________________
દૂબળા કેમ ? - અંગ્રેજ સરકારને મારે માટે રોજનું ચાર આનાનું ખરચ થતું ને તેમાં હું બાદશાહી કરતો. મને ત્યાં જુવારના રોટલા ને ભાજી મળતી. તેનું મને દુ:ખ નથી. હું નાદાનને ઘેર મહેમાન થયો એટલે તેણે મારું પોતાની સમજ પ્રમાણે સ્વાગત કર્યું. અમારામાંના ઘણાને સરકાર રોજના દસ આનાનો ખોરાક આપવાને તૈયાર હતી, પણ અમારા બીજા ભાઈઓને ચાર આનાનો ખોરાક મળતો હોય ત્યારે અમે દસ આનાથી પેટ ભરવાની ના પાડી. અમે ચાર આનામાં મોજ કરી અને આજે જેઓ જેલમાં છે તેઓને ચાર જ આના મળે છે. અમને સરકારી અમલદારો મળવા આવતા, ત્યારે તેઓ પૂછતા કે, ‘તમે દૂબળા કેમ થઈ ગયા ?” મેં જવાબ આપ્યો કે, ‘તમારી મહેમાનગતિથી સ્તો ! તમે અમને ચાર આનાનો ખોરાક આપો તેમાં અમે જાડા ક્યાંથી થઈએ ?'
૨૦
4 અહિંસાનો મંત્ર | આ ભૂમિમાં એક વસ્તુ છે કે ગમે તેટલી ચડતીપડતી થાય તોય, પુણ્યશાળી આત્માઓ એમાં પેદા થાય છે. અત્યારે જગતમાં મહાનમાં મહાન વ્યક્તિ હોય તો મહાત્મા ગાંધી છે. આપણો દેશ અત્યારે એમને લીધે દુનિયામાં ઊજળો છે. એમની સલાહ પ્રમાણે આપણે ન વર્તીએ તો આપણા જેટલા મુરખ કોઈ નહીં.
ગાંધીજી ના શરીરનો મુકાબલો કરો તો તમારામાંનો (અમદાવાદના વિદ્યાર્થીઓમાંનો) કોઈ
એના કરતાં નબળો નહીં હોય. પણ એક અવાજ | એ કાઢે છે તેનો પડઘો સારાય વિશ્વમાં પડે છે.
ગાંધીજીના જેવી અહિંસા પર શ્રદ્ધાવાળો માણસ મેં હજી બીજો જોયો નથી. એક હિન્દુસ્તાન સિવાય આખી દુનિયામાં તલવારની વાત છે પણ તલવારથી ઝઘડાનો અંત આવ્યો નથી. એ તો અભિમન્યુના કોઠા જેવું છે. એનો અંત લાવવા ગાંધીજીએ અહિંસાનો મંત્ર કાઢ્યો છે.
૨૧ ]