________________
અમૂલો અવસર
આપણા દેશના ઇતિહાસમાં આ અમૂલો અવસર છે. આપણે એકઠા મળીને કામ કરીશું તો દેશને મહત્તાને શિખરે પહોંચાડીશું અને આપણે જો સંપ નહીં રાખી શકીએ તો નવી નવી આફતો નોતરીશું.
ન
ભવિષ્યની પ્રજા આપણને શાપ ન દે કે આ લોકોને મોકો તો મળ્યો પણ તેમણે સૌનું હિત થાય તેવી રીતે તેનો ઉપયોગ ન કર્યો. એને બદલે હું તો ઇચ્છું છું કે ભવિષ્યની પ્રજાને માટે આપણા સારા સંબંધોનો ઉત્તમ વારસો મૂકી જવાનું સદ્ભાગ્ય આપણને સાંપડે, જેને પરિણામે આપણી આ પવિત્ર ભૂમિ દુનિયાના દેશમાં પોતાનું યોગ્ય માનભર્યું સ્થાન લઈ શકે અને શાંતિ તથા સમૃદ્ધિનું નિવાસસ્થાન બને.
દેશમાં શાંતિ જોઈએ. શાંતિ નહીં હોય તો લોકો કહેશે અંગ્રેજની ગુલામી સારી હતી.
ક
આઝાદીનું જતન
ઈશ્વરનો આભાર કે ગૌરવ અને કીર્તિનો આ અવસર જોવાને આપણે ભાગ્યશાળી થયા. ગાંધીજીની પ્રેરક નેતાગીરી હેઠળ આપણી લાંબી, શાંતિભરી અને અહિંસક લડાઈના યશસ્વી અંતને વધાવી લેવાનું તથા તેને લગભગ તેના ધ્યેય સુધી પહોંચાડવાનું આપણને જે ભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ આપણે મગરૂર છીએ. એટલું કબૂલ કરવું જોઈએ કે જે ધ્યેયને આપણે નજર સમક્ષ રાખ્યું હતું તે હજી આપણે મેળવી શક્યા નથી. આમ છતાં એ વિષે શક નથી કે દેશનું ભાવિ આપણી મરજી મુજબ નિર્માણ કરતાં હવે આપણને કોઈ અટકાવી શકે તેમ નથી.
આ મહાન ઉપખંડમાં રહેતાં દરેક સ્ત્રી, પુરુષ અને બાળકની સાથે આ અપૂર્વ અવસરનો લહાવો આપણે લઈ શકીએ છીએ એ આપણું સદ્ભાગ્ય છે.
૩૭