________________
ને સ્ત્રીશક્તિ - હવે લડાઈ આકરી આવવાની છે. ત્યારે બહેનોએ પુરુષોના ભરોસા ઉપર બેસી રહેવું ન જોઈએ. ગુંડાઓનો પણ સામનો કરજો. હિંદના લોકોએ આજ સુધી જેમ સરકાર અને પોલીસ સામે જોયું તેમ સ્ત્રીઓએ પુરુષોના સામે જોયું છે. પણ એમાં તમારી રક્ષા નથી.
તમે પુરુષો રક્ષણ કરશે એમ માનીને બેઠાં હો તો પુરુષો ભાગે ત્યારે તમે શું કરશો ? પણ તમારેય સામનો કરવો જોઈએ. તમે એમ માનો છો કે સ્ત્રીઓમાં શક્તિ શી હોય ? પણ સ્ત્રી જેટલી શક્તિ તો પુરુષોમાં પણ નથી. સ્ત્રીઓની સહનશક્તિ ઘણી જ હોય છે. સ્ત્રીઓએ તો પુરુષોમાં પણ શક્તિ પૂરી છે. માટે તમે રક્ષણ કરતાં શીખજો. એમાં તાલીમ કે કવાયતની જરૂર નથી, પણ મરણનો ભય કાઢી નાખવાની જરૂર છે. સ્ત્રીઓમાં તો ધાર્મિક ભાવના વધુ હોય છે. એટલે મરણ નિશ્ચિત છે એ એ સારી રીતે જાણે છે. મરણનો તો ભય છોડી જ દેજો. હિંમત હશે તો ભગવાન પણ મદદ કરશે.
તે સ્ત્રીનો અધિકાર - સ્વરાજ્ય આવશે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નનો | ઉકેલ થઈ જશે, એ માન્યતા બરોબર નથી. ખરી વાત તો એ છે કે સ્ત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવી છે; તેને યોગ્ય સ્થાને બેસાડવામાં આવશે ત્યારે સ્વરાજ મળશે.
સ્ત્રીને પોતામાં આત્મવિશ્વાસ આવે, એ પોતાનું યોગ્ય સ્થાન મેળવે એ જરૂરનું છે. એવા સુધારા કાયદાથી થયા નથી, થવાના નથી. દુનિયામાં કોઈ જગ્યાએ નથી એટલી સ્ત્રીઓને ધારાસભામાં બેસવાનો અધિકાર આપણા દેશમાં મળ્યો છે. પણ એ તો ખોખું છે. નાટકના રાજા સાફા પહેરીને બેસે એવું છે. દેશપંદર વરસમાં સ્ત્રીઓમાં જે જાગૃતિ આવી છે તેનો યશ મહાત્મા ગાંધીને ઘટે છે.
આપણે નવા જમાનાને અનુકુળ થવું જોઈએ. છોકરાંને ભણાવીએ ને છોકરીને ન ભણાવીએ તો એ તો કજોડું થાય, બંને દુ:ખી થાય.
૬૩.