેળવણી પણ વિદ્યાલયમાં આપવી પડે છે. વિદ્યાલયમાંથી ભણી બહાર નીકળીએ ત્યારે કોઈ પણ આપણને ઓળખી શકે કે આ વિદ્યાલયની બાળા છે. એની વાણીમાં મીઠાશ છે, એના આચારવિચારમાં વિનય અને વિવેક છે, એનામાં ઊંચા પ્રકારની સભ્યતા છે. હિંદુ સંસારમાં શોભે એવી ચારિત્રવાન બાળા છે, એવી છાપ આપણી પડવી જોઈએ.
આપણું શરીર અને કપડાં સ્વચ્છ રાખવાં, આપણાં વાસણસણ માંજવાં, નાની બાળાઓ જે પોતાનું કામ ન કરી શકે એવી હોય તેને મદદ કરવી, એ બધામાં સાચી કેળવણી છે.
ન પ ]
Page #34
--------------------------------------------------------------------------
________________
ને સ્ત્રીશક્તિ - હવે લડાઈ આકરી આવવાની છે. ત્યારે બહેનોએ પુરુષોના ભરોસા ઉપર બેસી રહેવું ન જોઈએ. ગુંડાઓનો પણ સામનો કરજો. હિંદના લોકોએ આજ સુધી જેમ સરકાર અને પોલીસ સામે જોયું તેમ સ્ત્રીઓએ પુરુષોના સામે જોયું છે. પણ એમાં તમારી રક્ષા નથી.
તમે પુરુષો રક્ષણ કરશે એમ માનીને બેઠાં હો તો પુરુષો ભાગે ત્યારે તમે શું કરશો ? પણ તમારેય સામનો કરવો જોઈએ. તમે એમ માનો છો કે સ્ત્રીઓમાં શક્તિ શી હોય ? પણ સ્ત્રી જેટલી શક્તિ તો પુરુષોમાં પણ નથી. સ્ત્રીઓની સહનશક્તિ ઘણી જ હોય છે. સ્ત્રીઓએ તો પુરુષોમાં પણ શક્તિ પૂરી છે. માટે તમે રક્ષણ કરતાં શીખજો. એમાં તાલીમ કે કવાયતની જરૂર નથી, પણ મરણનો ભય કાઢી નાખવાની જરૂર છે. સ્ત્રીઓમાં તો ધાર્મિક ભાવના વધુ હોય છે. એટલે મરણ નિશ્ચિત છે એ એ સારી રીતે જાણે છે. મરણનો તો ભય છોડી જ દેજો. હિંમત હશે તો ભગવાન પણ મદદ કરશે.
તે સ્ત્રીનો અધિકાર - સ્વરાજ્ય આવશે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નનો | ઉકેલ થઈ જશે, એ માન્યતા બરોબર નથી. ખરી વાત તો એ છે કે સ્ત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવી છે; તેને યોગ્ય સ્થાને બેસાડવામાં આવશે ત્યારે સ્વરાજ મળશે.
સ્ત્રીને પોતામાં આત્મવિશ્વાસ આવે, એ પોતાનું યોગ્ય સ્થાન મેળવે એ જરૂરનું છે. એવા સુધારા કાયદાથી થયા નથી, થવાના નથી. દુનિયામાં કોઈ જગ્યાએ નથી એટલી સ્ત્રીઓને ધારાસભામાં બેસવાનો અધિકાર આપણા દેશમાં મળ્યો છે. પણ એ તો ખોખું છે. નાટકના રાજા સાફા પહેરીને બેસે એવું છે. દેશપંદર વરસમાં સ્ત્રીઓમાં જે જાગૃતિ આવી છે તેનો યશ મહાત્મા ગાંધીને ઘટે છે.
આપણે નવા જમાનાને અનુકુળ થવું જોઈએ. છોકરાંને ભણાવીએ ને છોકરીને ન ભણાવીએ તો એ તો કજોડું થાય, બંને દુ:ખી થાય.
૬૩.
