________________
અન્યાયનો પ્રતિકાર સરકાર કહે છે, તમે સુખી છો. મને તો તમારાં (બારડોલી તા.) ઘરોમાં નજર નાખતાં તમે બીજા જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હો એવું કશું જોવા મળ્યું નથી. હા, તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો ખરા. તમને તકરાર-ટંટો આવડતાં નથી, એ તમારો ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણું છે. આ તાલુકામાં રાતના બારએક વાગ્યે હું કરું છું પણ મને કોઈ “કોણ” એમ પૂછતું નથી.
રવિશંકર તો કહે છે કે આ તાલુકાનાં ગામોમાં અજાણ્યાને કૂતરું પણ ભસતું નથી અને ભેંસ શિંગડું મારવા પણ આવતી નથી ! આ તમારી અશરાફી જ તમને નડી છે. માટે આંખમાં ખુમારી આવવા દો અને ન્યાયને માટે તથા અન્યાયની સામે લડતા શીખો.
ન ૧૪ ]
મધુસંચય શાળાઓમાં કે કૉલેજોમાં અભ્યાસ કરતી બહેનોએ મોજ શોખની નહીં પણ મહેનત કરવાની ટેવ પાડવી જોઈએ. ભાઈઓમાં પણ દોષ આવ્યો છે કે મહેનત કરવી એ નોકરચાકરનું, ગમારનું કામ છે એમ માને છે. એ બહુ ખોટું છે. હાથપગ ચલાવવામાં જ ખરી શોભા છે. આપણે મજૂરની માફક નહીં પણ જ્ઞાનપૂર્વક મહેનત કરીએ.
તેની સાથે આપણામાં સંસ્કાર, સારા વિચાર આવે, જગતમાં જ્યાં જ્યાં સારી વસ્તુ હોય તે ખેંચવાની શક્તિ આવે, મધમાખી ફૂલમાંથી બધી મીઠાશ ખેંચી લે છે તેમ, નરકની માખને ફૂલ પર બેસાડવામાં આવે તોપણ એ સુવાસ નથી લેવાની, ગંદકી જ કરવાની છે, પણ મધમાખી ક્યાંથી મળે ત્યાંથી મધ જ લેવાની છે. તેમ આપણે કરવું જોઈએ.
૧૫ ]