________________
| ગામડાનું હિત | આજે જે લાખો ગામડાંમાં હિન્દુસ્તાન વસે છે તે જે થોડાં શહેર છે તેમનાથી અતડું પડી ગયું.
ગામડાનું હિત ચાલી ગયું છે, એનું હિત ચુસાઈ ગયું છે. જળોની પેઠે શહેરો એને ભુસી રહ્યાં છે.
ગાડાં ભાંગી-ભાંગી મોટરો થઈ છે. ગામડાંમાં કોડિયામાં બાળવા તેલ નથી અને શહેરમાં રાતના એક વાગ્યા સુધી વીજળીની બત્તી બળે છે. રેંટિયા બંધ થયા ને કારખાનાં થયાં.
આપણે ચાર વસ્તુની જરૂર છે : હવા, પાણી, રોટલો ને કપડું. બે વસ્તુ ભગવાને મફત આપી છે. અને રોટલો ઘરમાં ઘડાય છે તેમ કપડું આપણા ઘરમાં બનવું જોઈએ.
આપણા ગામની અંદર ઉદ્યમો ભાંગી ગયા છે એ પાછા સજીવન કરવા જોઈએ.
ન ૩૪ ]
કેળવણી ગાંધીજી હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારતી કહે છે કે અત્યારનું શિક્ષણ એ કુશિક્ષણ છે. એ આપણા હાથપગ ભાંગી નાખે છે. મન નબળું પાડી નાખે છે. પરદેશી શિક્ષણ સરકારે એટલા ખાતર દાખલ કરેલું કે કારકુનો પેદા થાય, નોકરી કરે
અને એનું રાજ્ય ચલાવી આપે. એથી ન આપણું | શિક્ષણ રહ્યું, ન એનું પૂરું આવ્યું.
ગાંધીજીએ સ્વરાજ્યની લડત પહેલી ઉપાડી ત્યારે પહેલો પોકાર એ ઉઠાવ્યો કે આ શાળાઓ એ ગુલામખાનાં છે.
આજે જે કેળવણી આપવામાં આવે છે એ | પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એકતાર નથી થતો, નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો. કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય.
[ ૩પ ]