Page #35
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી પર શ્રદ્ધા પંચમહાભૂતનું આ શરીર બનેલું છે. એની ભીતરમાં જે શક્તિ રહેલી છે તેનો પરિચય કરવો જોઈએ. દુનિયા પેદા થઈ ત્યારથી કોઈ અસર નથી થયો. ગરીબ ખેડૂત અને બાદશાહની આખરે તો એક જ હાલત થવાની છે. ત્યાં મોટા ચમરબંધીની તોપબંદૂક પણ કામ નથી આવતી. કોણ જાણે ક્યાંથી યમરાજ ઘૂસી આવે છે ! આમ જો એક વાર મરવાનું જ છે. તો કૂતરાના મોતે શા માટે મકવું ? જ્યાં સુધી તમે આ વસ્તુ જાણી નથી લીધી ત્યાં સુધી ડર રહે છે.
જગતની સૌથી મોટી વિભૂતિ મહાત્મા ગાંધી છે. એ આપણને માર્ગ બતાવે છે. એના પર અવિશ્વાસ કરવો મહાપાપ છે.
આપણે એક જ નાવમાં બેઠા છીએ. તમે મારું સાચું સ્વાગત તો ત્યારે કર્યું કહેવાય કે મેં જે કંઈ કહ્યું તે કરી બતાવો. ગાંધીજીએ જોયું કે હિંદુનું કલ્યાણ પાંત્રીસ કરોડને જાગ્રત કરવાથી થશે એટલે તેઓ સત્યાગ્રહ આશ્રમમાં એકલા બેસી ન રહેતાં ચાલી નીકળ્યા.
- ૯૮ ]
ગાંધીજી ગાંધી તો દુનિયાનો શ્રેષ્ઠ પુરુષ ગણાય છે. એના જોટાની બીજી વ્યક્તિ જડતી નથી.
જગતમાં કોઈ પણ બળવાખોર હોય તો ગાંધીજી જેવો બીજો કોઈ જ નથી. પણ એનો બળવો અસત્યની સામે છે, પાખંડની સામે છે, કોઈ વ્યક્તિની સામે નથી. એ જ સાચો બળવો છે.
જે વીર પુરુષે આ (ખેડા સત્યાગ્રહ) લડત ઉઠાવી છે, તે નામર્દને મરદ બનાવે એવા છે.
ગાંધીજીએ હિન્દુ-મુસલમાનની એકતાની વાત કરીને લોકોને ફસાવ્યા એમ ઘણા કહે છે. હું કહું છું કે જેઓ મુસલમાનોને હાથે માર ખાય છે, તેઓ પોતાનું કાયરપણું ઢાંકવાનું ઓઠું શોધવાની ખાતર ગાંધીજીનું નામ લે છે. ગાંધીજીએ કોઈને બાયલા થવાની કે ભાગવાની સલાહ આપી નથી. તેમણે તો છાતી કાઢીને મરી જવાની અથવા દુમનનો મુકાબલો કરી તેને મારવાની વાત કરી છે.
૬૯ ]
Page #36
--------------------------------------------------------------------------
________________
કાયરતાનો કટ્ટર શત્રુ હું કામ કોમની એકતા ચાહું છું. પણ જો સાચી એકતા સાચવવી હોય તો જે માણસો આ કરપીણ બનાવોની પાછળ છે એનો તાગ લેવો જોઈએ. અને એના હૃદયમાં જ્યાં સુધી પસ્તાવાની લાગણી પેદા ન થાય ત્યાં સુધી આ વાતને છોડવી જોઈએ નહીં.
જે માણસો ખૂની માણસોને સંઘરતા હોય, આશ્રય આપતા હોય અથવા તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તો એ પણ એના જેટલા જ ભયંકર છે. એવા માણસોની પણ જોખમદારી સરખી જ છે. એની સાથે મિત્રાચારી
ક્યાં સુધી રાખી શકાય, તે આપણે વિચારી લેવાનું છે.
સાપના દરમાં ક્યાં સુધી માથું મૂકવું એનું જોખમ વિચારી લેવું જોઈએ. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં.
| ૩૦
નારીચેતના તમે બધા પોતાને ‘બહાદુર” કહેવડાવવા માગતા હો તો બહેનોને શા માટે પાછળ રાખો | છો ? બહેનોને તે પાછળ રખાય ? જે માતા થવા યોગ્ય છે તેને તો નમસ્કાર કરવા જોઈએ. આ દેશની સ્ત્રીઓમાંથી તો સીતા, દમયંતી, દ્રૌપદી જેવી સતીઓ પાકતી હતી કે જેમનાં નામ લેતાં પાવન થઈએ છીએ.
