________________
- ગરીબાઈનું ઘડતર - આપણો મુલક ગરીબ છે, આપણે પોતે ગરીબોમાં રહેવાનું રહ્યું. એ ગરીબીમાં પણ આપણે સુવાસ ફેલાવવી છે. ગરીબાઈ એ કોઈ પણ પ્રકારની એબ, દોષ નથી. ગરીબાઈનો મારો પોતાનો બચપણનો દાખલો આપું. આઠ દિવસનું ભાથું ખંભે લઈ પેટલાદ જતા અને પાંચસાત છોકરા સાથે એક કોટડીમાં રહેતા અને હાથે રાંધીને ખાતા મારાં મા મને રેલવેની કોટડી સુધી અહીં મૂકવા આવતાં કે રેલવેમાં બેસવા ન લલચાઉં.
આ છાત્રાલયનું મકાન જોઈને હું પેલા મંદિરના ખંડેરમાં રહીને ભણતો એનું સ્મરણ થાય છે. અમારા છાત્રાલયના પ્રમાણમાં આ તો મહેલ જેવું છે. પણ મકાન માણસને નથી બનાવતું. અમે કરમસદથી પેટલાદ આઠ દિવસનું ભાથું લઈ જતા અને હાથે રાંધી ખાતા. ગરીબાઈમાં માણસ જેવો ઘડાય છે તેવો શ્રીમંતાઈમાં નથી ઘડાતો.
| શ્રમજીવીઓને દુનિયાના મજૂરો એક થાય એ એક સુંદર આદર્શ છે. મને ગમે તો ખરું. પણ મને સ્વપ્નાં કંઈ ગમતાં નથી. જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે સ્વપ્નાં જૂઠાં લાગે છે.
આપણી પાસે તો, બંદૂક, પોલીસ નથી. | આપણી જે કંઈ શક્તિ છે એ નૈતિક સિદ્ધાંત ઉપર આસ્થા અને એના ઉપર ચાલવાના પ્રયત્નને આભારી છે... જંગલામાંના વરુની જેમ માણસો એકબીજાને ફાડી ખાવા નીકળ્યા છે. પોતાના મુલકમાં એવી શક્તિ પેદા કરવી કે જેથી અનેક શહેરોનો હવાઈ વિમાનોમાંથી નાશ થઈ જાય, એની શોધખોળ થઈ રહી છે. જે રીતે એ શક્તિઓ કામ કરી રહી છે એ કોઈક દિવસ અથડાઈ પડશે. એ વખતે હિન્દુસ્તાન એક જ દેશ છે કે જે જુદો જ પાઠ દુનિયા આગળ મૂકે છે કે માણસે માણસની જેમ રહેવું જોઈએ.
[ ૧૭ ]