________________
- ગાંધીજીનો બોધ ગુજરાતને માથે ભારે જવાબદારી છે. ગુજરાતની પરીક્ષાનો વખત હવે શરૂ થયો છે. અત્યારે આપણો ધર્મ શું છે એ ગાંધીજીએ પોતે ચોખેચોખ્ખી રીતે બતાવી દીધું છે.
એમના પ્રત્યેની આપણી લાગણી બતાવી | આપવાનો ખરો રસ્તો એમના નામની ‘જે' બોલાવવાનો કે એમના દર્શનને માટે દોડાદોડ કરવાનો નહીં, પણ એમણે દોરી આપેલા ચતુર્વિધ પ્રજાકીય કાર્યક્રમને પાર ઉતારવામાં સૌએ પરોવાઈ જવાનો છે.
આખું હિન્દુસ્તાન એમને ભલે ઝટ ન સમજી શકે, પણ ગુજરાત, કે જ્યાં એમણે પોતાનું જીવન પ્રત્યક્ષ રેડ્યું છે, તેણે તો તેમના કાચ સમા પારદર્શક હૃદયના ઉદ્ગાર પડ્યા પહેલાં ઝીલી લેવા ઘટે અને તે પાર ઉતારવાની પોતાની લાયકાત સિદ્ધ કરી આપવી ઘટે.
ન પર ]
| ડર શા માટે ? | બારડોલીના ખેડૂત પાસે બીજી તાકાત નહોતી. ‘ના’ પાડીને બેસી રહેવાની તેમનામાં તાકાત હતી. તેમને મરણનો ડર નહોતો, જમીન જવાનો ડર નહોતો, જેલ જવાનો ડર નહોતો. શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં. કેવળ ઈશ્વરના જ હાથમાં છે. અને જેલનો ડર શા સારુ ? તમે અહીં બહાર રહી છે તેના કરતાં તો ત્યાં સુખમાં રહેવાનું છે. તમને અહીં જીવતા રાખવાને કોઈ દવા ન આપે, દૂધ ન આપે. ત્યાં માંદા પડો તો તમને દૂધ મળે , દવા મળે. સારા હશો તો કામ કરી ત્રણ ટંક ખાવાનું પામશો. શા સારુ તમે જમીનદારના ગુલામ બનો ? શા સારુ તમે એને તાબે થાઓ ? તમે તમારું અનાજ પકવો અને સુખે ખાતાં શીખો.
પ૩