આજે એવી સતીઓ આ બહેનોમાંથી કેમ નથી પાકતી ? તેનું કારણ એ છે કે આપણે તેમને તેમના સ્થાનમાંથી ખસેડી દીધી છે.
આપણો આપણી સ્ત્રીઓ પ્રત્યે શો ધર્મ છે ? જે ખેડૂત પોતાની સ્ત્રીને મારઝૂડ કરતો હોય, પોતાનાં સુખદુઃખમાં તેને સહભાગી ગણતો ન હોય, તેને અજ્ઞાન દશામાં રાખતો હોય, કેળવણી આપતો ન હોય તેવી સ્થિતિમાં આપણા સમાજનો ઉદ્ધાર શી રીતે થઈ શકે ?
૭૧ |
Page #37
--------------------------------------------------------------------------
________________
સંકટ સામે અડગ - આવું કે ન આવું મારું દિલ અહીં (બારડોલીમાં) પડેલું છે. આ તાલુકામાં તમારી સાથે રહીને હિન્દુસ્તાનની સ્વતંત્રતાની લડતમાં ઠીક ફાળો આપ્યો છે. પણ આપણે મળીએ ત્યારે એક કુટુંબના હોઈએ એમ દિલ ભરાઈ આવે છે. આપણે કઠણ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. થોડુંઘણું સંકટ આવે તે સહન કરવાની દૃઢતા રાખવી જોઈએ. બારડોલી તાલુકાના લોકો દુ:ખ આવે અને રડી ઊઠે તે આપણને શોભે નહીં. જે બહાદુરીથી (અંગ્રેજ) સરકાર સામે લડ્યા હતા, એ જ બહાદુરીથી દુઃખોનો સામનો કરીએ. સુખ અને દુઃખ ઓળખતાં આવડવું જોઈએ.
એ તો ખેડૂતો ઉપર વેર લેવાને ને તેમને પાયમાલ કરવા બેચાર સ્વાર્થી, નાગાઓને ઊભા કરીને તેમને જમીન આપી છે તો હું કહું છું કે ખેડૂતોનો ચાસચાસ પાછો નહીં અપાય ત્યાં સુધી લડત બંધ થવાની નથી.
ન સારી વાતનો અમલ - જો મારી સત્તા હોય તો બારતેર વર્ષની બાળાઓને જે પરણાવે તેને બંદૂકથી મારવાનો કે ફાંસીને લાકડે લટકાવવાનો કાયદો કરાવું. ચૌદપંદર વર્ષની બાળાઓ માતા થાય, સંખ્યાબંધ બાળવિધવા થાય તો પછી તમારા કૂવામાં પાણી ક્યાંથી રહેવાનું છે ? આ બધું હું તમારો ભાઈ થઈને કહું છું, તમે સમજો. તમારી દીકરીઓની તમે હત્યા કરી રહ્યા છો. નાતનાતરાના ખોટા ખર્ચા કમી કરો. આબરૂના નામથી થતી બાળહત્યા અટકાવો.
છોકરીઓને અઢાર વર્ષની અંદર ન પરણાવો નાની નાની બાળાઓ ઉપર સ્ત્રીનો બધો બોજ નાખી તેને કચરી નાખો નહીં. તે એક કુમળું ફૂલ છે, ખીલતી કળી છે, તેને અકાળે કાં મારો છો ?
જો પહેલાંની સ્થિતિ આણવી હોય, ધર્મરાજ્ય, રામરાજ્ય જોઈતું હોય અને બાપદાદાનું જિગર તમારામાં હોય તો હિંમત પકડો અને સારી વાતો અમલમાં મૂકો.
૭ર |
Page #38
--------------------------------------------------------------------------
________________
રાજા અને પ્રજા
જે બ્રિટનના પ્રતિનિધિઓ અહીં રાજ્ય કરે છે. ત્યાંની પ્રજા કેવી છે એનો ખ્યાલ કરો. એ બહાદુર પ્રજા છે. પોતે જ પાર્લામેન્ટ અને તેના નોકરો દ્વારા પોતાનું રાજ્ય કરે છે.
જે ચક્રવર્તી રાજાની વફાદારીના સોગંદ આપણા રાજાઓ લે છે એ રાજાને પોતાના મુલકમાં ફરવા માટે પણ વડાપ્રધાનને એટલે કે પ્રજાના પ્રતિનિધિને પૂછવું પડે છે.
