________________
રાજાઓનો શોખ | આજ કાલના રાજાઓમાં યુરોપની મુસાફરીનો શોખ વધી પડ્યો છે.
રાજાઓને અંગત લાભ કશો જ થતો નથી. ઊલટા કેટલાક એવી એબો લઈને આવે છે કે જગતમાં હાંસીને પાત્ર થાય છે. કેટલાક રાજા તો એવા છે કે જેમને આ દેશમાં રહેવું મુદ્દલ ગોઠતું. નથી, અને પ્રસંગવશાત્ આ દેશમાં આવવું પડે ત્યારે પણ એવા સંજોગો સાથે આવે છે કે જેથી કુટુંબફ્લેશ થાય છે અને ખુદ રાજરાણીને શરમ છોડી દિલ્હીના તખ્ત સુધી રાજાના અપલક્ષણની રાવ ખાવા દોડવું પડે છે.
આવા રાજાઓને અમર્યાદિત ભોગવિલાસ ભોગવવા હોય તો રાજગાદી છોડવી જ જોઈએ. રાજાઓએ પોતાના કુળની ઇજ્જતને ખાતર પણ આ પરદેશ ભટકવાની પ્રથા એકદમ બંધ કરવી જોઈએ.
ન ૪૦ |
મરણનો ભય શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? રાજા પણ અમર નથી તો જમીનદાર શેનો અમર ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં, પણ કેવળ ઈશ્વરના હાથમાં છે.
ખેડૂતોને અને તમને કહું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે જાણો છો ? મરણમાંથી કોઈ છૂટવાના નથી. નામર્દનું મોત કરતાં બહાદુર અને આબરૂ દારના મરણે મરતાં શીખો.
મરણ તો એક વખત જ આવે છે, બે વખત નહીં; ને તે કરોડાધિપતિ કે ગરીબ કોઈનેય | છોડતું નથી. તો પછી તેનો ભય શો ? આપણે મરણનો ભય છોડી નિર્ભય થઈએ.
૪૧ ]