________________
ને આપણું સ્વરાજય | આપણે એવું સ્વરાજ્ય ઇચ્છીએ છીએ કે, જેમાં સૂકા રોટલાને અભાવે સેંકડો માણસો મરતાં નહીં હોય; પરસેવો પાડી પકવેલું અનાજ ખેડૂતોનાં છોકરાંઓનાં મોંમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં નહીં આવતું હોય, જેમાં પ્રજાને વસ્ત્ર સારુ પારકા દેશ ઉપર આધાર રાખવો પડતો નહીં હોય, થોડા પરદેશીઓને સગવડ કરી આપવાની ખાતર રાજ કારભાર પરદેશી ભાષામાં ચાલતો નહીં હોય, આપણા વિચાર અને શિક્ષણનું વાહન પરદેશી ભાષા નહીં હોય, | સ્વરાજ્યમાં દેશના રક્ષણ માટે દેશને ગીરો મૂકી દેવાળું કાઢવા વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહીં હોય. સ્વરાજ્યમાં આપણું લશ્કર પેટિયું નહીં હોય. તેનો ઉપયોગ આપણને ગુલામ બનાવવામાં અને બીજી પ્રજાઓની સ્વતંત્રતાનો નાશ કરવામાં નહીં થતો હોય.
- ૨૪ ]
ને ઈશ્વર | ડર ઈશ્વરનો જોઈએ, બીજા કોઈ માણસ કે સત્તાનો ડર ન જોઈએ. ખુદાના બંદા હો તો પ્રાર્થના કરજો કે ઈજ્જત રાખે, આપણામાં દૃઢતા રાખે.
માણસમાં એક ચિનગારી પડી છે, એને જગતનું જ્ઞાન અને જગતના સરજનહારનું જ્ઞાન થવું જોઈએ. એનું જ્ઞાન થાય તો એક માણસ ઊંચો અને એક નીચો નહીં લાગે.
ભગવાન દુ:ખીમાં દુ:ખી માણસમાં પડેલો છે. એ કંઈ મહેલોમાં જતો નથી.
માણસ જો પોતાનું મન મજબૂત કરે છે તો એને દુઃખ નથી લાગતું. એ તપ કરે છે.
જ્યારે એનું તપ સાચું હોય છે ત્યારે સાચો સમય આવે છે અને ત્યારે ઈશ્વર એનો હાથ પકડ્યા વગર નથી રહેતો.
ન ૨૫]