મારી તો રાજામહારાજાઓને અતિશય નમ્રતાપૂર્વક વિનંતી છે કે યોગ્ય અંકુશો સાથે રાજ્યવહીવટનો ભાર પ્રજાને માથે નાખી પોતે પ્રજાનો પ્રગતિમાર્ગ મોકળો કરી આપે.
પ્રજાના રક્ષક બની અને આગળ દોરે અને ખુદ શહેનશાહને પગલે ચાલી રાજાપ્રજા વચ્ચેની અથડામણના ભયમાંથી કાયમને માટે નીકળી જવાની રચના કરી નિર્ભય બની જાય.
૭૪
અસ્પૃશ્યતાનું કલંક
હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનું કલંક ધોઈ કાઢવા મહાત્માજીએ અનેક દુઃખ સહન કર્યાં. ઉપવાસ કરીને દેહ પાડવા સુધીની તૈયારી કરી. દેશના એક છેડાથી બીજા છેડા સુધી આખું વરસ પ્રવાસ ખેડીને, બધાને સમજાવવા અથાગ મહેનત ઉઠાવી. અખિલ ભારત હરિજન સેવક સંઘની સ્થાપના કરીને એકેએક પ્રાંતમાં, જિલ્લામાં, તાલુકામાં અને ગામમાં તેની શાખાઓ ઉંઘાડી.
કોઈનેય અછૂત ન ગણવાનો દરેક કિસાનનો ધર્મ છે. રાજસત્તાની લગામ પોતાના હાથમાં લેવાની ઇચ્છાવાળા કિસાને કોઈનેય પોતાથી હલકો કે અછૂત ન ગણવો. ઊંચનીચનો ભેદભાવ માનનારને રાજસત્તા મેળવવાનો અધિકાર જ નથી. જે બીજા ઉપર ચઢાઈ કરે છે, એના ખભા ઉપર ચડી બેસનાર આ જગતમાં કોઈ ને કોઈ મળી આવે છે. માટે આપણા આ સંગઠનમાં આભડછેટને જરા પણ અવકાશ ન હોવો જોઈએ.
૫
Page #39
--------------------------------------------------------------------------
________________
ગરવી ગુજરાત
ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, વિવેક છે; પણ ગુજરાતને કામદારોની એટલે કે સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરો દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ.
દયાધર્મ ગુજરાતી પ્રજાનો વિશેષ ગુણ મનાયો છે. તેઓ આ ઘરમાં સંકટકાળે, પ્રજાના સંકટનિવારણ અર્થે તાત્કાલિક મદદ કરવામાં પાછા નહીં પડે એવી મને પૂરી આશા છે.
પરાઈ મદદ ઉપર ઝાઝો વખત લોકોને નભાવી ગુજરાતને પાંગળું બનાવવું નથી. ભિક્ષાવૃત્તિને ઉત્તેજન આપવું એમાં પુણ્ય નથી પણ પાપ છે.
ભાંગેલ અને ખંડિયેર થયેલ ગુજરાતને ફરી એક વાર હસતી અને રળિયામણી બનાવવાને એકેએક કાર્યવાહકે ઘણા લાંબા વખત સુધી ગુજરાતની તનતોડ સેવા કરવી જોઈશે.
99
લોહીની સગાઈ
સ્વરાજ આવીને પડ્યું છે. વધારે તો ગાંધીજીની મહેનતથી અને કાંઈક ભાંગીતૂટી કૉંગ્રેસની મહેનતથી અને સૌથી વધારે તો
ઈશ્વરની કૃપાએ આ મળ્યું છે.
લાંબો ગાળો પથારીવશ રહ્યા પછી જ્યારે રોગ જાય છે ને પછી ભૂખ છૂટે છે ત્યારે પરેજી પાળવી જોઈએ; તે ન પાળે તો ભારે બીમારી લાગુ પડે. તેમ સ્વતંત્રતાની સાથે આપણે પરેજી, સંયમ પાળવાં જોઈશે.
