________________
ને સમાનતા | અસ્પૃશ્યની વ્યાખ્યા તમે જાણો છો ? પ્રાણીના શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય છે, ત્યારે તે અસ્પૃશ્ય થાય છે. મનુષ્ય શું કે પશુ શું, જ્યારે પ્રાણ વિનાનું થઈને, શબ થઈને પડે છે, ત્યારે તેને કોઈ અડતું નથી અને તેને દફનાવવાની અથવા અગ્નિસંસ્કારની ક્રિયા થાય છે. પણ જ્યાં સુધી મનુષ્ય કે પ્રાણીમાત્રમાં પ્રાણ છે ત્યાં સુધી તે અસ્પૃશ્ય નથી.
એ પ્રાણ પ્રભુનો અંશ છે, અને કોઈ પણ પ્રાણીને અસ્પૃશ્ય કહેવું એ પ્રભુના અંશનો, પ્રભુનો તિરસ્કાર કરવા બરાબર છે.
દલિત વર્ગો અને ઉચ્ચ વર્ગો વચ્ચે સમાનતા સ્થાપવાની હોય તો કહેવાતા ઉચ્ચવર્ણી લોકોએ દલિતોને સારુ ઘસાવું, ભોગો આપવા અને તેમને નમતું આપી, પોતાને દરજ્જ આણી બેસાડવામાં જ પોતાની જીત માનવી.
ન ૧૦ |
ન પુરુષાર્થ _કેવા કપરા સમયમાં આપણે જીવીએ છીએ | અને એની મુશ્કેલીઓ કેવી મોટી છે તે બરાબર. પિછાનવાની મારા દેશબાંધવોને ફરી એક વાર અપીલ કરું છું. આવો કઠણ કાળ પેદા કરવાની જવાબદારી કોની છે અને તે ચાલુ રાખવામાં વાંક કોનો છે એ શોધવાનું કામ આપણે ભાવિ | ઇતિહાસ પર છોડીએ.
એકબીજાનો વાંક કાઢવાનું અને એકબીજાની ખણખોદ કરવાનું હમણાં આપણે છોડીએ. એ મજા ભોગવવાનો વખત આવે ત્યારે ભલે એ માટે જેમને હોંશ હોય તે પોતાની હોંશ પૂરી પાડે, આજે આપણને એ મજા પાલવે એવી નથી પરસ્પર વાંક કાઢવો અને એકબીજાની ખણખોદ કરવી એમાંથી આજે આપણે કંઈ વળે એમ નથી. એથી ઊલટું, નવી રચના કરવાનો પુરુષાર્થ હણાશે. એવો પુરુષાર્થ કરવાની આજની ઘડીએ આપણને સૌથી વધારે જરૂર છે.
૧૧ |