આપણા દેશની પ્રાચીન પરંપરાઓ જેનો આપણને વારસો મળ્યો છે તે માટે આપણે મગરૂર થવા જેવું છે. આપણા દેશની ઉચ્ચ પરંપરાઓ અને સંસ્કૃતિના આપણે બધા સરખા ભાગીદાર છીએ. આપણા બધાના હિતસંબંધો અલગ અલગ નથી એટલું જ નહીં, પણ આપણે બધા એક લોહીની અને એક ભાવનાની ગાંઠથી બંધાયેલા છીએ.
૩૭
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્વતંત્રતાની ભાવના | દરેક સ્વતંત્ર દેશના નવજુવાનો પોતાના દેશની રક્ષા ખાતર કે પોતાના દેશનું સામ્રાજ્ય રચવાની ખાતર તનતોડ મહેનત કરી રહ્યા છે – પ્રાણ આપી રહ્યા છે.
એમનો આપણે દાખલો લેવો જોઈએ કે સ્વતંત્રતા માટે એ લોકો કેટલું કરી રહ્યા છે. પણ કેટલાક ગુલામોને ઘણા વખતની ગુલામી પછી ગુલામી જ પ્રિય થઈ પડે છે.
પોતાના વતન અને આઝાદી માટે ખપી જવાની તમન્ના લોકોના દિલમાં જાગ્રત થવી જોઈએ.
જ્યાં સુધી આ લાગણી હિન્દી પ્રજાના દિલમાં જાગ્રત થઈ નથી ત્યાં સુધી અખબારોમાં ને રેડિયો પર ભલે જોઈએ તેટલો પ્રચાર ચલાવો, બધો પ્રચાર નિરર્થક છે.
૩૮ |
દેશસેવા | હિન્દુસ્તાનમાં ઉજ્જવળ ઇતિહાસ આજે રચાઈ રહ્યો છે. તેમાં કંઈ તમારે હિસ્સો આપવો હોય, એવી ભાવના હોય, તો તેનો વિચાર કરજો. બાકી ધાન ખાઈને સાંજે સૂઈ જાય; એવું તો જાનવર પણ કરે છે. પણ ભારતની સ્વતંત્રતાનો આ યુગ ચાલી રહ્યો છે ને ઇતિહાસ રચાઈ રહ્યો છે, એમાં જે જન્મ્યા છે. તેઓ ભાગ્યશાળી છે.
તમે એમાં હિસ્સો આપશો તો તમારું પણ નામ લખાશે. ઈશ્વર તમને એટલું કરવાની બુદ્ધિ ને તાકાત આપે. ઈશ્વર તમારું સૌનું કલ્યાણ કરે.
એવો વખત આવશે કે જેમ દુનિયાની આબાદ પ્રજાઓ માથું ઊંચું રાખીને ફરે છે, તેમ આપણે પણ ફરી શકીશું.
આપણે જો સમજીએ તો આપણી પાસે જે શક્તિ છે એ દુનિયામાં કોઈની પાસે નથી.
૩૯
Page #41
--------------------------------------------------------------------------
________________ ને પ્રજાનો ધર્મ | જો રાજા સારી રીતે રાજ કરતો હોય, તો પ્રજાનો વાલી હોય. પ્રજાનો તે સાચો સેવક હોય તો આપણે કંઈ બોલવાપણું ન રહે. પણ ગમે તેવા સારા રાજા છતાં એ રાજ્યમાં ન રહે, વરસમાં છ મહિના તો પરદેશમાં જ રહેતા હોય ને પ્રજાના હજારો રૂપિયા પરદેશમાં ખરચાતા હોય, પરદેશમાં મિલકત વસાવાતી હોય અને છ મહિના દેશમાં આવે ત્યારેયે ત્રણ મહિના તો દિલ્હી, સિમલામાં જાય ને બાકીના ત્રણ મહિના રાજ્યમાં રહે ત્યારે મહેલમાં બેઠા બેઠા આ ભીલ લોકોને હુકમ મળે કે રાજા શિકાર કરવાનો છે, હાકોટો કરવા તૈયાર રહેજો, ને જો વાઘ વચ્ચે આવે ને પ્રાણઘાતક હુમલો કરે તોયે વાઘને રાજા સિવાય કોઈ મારી ન શકે, તો આપણો ધર્મ છે કે આપણે રાજાને રાજધર્મ શીખવવો જોઈએ; ન શીખવીએ તો પ્રજાધર્મ ભૂલીએ અને રાજદ્રોહી બનીએ. આપણે કોઈની ખુશામત કરવી નથી. ન 80 -